Home » National News » Desh » People beat kidnappers to death who came to kidnap std 5 girl at Chhaudahi Bihar

ધો-5માં ભણતી વિદ્યાર્થિનીનું અપહરણ કરવા આવ્યા'તા 3 બદમાશ, ભીડે મારી-મારીને કરી નાખી હત્યા

Divyabhaskar.com | Updated - Sep 09, 2018, 11:11 AM

એક બદમાશનું સ્થળ પર જ મોત થઈ ગયું, જ્યારે બાકીના બે બદમાશોએ હોસ્પિટલમાં ઈલાજ દરમિયાન દમ તોડી નાખ્યો

 • People beat kidnappers to death who came to kidnap std 5 girl at Chhaudahi Bihar
  +4બીજી સ્લાઈડ્સ જુઓ
  દુર્ગામંદિરના પરિસરમાં બદમાશોને લાકડી-દંડાથી મારી રહેલા ગામલોકો.

  છૌડાહી (બેગુસરાય, બિહાર): સરકારી સ્કૂલની પાંચમા ધોરણની વિદ્યાર્થિનીનું અપહરણ કરવા આવેલા ત્રણ બદમાશોની ભીડે મારી-મારીને હત્યા કરી નાખી. મારઝૂડના કારણે એક બદમાશનું સ્થળ પર જ મોત થઈ ગયું, જ્યારે બાકીના બે બદમાશોએ હોસ્પિટલમાં ઈલાજ દરમિયાન દમ તોડી નાખ્યો. મૃતકોની ઓળખ ચેરિબરિયારપુર પોલીસ સ્ટેશનના કુંભી ગામ નિવાસી કુખ્યાત મુકેશ મહતો, શ્યામસિંહ ઉર્ફ બૌના સિંહ અને સીમારવર્તી રોસડા પોલીસ સ્ટેશન વિસ્તારના દામોદરપુર ઢાબ મહોલ્લા નિવાસી કુખ્યાત હીરાસિંહ તરીકે કરવામાં આવી છે. હીરાસિંહ શ્યામસિંહનો બનેવી છે. જ્યારે મુકેશ જેલમાં બંધ કુખ્યાત નાગમણિ મહતોનો ભાઈ હતો, જે આઠ દિવસ પહેલા જ જેલમાંથી બહાર આવ્યો હતો.

  પોલીસે બે બદમાશોને ભીડથી બચાવી સ્કૂલ રૂમમાં બંધ કરી દીધા


  - આશ્ચર્યની વાત એ છે કે જ્યારે મુકેશ મહતો સાથે મારપીટ થઈ રહી હતી તે જ સમયે છૌડાહી ઓપીના એએસઆઇ અમોદકુમાર સિંહ હોમગાર્ડના ચાર જવાનો સાથે પેટ્રોલિંગ માટે ઘટનાસ્થળે પહોંચ્યા. પોલીસે શ્યામસિંહ અને હીરાસિંહને ભીડથી બચાવીને સ્કૂલના રૂમમાં બંધ કરીને તાળું મારી દીધું.
  - પરંતુ, ભીડનો આક્રોશ એટલો હતો કે ગામલોકોએ તાળું તોડીને બંને અપરાધીઓને બહાર કાઢ્યા અને મારી નાખ્યા. પોલીસકર્મીઓએ વચ્ચે પડીને બચાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ ભીડે તેમને ખદેડી મૂક્યા. ભીડનો ગુસ્સો જોઈને પોલીસ મૂકદર્શક બની ગઈ.
  - કોઇક રીતે સ્કૂલ કેમ્પસમાં અધમૂઆ પડેલા મુકેશ મહતોને ઓટો પર લાદીને ઇલાજ માટે હોસ્પિટલ મોકલ્યો, પરંતુ તેનું મોત થઈ ચૂક્યું હતું. જ્યારે ઘટનાના બે કલાકથી પણ વધુ સમય સુધી બાકીના બંને અપરાધીઓ સ્કૂલ કેમ્પસમાં તરફડી રહ્યા હતા. ત્યારબાદ સ્થળ પર પહોંચેલી ગઢપુરા અને છૌડાહી પોલીસે બંનેને ઈલાજ માટે મોકલ્યા. પરંતુ, ગઢપુરા પીએચસીમાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કરી દીધા. પોલીસે સ્થળ પરથી દેશી તમંચો, એક બાઈક અને મોબાઈલ જપ્ત કર્યા છે.

  ક્લાસમાં ઘૂસીને વિદ્યાર્થિની વિશે પૂછ્યું, ન જણાવ્યું તો લમણે તાકી પિસ્તોલ

  - હેડમાસ્ટર નીમાદેવીએ જણાવ્યું કે, દરરોજની જેમ સ્કૂલ ચાલી રહી હતી. પ્રેયર પછી હું બાળકોને ભણાવી રહી હતી. મારા ઉપરાંત એક અન્ય સહાયક શિક્ષિકા કાર્યરત છે જે આજે રજા પર હતી. લગભગ 11 વાગે એક સફેદ રંગની ટીવીએસ વિક્ટર બાઈક પર સવાર ત્રણ લોકો સ્કૂલ કેમ્પસમાં દાખલ થયા.

  - તેમાંથી એક બાઈક પરથી ઉતરીને સીધો ક્લાસમાં આવીને પાંચમા ધોરણની એક વિદ્યાર્થિનીને શોધવા લાગ્યો. તે પોતાને વિદ્યાર્થિનીનો કાકા હોવાનું કહી રહ્યો હતો. વિદ્યાર્થિનીને વારંવાર શોધ્યા પછી મેં કહ્યું કે આજે તે સ્કૂલે નથી આવી. તેના ઘરે જાઓ.
  - તે પછી તેની સાથે આવેલા અન્ય બે બદમાશો ક્લાસમાં ઘૂસ્યા. પહેલેથી હાજર અપરાધીએ કહ્યું તે મેડમ સાચી જાણકારી નથી આપી રહ્યા. તે પછી મુકેશે મારા લમણે પિસ્તોલ તાકી દીધી. તે દરમિયાન મેં બાળકોને ભાગવાનો ઈશારો કર્યો. બાળકો સીધા ગામ તરફ ભાગ્યા અને ગામલોકોને સૂચના આપી.

  એસપી બોલ્યા- બદમાશોની હત્યામાં સામેલ ગામલોકો પર થશે કેસ

  એસપી આદિત્યકુમારે જણાવ્યું કે મુકેશ મહતો અને હીરાસિંહ પર હત્યા, લૂંટ, ખંડણીના આઠ કેસ નોંધાયેલા છે. શ્યામસિંહ પર પણ આર્મ્સ ઍક્ટ હેઠળ કેસ નોંધાયેલો છે. તેમણે જણાવ્યું કે મુકેશ મહતો ભીડને જોઇને સ્કૂલના બિલ્ડીંગની બહારની તરફ ભાગ્યો, જ્યાં ભીડે તેને પકડી લીધો અને મારીમારીને તેને અધમૂઓ કરી નાખ્યો.

  - આ દરમિયાન શ્યામ અને હીરા સ્કૂલના રૂમમાં બંધ થઈ ગયા. થોડીવાર પછી સેંકડો ગામલોકો પહોંચી ગયા. દરવાજો તોડીને રૂમમાં જ મારપીટ શરૂ કરી દીધી. બંને પાસેના મંદિરમાં પહોંચી ગયા, પરંતુ ત્યાં પણ મારપીટ કરવામાં આવી.

  આ પણ વાંચો: મોત પહેલાં ડોક્ટરે FB પર લખ્યું: એણે એટલી ટોર્ચર કરી કે હવે તેની સાથે શ્વાસ પણ નથી લઈ શકતી

 • People beat kidnappers to death who came to kidnap std 5 girl at Chhaudahi Bihar
  +3બીજી સ્લાઈડ્સ જુઓ
  દુર્ગામાતાનો જયજયકાર કરીને 3 અપરાધીઓને મર્યા ત્યાં સુધી મારતી રહી ભીડ
 • People beat kidnappers to death who came to kidnap std 5 girl at Chhaudahi Bihar
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  પોલીસકર્મીઓએ વચ્ચે પડીને બચાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ ભીડે તેમને ખદેડી મૂક્યા.
 • People beat kidnappers to death who came to kidnap std 5 girl at Chhaudahi Bihar
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  ભીડનો ગુસ્સો જોઈને પોલીસ મૂકદર્શક બની ગઈ.
 • People beat kidnappers to death who came to kidnap std 5 girl at Chhaudahi Bihar
  કોઇક રીતે સ્કૂલ કેમ્પસમાં અધમૂઆ પડેલા મુકેશ મહતોને ઓટો પર લાદીને ઇલાજ માટે હોસ્પિટલ મોકલ્યો, પરંતુ તેનું મોત થઈ ચૂક્યું હતું
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ