મુંબઈમાં પાલઘરની કેમિકલ ફેકટરીમાં આગઃ 3નાં મોત, 13 ઘાયલ

ગુરૂવારે રાત્રે એક કેમિકલ ફેકટરીમાં આગ લાગી છે. બોયલરમાં થયેલો વિસ્ફોટનો અવાજ 8 KM સુધી સંભળાયો હતો.

Divyabhaskar.com | Updated - Mar 09, 2018, 10:46 AM
પાલઘરના બોયસર ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં સ્થિત રામેડો કેમિકલ્સ નામની કંપનીમાં રાત્રે લગભગ 11 વાગ્યે આગ લાગી
પાલઘરના બોયસર ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં સ્થિત રામેડો કેમિકલ્સ નામની કંપનીમાં રાત્રે લગભગ 11 વાગ્યે આગ લાગી

મુંબઈઃ પાલઘરની કેમિકલ ફેકટરીમાં આગ, 3નાં મોત- 13 ઘાયલ.શહેરની નજીક પાલઘરમાં ગુરૂવારે રાત્રે એક કેમિકલ ફેકટરીમાં આગ લાગી છે. જેમાં 3 લોકનાં મોત નિપજ્યાં છે, જ્યારે 13 લોકો ઘાયલ થયાં છે. ઈજાગ્રસ્તોમાં મોટાભાગે ફેકટરીમાં કામ કરતાં કર્મચારીઓ જ છે. આ ઘટનાને લગભગ 11 કલાકથી વધુનો સમય થઈ ગયો છે

મુંબઈઃ શહેરની નજીક પાલઘરમાં ગુરૂવારે રાત્રે એક કેમિકલ ફેકટરીમાં આગ લાગી છે. જેમાં 3 લોકનાં મોત નિપજ્યાં છે, જ્યારે 13 લોકો ઘાયલ થયાં છે. ઈજાગ્રસ્તોમાં મોટાભાગે ફેકટરીમાં કામ કરતાં કર્મચારીઓ જ છે. આ ઘટનાને લગભગ 11 કલાકથી વધુનો સમય થઈ ગયો છે પરંતુ હજુપણ આગ પર અંકુશ નથી મેળવી શકાયો.

વિસ્ફોટના અવાજથી આસપાસના વિસ્તારમાં થઈ હતી ધ્રુજારી


- પ્રાપ્ત થતી માહિતી મુજબ પાલઘરના બોયસર ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં સ્થિત રામેડો કેમિકલ્સ નામની કંપનીમાં રાત્રે લગભગ 11 વાગ્યે આગ લાગી હતી.
- ફાયરબ્રિગેડે જણાવ્યું કે આગ બોયલરમાં વિસ્ફોટ થવાથી લાગી છે. ધડાકો એટલો જોરદાર હતો કે 8 કિમી સુધીના ગામોમાં ધ્રુજારી અનુભવાઈ હતી.
- પાલઘરના SP મંજૂનાથ સિંહે જણાવ્યું કે, "અમારી ટીમ ફાયર બ્રિગેડની સાથે ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને આગ પર કાબૂ મેળવવાનું કામ ચાલી રહ્યું છે. આગ કંપનીની આસપાસની 6 અન્ય કંપનીઓમાં પણ ફેલાઈ ગઈ છે. રાહત અને બચાવ કામગીરી તેજીથી ચાલી રહ્યું છે."

વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લીક કરો

આગ કંપનીની આસપાસની 6 અન્ય કંપનીઓમાં પણ ફેલાઈ
આગ કંપનીની આસપાસની 6 અન્ય કંપનીઓમાં પણ ફેલાઈ
X
પાલઘરના બોયસર ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં સ્થિત રામેડો કેમિકલ્સ નામની કંપનીમાં રાત્રે લગભગ 11 વાગ્યે આગ લાગીપાલઘરના બોયસર ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં સ્થિત રામેડો કેમિકલ્સ નામની કંપનીમાં રાત્રે લગભગ 11 વાગ્યે આગ લાગી
આગ કંપનીની આસપાસની 6 અન્ય કંપનીઓમાં પણ ફેલાઈઆગ કંપનીની આસપાસની 6 અન્ય કંપનીઓમાં પણ ફેલાઈ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App