ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» Patna AIIMS MBBS student rusticated for entering girls hostel drunk

  અર્ધનગ્ન હાલતમાં વિદ્યાર્થી ઘૂસી ગયો ગર્લ્સ હોસ્ટેલમાં, 3 વર્ષ માટે થયો સસ્પેન્ડ

  divyabhaskar.com | Last Modified - Mar 06, 2018, 11:28 AM IST

  આરોપી વિદ્યાર્થી કેરળનો રહેવાસી છે. તેના માતા-પિતાને આ વાતની જાણકારી આપી દેવામાં આવી છે
  • વિદ્યાર્થી નશા અને અર્ધનગ્ન હાલતમાં ગર્લ્સ હોસ્ટેલમાં ઘૂસી ગયો હતો. (ફાઇલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   વિદ્યાર્થી નશા અને અર્ધનગ્ન હાલતમાં ગર્લ્સ હોસ્ટેલમાં ઘૂસી ગયો હતો. (ફાઇલ)

   પટના: ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ, પટના (એઇમ્સ)એ નશાની હાલતમાં ગર્લ્સ હોસ્ટેલમાં ઘૂસવા માટે એમબીબીએસ ફાઇનલ યરના એક વિદ્યાર્થીને ત્રણ વર્ષ માટે રસ્ટિકેટ કરી દીધો છે. વિદ્યાર્થી પર આરોપ છે કે તે ગઇ 27 ફેબ્રુઆરીના રોજ હોળી પાર્ટી પછી નશા અને અર્ધનગ્ન હાલતમાં ગર્લ્સ હોસ્ટેલમાં ઘૂસી ગયો હતો.

   રસ્ટિકેટ થયાના 24 કલાકની અંદર હોસ્ટેલમાંથી કાઢી મૂકવામાં આવ્યો

   - આરોપી વિદ્યાર્થી કેરળનો રહેવાસી છે. તેના માતા-પિતાને આ વાતની જાણકારી આપી દેવામાં આવી છે. કોલેજ એડમિનિસ્ટ્રેશન દ્વારા રસ્ટિકેટ થયાના 24 કલાકની અંદર વિદ્યાર્થીને હોસ્ટેલમાંથી કાઢી મૂકવામાં આવ્યો છે.

   - એઇમ્સના ડાયરેક્ટર ડૉ. પ્રભાત કુમાર સિંહે જણાવ્યું કે નશા અને અર્ધનગ્ન હાલતમાં ગર્લ્સ હોસ્ટેલમાં ઘૂસવા પર વિદ્યાર્થીને ત્રણ વર્ષ માટે રસ્ટિકેટ કરી દેવામાં આવ્યો છે, પરંતુ તેની કારકિર્દીને ધ્યાનમાં રાખીને એકવાર તેને તેની વાત કહેવાનો મોકો આપવામાં આવશે.
   - સિંહે જણાવ્યું કે કોલેજ ખૂલ્યા પછી તપાસ કમિટી બનાવવામાં આવશે. તપાસ ટીમનો રિપોર્ટ આવ્યા પછી જ આગળની કાર્યવાહી કરવામાં આવશે.
   - બીજી બાજુ આ ઘટના પછી ગર્લ્સ હોસ્ટેલની ચીફ વોર્ડન ડૉ. સાધના શર્માએ વર્ષ 2013 બેચના તમામ ઇન્ટર્ન છોકરાઓને હોસ્ટેલ ખાલી કરીને એક અન્ય હોસ્ટેલમાં શિફ્ટ થવાનું કહ્યું છે.

   શું છે મામલો?

   - આ ઘટના વિશે જાણતા લોકોએ જણાવ્યું કે, 27 ફેબ્રુઆરીની સાંજે 11 હોસ્ટેલના સંકુલમાં આવેલા ઓપન પ્લેગ્રાઉન્ડમાં વિદ્યાર્થીઓ પ્રિ-હોલી (હોળી પહેલાની) પાર્ટીની ઊજવણી કરી રહ્યા હતા. તે દરમિયાન હોસ્ટેલ નં. 9નો એક વિદ્યાર્થી છોકરીઓ માટે બનેલી નર્સિંગ હોસ્ટેલ (હોસ્ટેલ નં. 6)માં ઘૂસી ગયો.

   - મેડિકલના આ વિદ્યાર્થીની લુંગી ઉતરી ગઇ હતી જેના કારણે નર્સિંગ હોસ્ટેલમાં રહેતી છોકરીઓ શરમમાં મૂકાઇ ગઇ હતી. વિદ્યાર્થી હોસ્ટેલના ગ્રાઉન્ડ ફ્લોર પર પહોંચ્યો હતો. સિક્યોરિટી ગાર્ડે તેને જોઇ લીધો અને તેને ત્યાં જ અટકાવીને હોસ્ટેલની બહાર કાઢી મૂક્યો.

   - એવો આરોપ છે કે એઇમ્સના એડમિનિસ્ટ્રેશને આ મામલે ભીનું સંકેલી લેવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ હોસ્ટેલની છોકરીઓએ આ મામલાનો પ્રચંડ વિરોધ કર્યો અને પોલીસમાં ફરિયાદ નોંધાવવાનું પણ કહ્યું. પરિણામે એડમિનિસ્ટ્રેશને 28 ફેબ્રુઆરીના રોજ વિદ્યાર્થીના રસ્ટિકેશનનો આદેશ આપ્યો.

   - આ મામલે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી નથી. ઉલ્લેખનીય છે કે 5 એપ્રિલ, 2016ના રોજ બિહારને ડ્રાય સ્ટેટ જાહેર કરવામાં આવ્યું હતું. નશાની હાલતમાં પકડાયેલા કોઇપણ વ્યક્તિને 10 વર્ષ સુધીની જેલ થઇ શકે છે.

   - જોકે એઇમ્સના ડાયરેક્ટર જણાવે છે કે વિદ્યાર્થીને ભાંગના કારણે નશો ચડ્યો હતો, આલ્કોહોલના કારણે નહીં. એવું કહેવામાં આવે છે કે ભાંગને ઠંડાઇમાં મિક્સ કરવામાં આવી હતી.

   આગળની સ્લાઇડમાં વાંચો અન્ય મેડિકલ વિદ્યાર્થીએ કહ્યું- કોલેજ એડમિનિસ્ટ્રેશન પણ એટલું જ જવાબદાર

  • કોલેજ એડમિનિસ્ટ્રેશન દ્વારા રસ્ટિકેટ થયાના 24 કલાકની અંદર વિદ્યાર્થીને હોસ્ટેલમાંથી કાઢી મૂકવામાં આવ્યો છે. (ફાઇલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   કોલેજ એડમિનિસ્ટ્રેશન દ્વારા રસ્ટિકેટ થયાના 24 કલાકની અંદર વિદ્યાર્થીને હોસ્ટેલમાંથી કાઢી મૂકવામાં આવ્યો છે. (ફાઇલ)

   પટના: ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ, પટના (એઇમ્સ)એ નશાની હાલતમાં ગર્લ્સ હોસ્ટેલમાં ઘૂસવા માટે એમબીબીએસ ફાઇનલ યરના એક વિદ્યાર્થીને ત્રણ વર્ષ માટે રસ્ટિકેટ કરી દીધો છે. વિદ્યાર્થી પર આરોપ છે કે તે ગઇ 27 ફેબ્રુઆરીના રોજ હોળી પાર્ટી પછી નશા અને અર્ધનગ્ન હાલતમાં ગર્લ્સ હોસ્ટેલમાં ઘૂસી ગયો હતો.

   રસ્ટિકેટ થયાના 24 કલાકની અંદર હોસ્ટેલમાંથી કાઢી મૂકવામાં આવ્યો

   - આરોપી વિદ્યાર્થી કેરળનો રહેવાસી છે. તેના માતા-પિતાને આ વાતની જાણકારી આપી દેવામાં આવી છે. કોલેજ એડમિનિસ્ટ્રેશન દ્વારા રસ્ટિકેટ થયાના 24 કલાકની અંદર વિદ્યાર્થીને હોસ્ટેલમાંથી કાઢી મૂકવામાં આવ્યો છે.

   - એઇમ્સના ડાયરેક્ટર ડૉ. પ્રભાત કુમાર સિંહે જણાવ્યું કે નશા અને અર્ધનગ્ન હાલતમાં ગર્લ્સ હોસ્ટેલમાં ઘૂસવા પર વિદ્યાર્થીને ત્રણ વર્ષ માટે રસ્ટિકેટ કરી દેવામાં આવ્યો છે, પરંતુ તેની કારકિર્દીને ધ્યાનમાં રાખીને એકવાર તેને તેની વાત કહેવાનો મોકો આપવામાં આવશે.
   - સિંહે જણાવ્યું કે કોલેજ ખૂલ્યા પછી તપાસ કમિટી બનાવવામાં આવશે. તપાસ ટીમનો રિપોર્ટ આવ્યા પછી જ આગળની કાર્યવાહી કરવામાં આવશે.
   - બીજી બાજુ આ ઘટના પછી ગર્લ્સ હોસ્ટેલની ચીફ વોર્ડન ડૉ. સાધના શર્માએ વર્ષ 2013 બેચના તમામ ઇન્ટર્ન છોકરાઓને હોસ્ટેલ ખાલી કરીને એક અન્ય હોસ્ટેલમાં શિફ્ટ થવાનું કહ્યું છે.

   શું છે મામલો?

   - આ ઘટના વિશે જાણતા લોકોએ જણાવ્યું કે, 27 ફેબ્રુઆરીની સાંજે 11 હોસ્ટેલના સંકુલમાં આવેલા ઓપન પ્લેગ્રાઉન્ડમાં વિદ્યાર્થીઓ પ્રિ-હોલી (હોળી પહેલાની) પાર્ટીની ઊજવણી કરી રહ્યા હતા. તે દરમિયાન હોસ્ટેલ નં. 9નો એક વિદ્યાર્થી છોકરીઓ માટે બનેલી નર્સિંગ હોસ્ટેલ (હોસ્ટેલ નં. 6)માં ઘૂસી ગયો.

   - મેડિકલના આ વિદ્યાર્થીની લુંગી ઉતરી ગઇ હતી જેના કારણે નર્સિંગ હોસ્ટેલમાં રહેતી છોકરીઓ શરમમાં મૂકાઇ ગઇ હતી. વિદ્યાર્થી હોસ્ટેલના ગ્રાઉન્ડ ફ્લોર પર પહોંચ્યો હતો. સિક્યોરિટી ગાર્ડે તેને જોઇ લીધો અને તેને ત્યાં જ અટકાવીને હોસ્ટેલની બહાર કાઢી મૂક્યો.

   - એવો આરોપ છે કે એઇમ્સના એડમિનિસ્ટ્રેશને આ મામલે ભીનું સંકેલી લેવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ હોસ્ટેલની છોકરીઓએ આ મામલાનો પ્રચંડ વિરોધ કર્યો અને પોલીસમાં ફરિયાદ નોંધાવવાનું પણ કહ્યું. પરિણામે એડમિનિસ્ટ્રેશને 28 ફેબ્રુઆરીના રોજ વિદ્યાર્થીના રસ્ટિકેશનનો આદેશ આપ્યો.

   - આ મામલે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી નથી. ઉલ્લેખનીય છે કે 5 એપ્રિલ, 2016ના રોજ બિહારને ડ્રાય સ્ટેટ જાહેર કરવામાં આવ્યું હતું. નશાની હાલતમાં પકડાયેલા કોઇપણ વ્યક્તિને 10 વર્ષ સુધીની જેલ થઇ શકે છે.

   - જોકે એઇમ્સના ડાયરેક્ટર જણાવે છે કે વિદ્યાર્થીને ભાંગના કારણે નશો ચડ્યો હતો, આલ્કોહોલના કારણે નહીં. એવું કહેવામાં આવે છે કે ભાંગને ઠંડાઇમાં મિક્સ કરવામાં આવી હતી.

   આગળની સ્લાઇડમાં વાંચો અન્ય મેડિકલ વિદ્યાર્થીએ કહ્યું- કોલેજ એડમિનિસ્ટ્રેશન પણ એટલું જ જવાબદાર

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Patna AIIMS MBBS student rusticated for entering girls hostel drunk
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `