ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» Pakistan proposed ceasefire after 2 years of Surgical strike India accepted

  સર્જિકલ સ્ટ્રાઇકના 2 વર્ષ પછી પાકે મૂક્યો શાંતિ પ્રસ્તાવ, ભારતે સ્વીકાર્યો

  divyabhaskar.com | Last Modified - May 30, 2018, 09:44 AM IST

  ભારત અને પાકિસ્તાનની સેના 15 વર્ષ જૂના યુદ્ધ વિરામ (સીઝફાયર) કરારનું સંપૂર્ણપણે પાલન કરવા માટે સંમત થઇ ગઇ છે
  • 2017માં પણ પાકિસ્તાને 860 વાર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું હતું. (ફાઇલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   2017માં પણ પાકિસ્તાને 860 વાર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું હતું. (ફાઇલ)

   નવી દિલ્હી: ભારત અને પાકિસ્તાનની સેના 15 વર્ષ જૂના યુદ્ધ વિરામ (સીઝફાયર) કરારનું સંપૂર્ણપણે પાલન કરવા માટે સંમત થઇ ગઇ છે. મંગળવારે સાંજે 6 વગા બંને દેશોના ડીજીએમઓની વચ્ચે હોટલાઇન પર વાતચીત દરમિયાન પાકિસ્તાને યુદ્ધ વિરામ કરારનો પ્રસ્તાવ રાખ્યો, જેનો ભારતે સ્વીકાર કરી લીધો. 29 સપ્ટેમ્બર, 2016ના રોજ થયેલી સર્જિકલ સ્ટ્રાઇક પછી આ પહેલો પ્રસંગ છે, જ્યારે બંને દેશોની સેના સંઘર્ષ વિરામના પાલન પર સંમત થઇ છે.

   એક દિવસ પહેલા જ સીઝફાયર ઉલ્લંઘન પર સુષમાએ આપ્યું હતું કડકાઇભર્યું નિવેદન

   - વિદેશ મંત્રી સુષમા સ્વરાજે સોમવારે જ પાકિસ્તાન, ડોકલામ, ભારત-ચીન સંબંધ, રોહિંગ્યા અને વિજય માલ્યાના પ્રત્યાર્પણ જેવા મુદ્દાઓ પર મીડિયાના સવાલોના જવાબ આપ્યા હતા. વિદેશ મંત્રીએ પાકિસ્તાન સાથે વિસ્તૃત વાતચીત પર કહ્યું કે જ્યારે સરહદ પર અરથીઓ ઉઠી રહી હોય ત્યારે વાતચીતની વાત સારી નથી લાગતી.

   જમ્મુમાં તમામ સેક્ટરમાં પાકિસ્તાને અઠવાડિયા પહેલા કર્યો હતો એકસાથે ગોળીબાર

   - જમ્મુ વિસ્તારમાં આંતરરાષ્ટ્રીય સરહદ ઉપર પાકિસ્તાન તરફથી ગયા બુધવારે પણ યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવામાં આવ્યું. કઠુઆ, સાંબા અને આરએસપુરાની વસ્તીઓ અને ચોકીઓ પર મોર્ટાર છોડવામાં આવ્યા. તેનાથી 24 કલાકોમાં અહીંયા 7 નાગરિકોના મોત થઇ ગયા અને બીએસએફના 5 જવાનો સહિત 35 લોકો ઘાયલ થયા હતા.

   પાકે આ વર્ષે 908 વાર તોડ્યો યુદ્ધવિરામ

   - પાકિસ્તાન આ વર્ષે અત્યાર સુધી 908 વખત યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરી ચૂક્યો છે. રહેણાંક વિસ્તારો પર ગોળીબારના કારણે ગત દિવસોમાં સરહદ પાસેના વિસ્તારોના એક લાખથી વધુ લોકોને ઘર છોડીને ભાગવું પડ્યું હતું. આ ઘટનાઓમાં સુરક્ષાદળોના 18 જવાનો સહિત 43 લોકોએ જીવ ગુમાવ્યા છે. 2017માં પણ પાકિસ્તાને 860 વખત સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન કર્યું હતું.

  • સુષમા સ્વરાજે સોમવારે કહ્યું હતું કે જ્યારે સરહદ પર અરથીઓ ઉઠી રહી હોય ત્યારે વાતચીતની વાત સારી નથી લાગતી.
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   સુષમા સ્વરાજે સોમવારે કહ્યું હતું કે જ્યારે સરહદ પર અરથીઓ ઉઠી રહી હોય ત્યારે વાતચીતની વાત સારી નથી લાગતી.

   નવી દિલ્હી: ભારત અને પાકિસ્તાનની સેના 15 વર્ષ જૂના યુદ્ધ વિરામ (સીઝફાયર) કરારનું સંપૂર્ણપણે પાલન કરવા માટે સંમત થઇ ગઇ છે. મંગળવારે સાંજે 6 વગા બંને દેશોના ડીજીએમઓની વચ્ચે હોટલાઇન પર વાતચીત દરમિયાન પાકિસ્તાને યુદ્ધ વિરામ કરારનો પ્રસ્તાવ રાખ્યો, જેનો ભારતે સ્વીકાર કરી લીધો. 29 સપ્ટેમ્બર, 2016ના રોજ થયેલી સર્જિકલ સ્ટ્રાઇક પછી આ પહેલો પ્રસંગ છે, જ્યારે બંને દેશોની સેના સંઘર્ષ વિરામના પાલન પર સંમત થઇ છે.

   એક દિવસ પહેલા જ સીઝફાયર ઉલ્લંઘન પર સુષમાએ આપ્યું હતું કડકાઇભર્યું નિવેદન

   - વિદેશ મંત્રી સુષમા સ્વરાજે સોમવારે જ પાકિસ્તાન, ડોકલામ, ભારત-ચીન સંબંધ, રોહિંગ્યા અને વિજય માલ્યાના પ્રત્યાર્પણ જેવા મુદ્દાઓ પર મીડિયાના સવાલોના જવાબ આપ્યા હતા. વિદેશ મંત્રીએ પાકિસ્તાન સાથે વિસ્તૃત વાતચીત પર કહ્યું કે જ્યારે સરહદ પર અરથીઓ ઉઠી રહી હોય ત્યારે વાતચીતની વાત સારી નથી લાગતી.

   જમ્મુમાં તમામ સેક્ટરમાં પાકિસ્તાને અઠવાડિયા પહેલા કર્યો હતો એકસાથે ગોળીબાર

   - જમ્મુ વિસ્તારમાં આંતરરાષ્ટ્રીય સરહદ ઉપર પાકિસ્તાન તરફથી ગયા બુધવારે પણ યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવામાં આવ્યું. કઠુઆ, સાંબા અને આરએસપુરાની વસ્તીઓ અને ચોકીઓ પર મોર્ટાર છોડવામાં આવ્યા. તેનાથી 24 કલાકોમાં અહીંયા 7 નાગરિકોના મોત થઇ ગયા અને બીએસએફના 5 જવાનો સહિત 35 લોકો ઘાયલ થયા હતા.

   પાકે આ વર્ષે 908 વાર તોડ્યો યુદ્ધવિરામ

   - પાકિસ્તાન આ વર્ષે અત્યાર સુધી 908 વખત યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરી ચૂક્યો છે. રહેણાંક વિસ્તારો પર ગોળીબારના કારણે ગત દિવસોમાં સરહદ પાસેના વિસ્તારોના એક લાખથી વધુ લોકોને ઘર છોડીને ભાગવું પડ્યું હતું. આ ઘટનાઓમાં સુરક્ષાદળોના 18 જવાનો સહિત 43 લોકોએ જીવ ગુમાવ્યા છે. 2017માં પણ પાકિસ્તાને 860 વખત સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન કર્યું હતું.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Pakistan proposed ceasefire after 2 years of Surgical strike India accepted
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `