1

Divya Bhaskar

Home » National News » Desh » Parents gave strange name has to Show Adhaar card to make ppl believe at MP

માતા-પિતાએ રાખ્યું આવું વિચિત્ર નામ, આધારકાર્ડ બતાવે ત્યારે જ લોકોને થાય છે વિશ્વાસ

Divyabhaskar.com | Last Modified - Apr 02, 2018, 01:00 PM IST

પહેલીવાર નામ સાંભળવા પર કોઇ વિશ્વાસ નથી કરતું અને આ કારણે જ તેઓ પોતાનું આધારકાર્ડ જોડે રાખે છે

  • Parents gave strange name has to Show Adhaar card to make ppl believe at MP
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    મધ્યપ્રદેશસિંહનું આધારકાર્ડ

    ધાર (ઇંદોર): શહેરથી 30 કિલોમીટર દૂર મનાવર સહેસીલના ગામ ભમોરીમાં એક વ્યક્તિ રહે છે, જેમનું નામ છે મધ્યપ્રદેશ સિંહ. તેઓ હાલ ઝાબુઆ પીજી કોલેજમાં વિઝિટિંગ પ્રોફેસર છે અને ભૂગોળ વિષય ભણાવે છે. પહેલીવાર નામ સાંભળવા પર કોઇ વિશ્વાસ નથી કરતું અને આ કારણે જ તેઓ પોતાનું આધારકાર્ડ જોડે રાખે છે. તેઓ આધારકાર્ડ બતાવે ત્યારે જ લોકો માને છે કે તેમનું નામ મધ્યપ્રદેશ છે.

    આ છે નામ રાખવાનું કારણ

    - મધ્યપ્રદેશ સિંહ જણાવે છે કે તેઓ નવ ભાઈ-બહેન છીએ, જેમાં તેઓ સૌથી નાના છે.

    - આગળ જણાવતા તેમણે કહ્યું કે મારા જન્મના સમયે મોટા ભાઈ રાધુસિંહ અમલાવર કિશોરાવસ્થામાં હતા અને તેઓ સ્કૂલ જતા હતા. તેમને ત્યાં ભણાવવામાં આવ્યું કે આપણે મધ્યપ્રદેશમાં રહીએ છીએ.
    - તે સમયે કંઇક અલગ જ નામ રાખવાની જીદ હતી, એટલે તેમણે મારું નામ મધ્યપ્રદેશ સિંહ રાખી દીધું.
    - મધ્યપ્રદેશ સિંહ શ્યોપુર કોલેજમાં પણ વિઝિટિંગ પ્રોફેસર રહી ચૂક્યા છે. નવેમ્બર 2017થી તેઓ ઝાબુઆની પીજી કોલેજમાં ભણાવી રહ્યા છે.
    - એમએ, એમફિલ કરી ચૂકેલા મધ્યપ્રદેશ સિંહે એમપી સેટ પરીક્ષા પાસ કરી. તેઓ હાલ પીએચડી કરી રહ્યા છે. તેઓ જણાવે છે કે નામ સાંભળીને લોકો આશ્ચર્યમાં પડી જાય છે. માનવા માટે તૈયાર જ નથી થતા.

  • Parents gave strange name has to Show Adhaar card to make ppl believe at MP
    આધારકાર્ડ પર લખ્યું છે નામ.
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending