મા-બાપનો સહારો બનવા ગઈ હતી UAE, 9 મહિના પછી ખૂબ પીડા લઈને આવી પરત

એરપોર્ટ પર પરવીન તેની માતાને વળગીને રડવા લાગી
એરપોર્ટ પર પરવીન તેની માતાને વળગીને રડવા લાગી

જલંધરના ગામ મહિમૂવાલ યુસુફપુરની 26 વર્ષની પરવીન રાની એજન્ટ દ્વારા યુએઈ ગઈ હતી પરંતુ પૈસા કમાવા તો દૂરની વાત પરંતુ દગાખોર એજન્ટે તેને મસ્કટ જઈને એક પશુપાલક શેખને વેચી દીધી હતી.

divyabhaskar.com

Sep 12, 2018, 02:30 PM IST

અમૃતસર: જલંધરના ગામ મહિમૂવાલ યુસુફપુરની 26 વર્ષની પરવીન રાની એજન્ટ દ્વારા યુએઈ ગઈ હતી પરંતુ પૈસા કમાવા તો દૂરની વાત પરંતુ દગાખોર એજન્ટે તેને મસ્કટ જઈને એક પશુપાલક શેખને વેચી દીધી હતી. 9 મહિનાના ખૂબ પ્રયત્નો પછી તે ત્યાંથી ભાગી અને તે સરબત દા ભલા ચેરિટેબલ ટ્રસ્ટના ડૉ. એસ.પી સિંહ ઓબેરાયના સંપર્કમાં આવી અને તેમની મદદથી તે ભારત પરત આવી શકી હતી. તેના માટે ડૉ. ઓબેરાયે શેખને ખૂબ મોટી રકમ ચૂકવી હતી અને ત્યારપછી તેમના જ પૈસા તેમણએ પરવીનને ઘરે મોકલી હતી.

નોકરી અપાવવા માટે વેચી


સોમવારે અમૃતસર એરપોર્ટ પર આવેલી પરવીનને લેવા માટે તેના માતા-પિતા, તથા મોટી બહેન કંવલજીત અને જીજા હરપાલ સિંહ પહોંચ્યા હતા. મામે જોતા જ પરવીન તેમને વળગીને રડી પડી હતી. બે બહેનોમાં નાની પરવીન ઘરની સ્થિતિ સુધારવા માટે જલંધરના એક ટ્રાવેલ એજન્ટ દ્વારા યુએઈ ગઈ હતી. પૈસા લઈને એજન્ટે તેને વાયદો કર્યો હતો કે જતાની સાથે જ તેને ત્યાં કામ અપાવી દેશે.

નહીં ભૂલાય નર્કના તે 9 મહિના


પરવીને જણાવ્યું કે, યુએઈ પહોંચ્યા પછી એજન્ટે તેને મસ્કટના એક શેખને વેચી દીધી હતી. તે સવારથી રાત સુધી તેની પાસે કામ કરાવતો હતો. તે થોડો પણ આરામ કરતી તો તેની સાથે ખૂબ મારઝૂડ કરવામાં આવતી અને તેની સામે બંદૂક તાકીને તેને મારી નાખવાની ધમકી આપવામાં આવતી હતી. તે આ નર્કના 9 મહિના ક્યારેય નહીં ભૂલે.

દીકરીઓને ન મોકલશો પરદેશ


પરવીને તેની મુશ્કેલીઓ જણાવીને લોકોને અપીલ કરી હતી કે એજન્ટોની વાતમાં આવીને દીકરીઓને ખાડી દેશોમાં ન મોકલવી. ત્યાં છોકરીઓ સાથે ખૂબ ખરાબ વર્તન કરવામાં આવે છે. તેણે સુબા સરકાર સાથે માંગણી કરી છે કે તેઓ નકલી ટ્રાવેલ એજન્ટો સામે કડક કાર્યવાહી કરે.

X
એરપોર્ટ પર પરવીન તેની માતાને વળગીને રડવા લાગીએરપોર્ટ પર પરવીન તેની માતાને વળગીને રડવા લાગી
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી