મા-બાપે દીકરીની કરી દીધી હત્યા, કાકાએ કહ્યું- મે પગ પકડ્યા, ભાઈ-ભાભીએ ગળું દબાવ્યું

પ્રેમી સાથે ભાગીને લગ્ન કર્યા પછી ઘરે પહોંચી હતી છોકરી, પરિવારજનો માનવા જ તૈયાર નહતા

divyabhaskar.com | Updated - Mar 29, 2018, 12:09 AM
છોકરીએ ઘરેથી ભાગીને પ્રેમી સાથે કરી લીધા હતા લગ્ન
છોકરીએ ઘરેથી ભાગીને પ્રેમી સાથે કરી લીધા હતા લગ્ન

સોમવારે મોડી રાતે છોકરીના પિતા, માતા અને કાકા-કાકીએ તેનું ગળુ દબાવીને હત્યા કરી દીધી હતી. હત્યા પછી છોકરીના મૃતદેહને સળગાવા માટે જલદીથી સ્મશાન પણ લઈ જવામાં આવી હતી. પોલીસે આરોપીની કરી લીધી ધરપકડ

રાંચી: આ વિસ્તારના ચંદવારા વિસ્તારમાં પ્રેમી સાથે ભાગીને લગ્ન કર્યા પછી ઘરે પહોંચેલી છોકરીપર પરિવારજનો દ્વારા પંચાયતમાં લગ્ન નહીં કરવા માટે દબાણ કરવામાં આવતું હતું. પરંતુ છોકરી માનવા તૈયાર જ નહતી. ત્યારપછી સોમવારે મોડી રાતે છોકરીના પિતા, માતા અને કાકા-કાકીએ તેનું ગળુ દબાવીને હત્યા કરી દીધી હતી. હત્યા પછી છોકરીના મૃતદેહને સળગાવા માટે જલદીથી સ્મશાન પણ લઈ જવામાં આવી હતી. આ દરમિયાન ગ્રામીણો દ્વારા પોલીસને જાણ કરતા પોલીસે મૃતદેહનો કબજો મેળવી લીધો હતો. મૃતકાના પિતાએ કડક પોલીસ પૂછપરછ દરમિયાન હત્યાનો ગુનો સ્વીકારી લીધો છે. ત્યારપછી પોલીસે મૃતકના પિતા સહિત મા દુલારી દેવી, કાકા સીતારામ સાવ અને કાકી પાર્વતી દેવીની ધરપરડ કરી લીધી છે.

શું છે સમગ્ર ઘટના?


- મદનગુંડી ગામમાં રહેતા મહેન્દ્ર શર્માના દીકરા પ્રદીપ શર્માનું ગામના જ કિશુન સાવની દીકરી સોની કુમારી સાથે અફેર ચાલતુ હતું. તેઓ દસ દિવસ પહેલાં ઘરેથી ભાગી ગયા હતા.
- ભાગી આ કપલ રાજસ્થાન જતા રહ્યા હતા. રાજસ્થાનના મોહન બાબા મંદિરમાં બંનેએ લગ્ન કરી દીધા હતા. પરિવારજનો દ્વારા બંને ભાગી ગયા હતા તેવી માહિતી પોલીસને આપવામાં આવી નહતી.
- 25 માર્ચે કપલ તેમના ગામ પહોંચી ગયું હતું. ત્યાં પૂર્વ સરપંચ ભુનેશ્વર પંડિતે છોકરા-છોકરીને તેમના ઘરે પહોંચાડ્યા હતા. આ મામલે ગામમાં પંચાયત રાખવામાં આવી હતી, આ દરમિયાન સોમવારની રાતે પરિવારજનો દ્વારા છોકરી પર લગ્ન નહી કરવાનું દબાણ કરવામાં આવી રહ્યું હતું.
- પરંતુ જ્યારે છોકરીએ પરિવારજનોની વાત ન માની તો તેની ગળુ દબાવીને હત્યા કરી દેવામાં આવી. હત્યા કર્યા પછી પરિવારજનો મૃતદેહને અગ્નિ સંસ્કાર માટે સ્મશાન લઈ ગયા હતા.

આ રીતે કરી હતી હત્યા


- ઘટના પછી પોલીસે યુવક પ્રદીપ શર્મા અને તેના પિતા મહેન્દ્ર શર્મા સહિત છોકરીના પિતા કિશુન સાવ, માતા દુલારી દેવી, કાકા સીતારામ સાવની પૂછપરછ કરી હતી.
- પોલીસે કડક રીતે પૂછપરછ કરતા છોકરીના પિતાએ હત્યાની વાત સ્વીકારી લીધી હતી.
- પોલીસ પૂછપરછમાં છોકરીના કાકા સીતારામ સાવે જણાવ્યું કે, ભત્રીજીની હત્યા વખતે તેણે તેના પગ પકડ્યા હતા. જ્યારે તેના પિતા અને માતાએ તેનું તકિયાથી મોઢું અને ગળુ દબાવીને તેની હત્યા કરી દીધી હતી.
- મૃતકાએ ધોરણ 10 પાસ કરીને અભ્યાસ છોડી દીધો હતો જ્યારે છોકરાએ બીએમાં એડ્મિશન લઈને અભ્યાસ છોડી દીધો હતો. તે રાજસ્થાનની કોઈ પ્રાઈવેટ કંપનીમાં નોકરી કરતો હતો.

આગળની સ્લાઈડમાં જુઓ, ઘટના સંબંઘિત અન્ય તસવીરો

મૃતકાનો ફાઈલ ફોટો
મૃતકાનો ફાઈલ ફોટો
છોકરીની કાકી પણ હત્યામાં સામેલ
છોકરીની કાકી પણ હત્યામાં સામેલ
મૃતકાની માતા
મૃતકાની માતા
X
છોકરીએ ઘરેથી ભાગીને પ્રેમી સાથે કરી લીધા હતા લગ્નછોકરીએ ઘરેથી ભાગીને પ્રેમી સાથે કરી લીધા હતા લગ્ન
મૃતકાનો ફાઈલ ફોટોમૃતકાનો ફાઈલ ફોટો
છોકરીની કાકી પણ હત્યામાં સામેલછોકરીની કાકી પણ હત્યામાં સામેલ
મૃતકાની માતામૃતકાની માતા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App