મૂર્તિ તોડવાના મામલે સંસદમાં હોબાળો, રાજ્યસભામાં સાંસદો વેલમાં ધસી આવ્યાં

સંસદના બજેટ સત્ર શરૂ થયાંને ત્રણ દિવસ થઈ ગયાં છે પરંતુ કોઈપણ પ્રકારનું કામકાજ થયું નથી.

Divyabhaskar.com | Updated - Mar 07, 2018, 12:01 PM
નીરવ મોદી, મેહુલ ચોકસીના કૌભાંડ, આંધ્રપ્રદેશને વિશેષ દરજ્જો સહિતના મુદ્દે ભારે હોબાળો જોવા મળી રહ્યો છે (ફાઈલ)
નીરવ મોદી, મેહુલ ચોકસીના કૌભાંડ, આંધ્રપ્રદેશને વિશેષ દરજ્જો સહિતના મુદ્દે ભારે હોબાળો જોવા મળી રહ્યો છે (ફાઈલ)

બુધવારે પણ રાજ્યસભામાં વિપક્ષી સાંસદોએ મૂર્તિ તોડવા અને આંધ્રપ્રદેશને વિશેષ દરજ્જો આપવાને લઈને વેલમાં ધસી જઈ પ્રદર્શન કર્યું હતું. રાજ્યસભાના ચેરમેન વેંકૈયા નાયડૂએ તમામને પતોાની જગ્યાએ બેસવાનું કહ્યું હતું, પરંતુ વાત ન માનતાં નાયડૂએ રાજ્યસભાની કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત કરી દીધી છે.

નવી દિલ્હીઃ સંસદમાં બજેટ સત્ર શરૂ થયાંને ત્રણ દિવસ થઈ ગયાં છે પરંતુ એક પણ દિવસે કોઈજ કામકાજ થયું નથી. બુધવારે પણ રાજ્યસભામાં વિપક્ષી સાંસદોએ મૂર્તિ તોડવા અને આંધ્રપ્રદેશને વિશેષ દરજ્જો આપવા અંગે વેલમાં ધસી જઈને પ્રદર્શનો કર્યાં હતા. રાજ્યસભાના ચેરમેન વેંકૈયા નાયડૂએ તમામને પતોાની જગ્યાએ બેસવાનું કહ્યું હતું, પરંતુ વાત ન માનતાં નાયડૂએ રાજ્યસભાની કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત કરી દીધી છે. તો લોકસભાની કાર્યવાહી સમગ્ર દિવસ માટે સ્થગિત કરવામાં આવી છે. ત્યારે ગૃહમાં જોવા મળતો હોબાળો ખતમ કરવા સ્પીકર સુમિત્રા મહાજનબેઠક બોલાવી છે. અહીં જાણ કરવાની કે ત્રિપુરામાં ભાજપને બહુમતી મળ્યાં બાદ લેનિનની બે મૂર્તિઓને તોડવામાં આવી છે. તો તામિલનાડુમાં સમાજસુધારક રામાસામી પેરિયાર જ્યારે કોલકત્તામાં શ્યામાપ્રસાદ મુખરજીની મૂર્તિ તોડવામાં આવી છે.

સંસદમાં સતત થઈ રહ્યો છે હંગામો


- 5 માર્ચથી બજેટ સત્રનો બીજો તબક્કો શરૂ થયો છે. નીરવ મોદી, મેહુલ ચોકસીના કૌભાંડ, આંધ્રપ્રદેશને વિશેષ દરજ્જો સહિતના મુદ્દે ભારે હોબાળો જોવા મળી રહ્યો છે.
- મંગળવારે સતત બીજા દિવસે પણ કોઈ કામકાજ થયું ન હતું. PNB કૌભાંડ પર કોંગ્રેસ સહિતના વિપક્ષોએ હોબાળો કરતાં બંને ગૃહની કાર્યવાહી સ્થગિત કરવી પડી હતી. સંસદમાં જોવા મળતાં આ ગતિરોધ માટે સત્તા પક્ષ અને વિપક્ષ બંને એક બીજાને જવાબદાર ગણાવી રહ્યાં છે.

શું કહ્યું કોંગ્રેસ અને સરકારે?


- લોકસભામાં કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગેએ ગૃહની બહાર કહ્યું કે, "આખું વિપક્ષ બેંક કૌભાંડ મુદ્દે ચર્ચા ઈચ્છે છે પરંતુ સરકાર તેના ભાગી રહી છે."
- તો સંસદીય કાર્યમંત્રી અનંત કુમારે આરોપ લગાવ્યો કે, "UPA સરકારમાં થયેલાં બેંક કૌભાંડ ઉજાગર થવાના ડરથી કોંગ્રેસ નિયમોનું બહાનું બતાવીને બેંકિંગ ક્ષેત્રમાં અનિયમિતતાઓ પર ચર્ચા નથી થવા દેતા. ચર્ચા થવાથી તેના સમયના કૌભાંડનો પટારો ખુલી જશે. PNB કૌભાંડ, બેંકના NPA અને કાર્તિ ચિદમ્બરમના મામલાઓ 2014 પહેલાંના છે."
- તેઓએ કહ્યું કે, "સરકાર બજેટથી જોડાયેલાં ખરડાંઓ પર ચર્ચા રોકીને બેન્કિંગ અનિયમિતતાઓ પર ચર્ચા કરાવવા ઈચ્છે છે અને નાણા મંત્રી અરૂણ જેટલી બંને ગૃહમાં જવાબ આપવા માટે પણ તૈયાર છે. પરંતુ કોંગ્રેસ ચર્ચા નથી ઈચ્છતી."

આગળની સ્લાઈડ પર ક્લીક કરો

રાજ્યસભામાં વિપક્ષી સાંસદોએ મૂર્તિ તોડવા અને આંધ્રપ્રદેશને વિશેષ દરજ્જો આપવાને લઈને વેલમાં ધસી જઈ પ્રદર્શન કર્યું હતું (ફાઈલ)
રાજ્યસભામાં વિપક્ષી સાંસદોએ મૂર્તિ તોડવા અને આંધ્રપ્રદેશને વિશેષ દરજ્જો આપવાને લઈને વેલમાં ધસી જઈ પ્રદર્શન કર્યું હતું (ફાઈલ)
X
નીરવ મોદી, મેહુલ ચોકસીના કૌભાંડ, આંધ્રપ્રદેશને વિશેષ દરજ્જો સહિતના મુદ્દે ભારે હોબાળો જોવા મળી રહ્યો છે (ફાઈલ)નીરવ મોદી, મેહુલ ચોકસીના કૌભાંડ, આંધ્રપ્રદેશને વિશેષ દરજ્જો સહિતના મુદ્દે ભારે હોબાળો જોવા મળી રહ્યો છે (ફાઈલ)
રાજ્યસભામાં વિપક્ષી સાંસદોએ મૂર્તિ તોડવા અને આંધ્રપ્રદેશને વિશેષ દરજ્જો આપવાને લઈને વેલમાં ધસી જઈ પ્રદર્શન કર્યું હતું (ફાઈલ)રાજ્યસભામાં વિપક્ષી સાંસદોએ મૂર્તિ તોડવા અને આંધ્રપ્રદેશને વિશેષ દરજ્જો આપવાને લઈને વેલમાં ધસી જઈ પ્રદર્શન કર્યું હતું (ફાઈલ)
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App