પાક. નિર્દોષોને નિશાન બનાવી હદ પાર કરે છે, અમે 600 લોકોને સુરક્ષિત કાઢ્યાં: આર્મી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

શ્રીનગરઃ કાશ્મીરના ઉરી સેકટરમાં એક સપ્તાહ પહેલાં પાકિસ્તાન ફાયરિંગ કરી ગ્રામવાસીઓને નિશાન બનાવી રહ્યાં છે. ભારતીય સેનાએ પણ તેનો જડબાતોડ જવાબ આપ્યો છે. રવિવારે બ્રિગેડિયર વાઈએસ અહલાવતે કહ્યું કે પાકિસ્તાને કાયરતાની હદ પાર કરી દીધી છે. તેઓ નિર્દોષ લોકોના ઘરો પર સતત મોર્ટાર વડે હુમલો કરે છે. તેમની સુરક્ષાને ધ્યાનમાં રાખીને LoC સાથે જોડાયેલાં ગામોને ખાલી કરાવવામાં આવી રહ્યાં છે. તેઓને ઉરીના સરકારી સ્કૂલોમાં રાખવામાં આવ્યા છે. પાકિસ્તાની તરફથી સીઝફાયર વાયોલેશનને કારણે 10 માસની અંદર રાજૌરીમાં 6 સામાન્ય લોકોના મોત નિપજ્યાં છે, જ્યારે 13 ઘાયલ થઈ ચૂક્યાં છે.

 

આર્મી પોસ્ટની સાથે ગામોમાં પણ ફાયરિંગ


- ન્યૂઝ એજન્સી મુજબ, બ્રિગેડિયર અહલાવતે જણાવ્યું કે, "પાકિસ્તાન 19 ફેબ્રુઆરીથી સતત LoCથી જોડાયેલાં બારામૂલાના ઉરી સેકટર અને રાજૌરી જિલ્લાના અનેક વિસ્તારોને નિશાન બનાવે છે. ઉરી સેકટરમાં સેનાએ 500 લોકોને ગામોમાંથી કાઢીને સ્કૂલમાં આશરો આપ્યો છે."
- પાકિસ્તાન રેન્જર્સે કાયરતાની તમામ હદ પાર કરતાં સેનાની પોસ્ટ ઉપરાંત સામાન્ય નાગરિકો પર મોર્ટાર વડે હુમલો કરે છે. જેમાં તેમના ઘરોને નુકસાન થાય છે. ભારતીય સેના પણ તેનો જવાબ આપી રહી છે. સાથે જ આર્મી લોકોની તમામ બુનિયાદી જરૂરિયાતો પૂરી કરી રહી છે. 

 

રાજૌરીમાં 6 લોકો પાકિસ્તાન ફાયરિંગનો શિકાર બન્યાં

 

- પાકિસ્તાની ફાયરિંગમાં રાજૌરીમાં છેલ્લાં 10 માસમાં 6 લોકોના મોત થયાં છે, જ્યારે કે 13 લોકો ઘાયલ થયાં છે.
- રાજૌરીના ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કમિશ્નર શાહિદ ઈકબાલ ચૌધરીના જણાવ્યા મુજબ, "સીઝફાયર વાયલેશનમાં અત્યારસુધીમાં 169 ઘર અને 12 સ્કૂલ બરબાદ થઈ ગયાં છે. 4600 લોકો ગામ છોડી ચૂક્યાં છે જ્યારે કે વિસ્તારમાં 80 સ્કૂલો બંધ છે."

 

સંબંધિત સ્ટોરીના વધુ ફોટા જોવા આગળની સ્લાઈડ પર ક્લીક કરો

અન્ય સમાચારો પણ છે...