Home » National News » Latest News » National » Bombs throw at BJP office in Tamil Nadu, damage to the idol of Periyar in Vellore

તમિલનાડુમાં બીજેપી ઓફિસ પર બોમ્બ ફેંકાયા, પેરિયારની પ્રતિમા તોડી

Divyabhaskar.com | Updated - Mar 07, 2018, 08:41 AM

ત્રિપુરામાં લેનિનની બીજી મૂર્તિ પાડવામાં આવી, પેરિયાકની પ્રતિમા તોડનાર એક આરોપી બીજેપીનો અને બીજો સીપીએમ સાથે જોડાયેલો

 • Bombs throw at BJP office in Tamil Nadu, damage to the idol of Periyar in Vellore
  +5બીજી સ્લાઈડ્સ જુઓ

  અગરતલા: ત્રિપુરામાં 25 વર્ષના લેફ્ટના સાશનના અંતની સાથે દેશમાં પ્રતિમાઓ પાડવાનું રાજકારણ શરૂ કરી દેવામાં આવ્યું છે. ત્રિપુરામાં મંગળવારે ચોવીસ કલાકની અંદર લેનિનની વધુ એક મૂર્તિ તોડી પાડવામાં આવી છે. જ્યારે તમિલનાડુના વેલ્લોરમાં પણ દ્રવિડ આંદોલનના સંસ્થાપક અને સમાજ સુધારક ઈવી રામાસામી પેરિયારની પ્રતિમાના ચશમા અને નાક તોડી નાખવામાં આવ્યું છે. આ સાથે જ ન્યૂઝ એજન્સી દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે બુધવારે સવારે દક્ષિણ કોલકાતામાં જનસંઘના સંસ્થાપક શ્યામા પ્રસાદ મુખરજીની પ્રતિમાને ક્ષતિગ્રસ્ત કરવામાં આવી છે. તે ઉપરાંત કોઈમ્બતુરમાં બીજેપી ઓફિસ પર પેટ્રોલ બોમ્બ ફેંકવામાં આવ્યો છે.

  અપડેટ્સ

  - કોઈમ્બતુરની બીજેપી ઓફિસ પર પેટ્રોલ બોમ્બ ફેંકનાર એક આરોપી અને ટીડિપીકેના કાર્યકર્તા બાલુએ પોલીસ સામે સરન્ડર કરી દીધું છે.

  પીએમએ વ્યક્ત કરી નારાજગી


  વિવિધ રાજ્યોમાં આ પ્રમાણે મૂર્તિને નુકસાન પહોંચાડવાની ઘટના વિશે પીએમ મોદીએ નારાજગી વ્યક્ત કરી છે. આ પ્રમાણેની ઘટના વિશે નારાજગી વ્યક્ત કરીને કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહ સાથે પણ વાત કરી છે. ગૃહમંત્રાલયે આ વિશે રાજ્ય પાસેથી સમગ્ર ઘટનાક્રમનો રિપોર્ટ માગ્યો છે અને સુરક્ષા વ્યવસ્થા વધારવાની વાત પણ કરવામાં આવી છે.

  બીજેપી નેતાએ ફેસબુક પર લખી પોસ્ટ


  - આ ઘટના બની તેના થોડા કલાકો પહેલાં જ બીજેપી નેતા એચ રાજાએ ફેસબુક પર લખ્યું હતું કે, આજે ત્રિપુરામાં લેનિનની પ્રતિમા હટાવવામાં આવી છે, કાલે તમિલનાડુમાં ઈવી રામાસામીની પ્રતિમા પણ હટાવવામાં આવશે.
  - બીજેપી યુવા વિંગના ઉપાધ્યક્ષ એસજી સૂર્યાએ પણ ટ્વિટ કર્યું હતું કે, ભાજપાએ ત્રિપુરામાં લેનિનને સફળતાપૂર્વક પાડી દીધા, હવે તામિલનાડુમાં ઈવી રામાસામીની મૂર્તિ પડે તેની રાહ નથી જોઈ શકતો.
  - પોલીસના જણાવ્યા પ્રમાણે વેલ્લોરના તિરુપતિમાં રાતે અંદાજે 9.15 વાગે નશાની હાલતમાં આવેલા બે વ્યક્તિઓએ પ્રતિમાને તોડી હતી. તેમની તુરંત ધરપકડ કરી લેવામાં આવી છે. એક આરોપી મમથુરમન બીજેપીનો સભ્ય છે. જ્યારે ફ્રાંસિસ નામનો બીજો વ્યક્તિ સીપીએમ સાથે જોડાયેલો છે.

  ત્રિપુરા: 3 દિવસમાં 770થી વધુ અથડામણ, 1000 ઘાયલ


  - 3 માર્ચે ચૂંટણી પરિણામો આવ્યા પછીથી ત્રિપુરામાં હિંસાની ઘટના સામે આવી રહી છે. 3 દિવસમાં અંદાજે 770 અથડામણની ઘટના સામે આવી છે, જ્યારે 1000થી વધારે લોકો ઘાયલ થયા હોવાની માહિતી મલી છે. અમુક જિલ્લાઓમાં 144 કલમ લાગુ કરીને સેના તહેનાત કરી દેવામાં આવી છે.
  - બેલોનિયામાં લેનિન મૂર્તિ પાડવામા આવ્યા પછી મંગળવારે જૂથ અથડામણની ઘટના વધી છે. મંગળવારે સબરુમ મોટર સ્ટેન્ડ પર લેનિનની વધુ એક મૂર્તિ પાડી દેવામાં આવી છે.

  આતંકવાદી લેનિનની મૂર્તિનું ભારતમાં શું કામ: સ્વામી


  - બીજેપીએ લેનિનની મૂર્તિ તોડી પાડવાને ખોટુ ગણાવ્યું હતું, પરંતુ પાર્ટીના અમુક નેતાઓએ તેને સમર્થન આપ્યું છે.
  - રાજ્યસભા સભ્ય સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું કે લેનિન આતંકવાદી હતા, ભારતમાં તેમની મૂર્તિનો શું અર્થ?
  - સીપીએમના પૂર્વ મહાસચિવ સીતારામ યેચુરીએ કહ્યું, ત્રિપુરાની હિંસક ઘટનાઓ સ્પષ્ટ છે કે આરએસએસ, બીજેપીના રુઝાન શું છે. હિંસા સિવાય તેમનું રાજકીય ભવિષ્ય કઈ જ નથી. ત્રિપુરાની જનતા તેનો જવાબ આપશે.

  આગળની સ્લાઈડમાં જુઓ વધુ તસવીરો

 • Bombs throw at BJP office in Tamil Nadu, damage to the idol of Periyar in Vellore
  +4બીજી સ્લાઈડ્સ જુઓ
  દક્ષિણ કોલકાતામાં જનસંઘના સંસ્થાપક શ્યામા પ્રસાદ મુખરજીની પ્રતિમાને ક્ષતિગ્રસ્ત કરવામાં આવી છે.
 • સમાજસુધારક ઈવી રામાસામી પેરિયારની પ્રતિમાના ચશમા અને નાક તોડી નાખવામાં આવ્યા
 • Bombs throw at BJP office in Tamil Nadu, damage to the idol of Periyar in Vellore
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  કોઈમ્બતુરમાં બીજેપી ઓફિસ પર પેટ્રોલ બોમ્બ ફેંકવામાં આવ્યો
 • Bombs throw at BJP office in Tamil Nadu, damage to the idol of Periyar in Vellore
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  લેનિનની મૂર્તિ તોડી પાડવામાં આવી
 • Bombs throw at BJP office in Tamil Nadu, damage to the idol of Periyar in Vellore
  સીપીએમ ઓફિસમાં તોડ-ફોડ કરવામાં આવી
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending

વીડિયો વધુ જુઓ