દુર્ઘટના / J&Kમાં 500 ફુટની ખીણમાં ટેક્સી ખાબકતા 11 લોકોના મોત

Divyabhaskar

Mar 16, 2019, 05:03 PM IST
people killed as Taxi accident in Chanderkot area of Ramban district J&K

  • દુર્ઘટના રામબન જિલ્લામાં કુંદા નલ્લાહ પાસે સર્જાઈ
  • ટેક્સી મુસાફરોને લઈને ચંદેરકોટથી રાજગઢ તરફ જઈ રહી હતી 

રામબનઃ જમ્મુ-કાશ્મીરના રામબન જિલ્લામાં ટેક્સી ખીણમાં ખાબકી છે. આ દુર્ઘટનામાં 11 લોકોના મોત થયા છે, જ્યારે 3 લોકો ગંભીર રીતે ઘવાયા છે. આ ટેક્સી મુસાફરોને લઈને ચંદેરકોટથી રાજગઢ તરફ જઈ રહી હતી. આ દરમિયાન ડ્રાઈવરનું નિયંત્રણ ખોરવાઈ જતા કુંદા નલ્લાહ પાસે આ કાર ખીણમાં ખાબકી ગઈ હતી. આ દુર્ઘટના શનિવારે સવારે આશરે 10.30 કલાકે સર્જાઈ હતી.

પોલીસ અધિકારીએ જણાવ્યું, સ્થાનિક લોકો સાથે મળીને રેસ્ક્યૂ ઓપરેશન કર્યુ હતુ. 2 મહિલા અને એક બાળક સહિત પાંચ લોકોના મૃતદેહ મળી આવ્યા છે. ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામા આવ્યા છે.

X
people killed as Taxi accident in Chanderkot area of Ramban district J&K
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી