ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» Passport deails must be given to banks for loans more than 50 cr says govt

  50 કરોડથી વધુના દેવાંદારોએ બેંકમાં પાસપોર્ટની વિગતો આપવી ફરજિયાત

  divyabhaskar.com | Last Modified - Mar 10, 2018, 02:42 PM IST

  પીએનબીમાં 12,672 કરોડના ફ્રોડ પછી કેન્દ્ર સરકારે શુક્રવારે બેંકો માટે સાવચેતીના પગલાં તરીકે નવી ગાઇડલાઇન જાહેર કરી
  • નાણામંત્રીએ કહ્યું છે કે બેંકો પાસે પાસપોર્ટ ડિટેઇલ્સ હશે તો આરોપી આસાનીથી દેશ છોડીને ભાગી નહીં શકે. (ફાઇલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   નાણામંત્રીએ કહ્યું છે કે બેંકો પાસે પાસપોર્ટ ડિટેઇલ્સ હશે તો આરોપી આસાનીથી દેશ છોડીને ભાગી નહીં શકે. (ફાઇલ)
   નવી દિલ્હી: પીએનબીમાં 12,672 કરોડના ફ્રોડ પછી કેન્દ્ર સરકારે શુક્રવારે બેંકો માટે સાવચેતીના પગલાં તરીકે નવી ગાઇડલાઇન જાહેર કરી. તે હેઠળ 50 કરોડથી વધુની લોન લેનાર વ્યક્તિએ હવે પાસપોર્ટની વિગતો બેંકને આપવી પડશે. જેથી કરીને જ્યારે કોઇ ફ્રોડ સામે આવે તો બેંક સમયસર સંબંધિત ઓથોરિટીને સૂચના આપી શકે અને આરોપીને દેશ છોડીને ભાગતો અટકાવી શકાય. ઉલ્લેખનીય છે કે પીએનબી કૌભાંડમાં આરોપી હીરાનો વેપારી નીરવ મોદી અને ગીતાંજલિ ગ્રુપનો માલિક મેહુલ ચોક્સી જાન્યુઆરીમાં વિદેશ ભાગી ચૂક્યા છે. આ પહેલા લિકર કિંગ વિજય માલ્યા પણ 9000 કરોડનું દેવું ચૂકવ્યા વગર ભાગી ગયો છે.

   ફાઇનાન્સ સેક્રેટરીએ ટ્વિટ કરી
   - ફાઇનાન્સ સેક્રેટરી રાજીવ કુમારે ટ્વિટ કરી, "બેંકિંગને સ્વચ્છ અને જવાબદાર બનાવવા માટેનું આગામી પગલું છે. 50 કરોડથી વધુની રકમની લોન લેનારાઓએ પોતાના પાસપોર્ટની વિગતો આપવી જરૂરી છે. તેનાથી ફ્રોડ કેસમાં તાત્કાલિક કાર્યવાહી થશે."
   - સરકારની નવી ગાઇડલાઇન પ્રમાણે, બેંકો માટે જરૂરી છે કે 50 કરોડથી વધુના દેવાદારો પાસેથી આગામી 45 દિવસમાં પાસપોર્ટની સંપૂર્ણ જાણકારી જમા કરાવી લે.
   બેંકોમાં પાસપોર્ટ ડિટેઇલ્સ નહીં હોવાથી કાર્યવાહીમાં વિલંબ
   - હાલમાં એવી કોઇ વ્યવસ્થા નથી કે બેંક દેવાદારો પાસેથી તેમના પાસપોર્ટની જાણકારી લે. લોન ન ચૂકવવા અથવા તેમાં ગરબડ થઇ હોવાના ખુલાસા પછી તેઓ આ વાતનો ફાયદો ઉઠાવીને આસાનીથી દેશ છોડીને ભાગી જાય છે. બેંક અને સંબંધિત એજન્સીઓ વચ્ચે ડિટેઇલ્સ શેર થવામાં પણ સમય લાગે છે.
   - છેલ્લાં કેટલાંક વર્ષોમાં નીરવ મોદી, વિજય માલ્યા, જતિન મહેતા જેવા મોટાં દેવાંદારો બેંકોને ચૂનો લગાવીને વિદેશ ભાગી ચૂક્યા છે. જેમની પાસેથી નાણા રિકવર કરવા માટે એજન્સીઓ કાર્યવાહી કરી રહી છે.
  • બેંકોએ હવે 50 કરોડથી વધુના દેવાંદારો પાસેથી 45 દિવસમાં પાસપોર્ટની ડિટેઇલ્સ જમા કરાવવી પડશે. (ફાઇલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   બેંકોએ હવે 50 કરોડથી વધુના દેવાંદારો પાસેથી 45 દિવસમાં પાસપોર્ટની ડિટેઇલ્સ જમા કરાવવી પડશે. (ફાઇલ)
   નવી દિલ્હી: પીએનબીમાં 12,672 કરોડના ફ્રોડ પછી કેન્દ્ર સરકારે શુક્રવારે બેંકો માટે સાવચેતીના પગલાં તરીકે નવી ગાઇડલાઇન જાહેર કરી. તે હેઠળ 50 કરોડથી વધુની લોન લેનાર વ્યક્તિએ હવે પાસપોર્ટની વિગતો બેંકને આપવી પડશે. જેથી કરીને જ્યારે કોઇ ફ્રોડ સામે આવે તો બેંક સમયસર સંબંધિત ઓથોરિટીને સૂચના આપી શકે અને આરોપીને દેશ છોડીને ભાગતો અટકાવી શકાય. ઉલ્લેખનીય છે કે પીએનબી કૌભાંડમાં આરોપી હીરાનો વેપારી નીરવ મોદી અને ગીતાંજલિ ગ્રુપનો માલિક મેહુલ ચોક્સી જાન્યુઆરીમાં વિદેશ ભાગી ચૂક્યા છે. આ પહેલા લિકર કિંગ વિજય માલ્યા પણ 9000 કરોડનું દેવું ચૂકવ્યા વગર ભાગી ગયો છે.

   ફાઇનાન્સ સેક્રેટરીએ ટ્વિટ કરી
   - ફાઇનાન્સ સેક્રેટરી રાજીવ કુમારે ટ્વિટ કરી, "બેંકિંગને સ્વચ્છ અને જવાબદાર બનાવવા માટેનું આગામી પગલું છે. 50 કરોડથી વધુની રકમની લોન લેનારાઓએ પોતાના પાસપોર્ટની વિગતો આપવી જરૂરી છે. તેનાથી ફ્રોડ કેસમાં તાત્કાલિક કાર્યવાહી થશે."
   - સરકારની નવી ગાઇડલાઇન પ્રમાણે, બેંકો માટે જરૂરી છે કે 50 કરોડથી વધુના દેવાદારો પાસેથી આગામી 45 દિવસમાં પાસપોર્ટની સંપૂર્ણ જાણકારી જમા કરાવી લે.
   બેંકોમાં પાસપોર્ટ ડિટેઇલ્સ નહીં હોવાથી કાર્યવાહીમાં વિલંબ
   - હાલમાં એવી કોઇ વ્યવસ્થા નથી કે બેંક દેવાદારો પાસેથી તેમના પાસપોર્ટની જાણકારી લે. લોન ન ચૂકવવા અથવા તેમાં ગરબડ થઇ હોવાના ખુલાસા પછી તેઓ આ વાતનો ફાયદો ઉઠાવીને આસાનીથી દેશ છોડીને ભાગી જાય છે. બેંક અને સંબંધિત એજન્સીઓ વચ્ચે ડિટેઇલ્સ શેર થવામાં પણ સમય લાગે છે.
   - છેલ્લાં કેટલાંક વર્ષોમાં નીરવ મોદી, વિજય માલ્યા, જતિન મહેતા જેવા મોટાં દેવાંદારો બેંકોને ચૂનો લગાવીને વિદેશ ભાગી ચૂક્યા છે. જેમની પાસેથી નાણા રિકવર કરવા માટે એજન્સીઓ કાર્યવાહી કરી રહી છે.
  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Passport deails must be given to banks for loans more than 50 cr says govt
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `