લાલુ પ્રસાદની વધુ એક મિલકત પર EDનો શકંજો, મોલ કર્યો સીલ

DivyaBhaskar.com

Jun 12, 2018, 09:25 PM IST
Patna ED Seized Lalu Prasad Biggest Under Contruction Mall
Patna ED Seized Lalu Prasad Biggest Under Contruction Mall
Patna ED Seized Lalu Prasad Biggest Under Contruction Mall
Patna ED Seized Lalu Prasad Biggest Under Contruction Mall

નેશનલ ડેસ્ક: આરજેડીના અધ્યક્ષ લાલુ પ્રસાદની મુશ્કેલીઓ વધતી જાય છે. આજે પટના ED દ્વારા લાલુ પ્રસાદની વધુ એક મિલકતને સીલ કરી દેવામાં આવી છે. દાનાપુરમાં લાલુ પ્રસાદના એક અંડર કન્સ્ટ્રક્શન મોલને ઈડીએ સીલ કરી દીધો છે. ઈડીના અધિકારીઓ દ્વારા મોલને તાલાબંધી કરી સીલ કરી દેવાયો છે. લાલુના આ મોલ વિશનો ખુલાસો ડેપ્યુટી સીએમ અને બીજેપી નેતા સુશીલ મોદી કર્યો હતો.

750 કરોડના ખર્ચે તૈયાર થયો બિહારનો સૌથી મોટો મોલ

કોર્ટના આદેશના આધારે ઈડીએ લાલુના મોલને સીલ કર્યો હતો. જાણવા મળી રહ્યું છે કે 750 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલો આ મોલ બિહારનો સૌથી મોટો મોલ છે. મોલની જમીન રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવી અને તેમના બંને પુત્રો તેજ પ્રતાપ અને તેજસ્વી યાદવના નામે છે.

સુશીલ મોદીએ લગાવ્યા આરોપ

સુશીલ મોદીએ આરોપ લગાવ્યો હતો કે આ મોલનું નિર્માણ SEIAOની જાણ વગર શરૂ કરી દેવાયું હતું. વધુમાં તેમણે જણાવતા કહ્યું કે લાલુ પ્રસાદે તેમના પુત્રની પોસ્ટનો લાભ ઉઠાવીને આ મોલનું ગેરકાયદેસર રીતે કાર્ય શરૂ કરાવ્યું હતું. આ મોલની રેતીને પટના બર્ડ હાઉસને 90 લાખમાં વેચી દીધી હતી. આ વિશે ઈડીએ તેજસ્વી યાદવ અને રાબડી દેવીની પુછપરછ હાથ ધરી હતી.

વધુ તસવીર જોવા આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરો....

X
Patna ED Seized Lalu Prasad Biggest Under Contruction Mall
Patna ED Seized Lalu Prasad Biggest Under Contruction Mall
Patna ED Seized Lalu Prasad Biggest Under Contruction Mall
Patna ED Seized Lalu Prasad Biggest Under Contruction Mall
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી