લશ્કર આતંકીઓને આપી રહ્યું છે ડાઈવિંગની ટ્રેનિંગ, સમુદ્રથી હુમલાની આશંકા

Divyabhaskar.com

Oct 12, 2018, 02:42 PM IST
ભારતને આશંકા છે કે લશ્કરના આતંકી કાર્ગો શિપ કે ઓઇલ ટેન્કરને હાઇજેક કરીને ભારતીય કાંઠાઓ પર હુમલો કરી શકે છે
ભારતને આશંકા છે કે લશ્કરના આતંકી કાર્ગો શિપ કે ઓઇલ ટેન્કરને હાઇજેક કરીને ભારતીય કાંઠાઓ પર હુમલો કરી શકે છે

લશ્કર-એ-તૈયબા પોતાના આતંકીઓને સમુદ્રમાં ડાઇવિંગની ટ્રેનિંગ આપી રહ્યું છે. એક મીડિયા રિપોર્ટ મુજબ, એન્ટી- ટેરરિસ્ટ ડિપાર્ટમેન્ટ સાથે સંકળાયેલા અધિકારીએ જણાવ્યું કે લશ્કર અને બીજા આતંકી સંગઠન પોતાની ક્ષમતાઓ વધારવાનો પ્રયાસ કરી રહ્યા છે.

નવી દિલ્હીઃ લશ્કર-એ-તૈયબા પોતાના આતંકીઓને સમુદ્રમાં ડાઇવિંગની ટ્રેનિંગ આપી રહ્યું છે. એક મીડિયા રિપોર્ટ મુજબ, એન્ટી- ટેરરિસ્ટ ડિપાર્ટમેન્ટ સાથે સંકળાયેલા અધિકારીએ જણાવ્યું કે લશ્કર અને બીજા આતંકી સંગઠન પોતાની ક્ષમતાઓ વધારવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેના કારણે સમુદ્રથી હુમલાની આશંકા વધી ગઈ છે. મુંબઈમાં 2008ના હુમલાઓ દરમિયાન પણ 10 પાકિસ્તાની આતંકી સમુદ્રના રસ્તે જ ભારત આવ્યા હતા.

કાર્ગો કે ઓઇલ ટેન્કર હાઇજેક કરવાની આશંકા


- રિપોર્ટ્સ મુજબ, નામ ન જાહેર કરવાની શરતે એક અધિકારીએ કહ્યું કે 7.517 કિલોમીટર લાંબી સમુદ્રી સરહદને રહેવાળી કરતા કોસ્ટ ગાર્ડ અને નેવીને એલર્ટ કરી દેવામાં આવ્યા છે.
- ભારતને આશંકા છે કે લશ્કરના આતંકી કાર્ગો શિપ કે ઓઇલ ટેન્કરને હાઇજેક કરીને ભારતીય કાંઠાઓ પર હુમલો કરી શકે છે કે પછી પાણીની અંદરથી આત્મઘાતી હુમલાને અંજામ આપી શકે છે. એક્સપર્ટ્સ દ્વારા આપવામાં આવી રહેલી ટ્રેનિંગમાં ડાઉન પ્રૂફિંગ પણ સામેલ છે, જેમાં તરનારના હાથ અને પગ બાંધેલા રાખે છે. માત્ર છાતીના સહારે તે પાણીમાં તરી શકે છે.

જૂન મહિનાથી સ્વિમિંગ અને ડીપ ડાઇવિંગને અપાય છે ટ્રેનિંગ


- અધિકારીએ જણાવ્યું કે, લશ્કર, જૈશ અને બીજા આતંકી સંગઠનોએ ભારતને નિશાન બનાવવા માટે આતંકીઓનો ટ્રેનિંગ પ્રોગ્રામ શરૂ કર્યો છે. જેમાં તરવું અને ડાઇવિંગ પણ સામેલ છે.
- નેવી અને કોર્ટગાર્ડને મળેલા ઇનપુટ મુજબ, લશ્કરના ફ્રંટ વિંગ ફલાહ-એ-ઇન્સાનિયત ફાઉન્ડેશન, અલ દાવા વોટર રેસ્ક્યૂ, લાઇફ લાઇન વોટર રેસ્ક્યૂ અને રેસ્ક્યૂ મળી ફાઉન્ડેશનના પૂલમાં ડીપ ડાઇવિંગ અને સ્વિમિંગની ટ્રેનિંગ આપી રહ્યા છે. આ ટ્રેનિંગ શેખપુરા, લાહોર અને ફૈસલાબાદમાં જૂન મહિનાથી આપવામાં આવી રહી છે.

26/11 હુમલાના આરોપી હેડલીએ પણ કર્યો હતો ટ્રેનિંગનો ખુલાસો


- સમુદ્ર દ્વારા આતંકી સંગઠનોના હુમલાની મહેચ્છા કંઈ નવી નથી. 26/11 મુંબઈ હુમલાના આરોપી ડેવિડ કોલમેન હેડલીએ પણ એનઆઈએ સાથેની પૂછપરછ દરમિયાન ખુલાસો કર્યો હતો કે યાકૂબ નામનો વ્યક્તિ લશ્કરના મરીન વિંગનો હેડ છે.
- હેડલીએ એમ પણ કહ્યું હતું કે મુંબઈ હુમલામાં સામેલ 10 આતંકીઓને પાકિસ્તાન નેવના ડી પસી ડાઇવર કે ડાઇવર્સે ટ્રેનિંગ આપી હતી. 26 નવેમ્બર 2008ના રોજ મુંબઈમાં સમુદ્ર માર્ગે આતંકવાદી પ્રવેશ્યા હતા. આ હુમલામાં 164 લોકોના જીવ ગયા હતા અને 304 લોકો ઘાયલ થયા હતા.

X
ભારતને આશંકા છે કે લશ્કરના આતંકી કાર્ગો શિપ કે ઓઇલ ટેન્કરને હાઇજેક કરીને ભારતીય કાંઠાઓ પર હુમલો કરી શકે છેભારતને આશંકા છે કે લશ્કરના આતંકી કાર્ગો શિપ કે ઓઇલ ટેન્કરને હાઇજેક કરીને ભારતીય કાંઠાઓ પર હુમલો કરી શકે છે
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી