ચોમાસું સત્ર: રાજ્યસભામાં CPI કરશે અલવર લિંચિંગ મુદ્દાની ચર્ચા, રાફેલ ડીલ પર હોબાળાની શક્યતા

આંધ્ર પ્રદેશના મુદ્દા પર સંસદ પરિસરમાં ટીડીપી સાંસદોએ ધરણાં- પ્રદર્શન કર્યા
આંધ્ર પ્રદેશના મુદ્દા પર સંસદ પરિસરમાં ટીડીપી સાંસદોએ ધરણાં- પ્રદર્શન કર્યા

સંસદમાં ચોમાસું સત્રનો આજે ચોથો દિવસ છે. શુક્રવારે ટીડીપીનો અવિશ્વાસ પ્રસ્તાવ લોકસભામાં ફેલ ગયા પછી આજે પહેલી વાર સંસદની કાર્યવાહી ચાલશે. રાજ્યસભાના એજન્ડામાં આજે મહત્વના ત્રણ બિલ છે. જ્યારે લોકસભામાં બેન્કકરપ્સી કોડનું બીજું સંશોધન બિલ રજૂ કરવામાં આવશે

divyabhaskar.com

Jul 23, 2018, 10:49 AM IST

નવી દિલ્હી: કોંગ્રેસે સોમવારે લોકસભામાં અધિકારીઓ મારફતે વિપક્ષ પર નજર રાખવામાં આવે તેવા આરોપ લગાવ્યાં છે. કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગેએ કાર્યવાહી દરમિયાન કહ્યું કે તે ઘણાં સમયથી જોઈ રહ્યાં છે કે એક અધિકારી ચર્ચા દરમિયાન ભાષણોને નોટ કરી રહ્યાં છે અને વિપક્ષના સભ્યોની સંખ્યા ગણી રહ્યાં છે. તેઓએ સ્પીક સુમિત્રા મહાજનને આ મામલે દરમિયાનગીરી કરવાની માગ કરી છે. જો કે સરકારે કોંગ્રેસના દાવાઓને ફગાવી દીધાં છે.

ખડગેના જણાવ્યા મુજબ, તેઓએ જેવો જ આ મુદ્દો ઉઠાવ્યો તે અધિકારી ગૃહની બહાર નીકળી ગયો. ખડગેએ ગૃહમાં પૂછ્યું, "શું આ વોચ રાખવામાં આવી રહી છે? ચર્ચાની નોટ કરનારા અધિકારી કોણ છે?"
- સ્પીકરે આ અંગે કહ્યું કે તે જ્યાં બેઠી છે ત્યાંથી અધિકારીઓની ગેલેરી નથી દેખાતી. પરંતુ આ મામલે તપાસ કરાવવામાં આવશે.

સરકારનો ઈન્કાર


- સંસદીય કાર્યમંત્રી અર્જુન રામ મેઘવાલે કહ્યું કે અધિકારી તેના વિભાગનો છે અને તે પોતાની ડ્યૂટી કરી રહ્યો છે. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે પણ કહ્યું કે સંસદીય કાર્યવાહીનું સીધુ પ્રસારણ થાય છે. દેશભરના લોકો જુએ છે કે સંસદમાં શું થાય છે. રાહુલ પર કટાક્ષ કરતાં જાવડેકરે કહ્યું કે લોકો એ પણ જોવે છે કે સંસદમાં કોણ આંખ મારે છે અને કોણ શું કરે છે.

X
આંધ્ર પ્રદેશના મુદ્દા પર સંસદ પરિસરમાં ટીડીપી સાંસદોએ ધરણાં- પ્રદર્શન કર્યાઆંધ્ર પ્રદેશના મુદ્દા પર સંસદ પરિસરમાં ટીડીપી સાંસદોએ ધરણાં- પ્રદર્શન કર્યા
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી