ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» Pak supporters 2 Kashmiri students arrested from Punjab they hacked 500 Indian wesites

  પંજાબઃ પાક. સમર્થક 2 કાશ્મીરી વિદ્યાર્થી અરેસ્ટ, 500 વેબસાઇટ કરી હેક

  divyabhaskar.com | Last Modified - Apr 28, 2018, 09:51 AM IST

  દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે શુક્રવારે બે કાશ્મીરી હેકર્સની પંજાબથી ધરપકડ કરી છે
  • કુલગામનો આદિલ હુસૈન તેલી જલંધરની સેંટ સોલ્જર કોલેજથી બીસીએ કરી રહ્યો છે. (ફાઇલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   કુલગામનો આદિલ હુસૈન તેલી જલંધરની સેંટ સોલ્જર કોલેજથી બીસીએ કરી રહ્યો છે. (ફાઇલ)

   નવી દિલ્હી: દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે શુક્રવારે બે કાશ્મીપી હેકર્સની પંજાબથી ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે, આરોપીઓ પાકિસ્તાની હેકર્સની મદદથી આશરે 500 ભારતીય વેબસાઇટ્સ હેક કરી ચૂક્યા છે. શાહિદ મલ્લા અને આદિલ હુસૈન બીટેક અને બીસીએના વિદ્યાર્થીઓ છે. તેમની પાસે લેપટોપ, મોબાઈલ, સિમ કાર્ડ અને અન્ય મેમરી ડિવાઇસ જપ્ત કર્યા છે.

   સોશિયલ મીડિયા પર લોકોને ઉશ્કેરી રહ્યા હતા

   - પોલીસે જણાવ્યું, "તપાસમાં જાણ થઇ છે કે બંને પાકિસ્તાનના સમર્થકો છે અને તે ઓ દેશ વિરુદ્ધ ઉશ્કેરણીજનક હરકતો કરી રહ્યા હતા. બંનેએ સ્વીકાર્યું છે કે તેઓ 2014થી સક્રિય હતા. આરોપીઓ કહે છે કે અમે હિંદુસ્તાની નથી. અમારું વતન પાકિસ્તાન છે."

   - "આરોપી યુવકો કાશ્મીરને મુક્ત કરવાના અભિયાનમાં સોશિયલ મીડિયા દ્વારા મદદ કરી રહ્યા હતા. વેબસાઇટ હેક કર્યા બાદ તેઓ 'ફ્રી કાશ્મીર, પાકિસ્તાન ઝિંદાબાદ'ના મેસેજ પણ નાખતા હતા. ગયા વર્ષે એપ્રિલ-મેમાં ઇન્ટરનેટ પર રોકને અસર રહિત કરવા માટે આરોપીઓએ સ્થાનિક યુવકોને વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક (વીપીએન)ની જાણકારી આપી હતી. તેનાથી એકબીજાને મેસેજ વગેરે પણ મોકલી શકાય છે."

   આઇએસઆઇ સાથે હોઇ શકે છે કનેક્શન

   - પોલીસના જણાવ્યા પ્રમાણે, બંને આરોપી હેકિંગ ગ્રુપ ટીમ હેકર્સ થર્ડ આઇનો હિસ્સો હતા, જે એન્ટિ નેશનલ એક્ટિવિટીમાં સામેલ હોવાનું જાણમાં આવ્યું છે. કાશ્મીરી યુવકોને ભટકાવવામાં પણ આ લોકો સામેલ છે. પોલીસે તેમના આઇએસઆઇ કનેક્શનને ચેક કરી રહી છે.

   - બંનેની પૂછપરછ કરવામાં આવી રહી છે, કે આખરે વેબસાઇટ હેક કર્યા પછી શું કર્યું હતું. બેંકની સાઇટ હેક કરવાનો હેતુ શું હતો? તેમની લિંક કયા લોકો સાથે છે? એટલું જ નહીં, કાશ્મીરમાં ઇન્ટરનેટ બંધ હોવા પર આ લોકો પોતાના નેટવર્ક દ્વારા ફોનને એક્ટિવેટ કરી દેતા હતા.

   લેપટોપ મોબાઈલ ચેક કરવામાં લાગી ક્રાઇમ બ્રાંચ

   - ક્રાઇમ બ્રાંચ મળી આવેલા મોબાઈલ અને લેપટોપની તપાસ કરી રહી છે. શંકા છે કે આરોપી લેપટોપનો ડેટા ડીલીટ કરી નાખતા હતા, એટલે લેપટોપની ફોરેન્સિક તપાસ કરાવવામાં આવી રહી છે. લેપટોપની હાર્ડડિસ્કને ચેક કરવામાં આવી રહી છે. બંનેના મોબાઈલની કોલ ડિટેઇલ્સની પણ તપાસ થઇ રહી છે.

   બંને પંજાબમાં રહેતા હતા

   - શુક્રવારે વહેલી સવારે લગભગ 3 વાગે મૂળે જમ્મુ-કાશ્મીરના બારામુલામાં રહેતા શાહિદ મલ્લાની પંજાબના તેના શીતલ કોરોની રાજપુરામાં ભાડાના મકાનમાંથી ધરપકડ કરવામાં આવી હતી. તે રાજપુરાના જ આર્યન ગ્રુપ ઑફ કોલેજમાં બીસીએ સેકન્ડ યરનો સ્ટુડન્ટ છે.

   - જ્યારે બીજો કુલગામનો આદિલ હુસૈન તેલી જલંધરની સેંટ સોલ્જર કોલેજમાં બીસીએના ફાઇનલ યરમાં ભણી રહ્યો છે. તે પણ જમ્મુ-કાશ્મીરનો રહેવાસી છે જે જલંધરની બસ્તી બાવા ખેલ એરિયામાં પીજીમાં રહે છે.

   એનજીટી અને દિલ્હીના બિઝનેસમેનની વેબસાઇટ હેક કરીને આવ્યા ટાર્ગેટ પર

   - સાઇબર ક્રાઇમ સેલની પાસે બે કેસ આવ્યા હતા. આ લોકોએ એનજીટી અને દિલ્હીના એક બિઝનેસમેનની વેબસાઇટ હેક કરી હતી. બંને કેસ ટીમ પાસે આવ્યા હતા. લગભગ 4 મહિનાથી ટીમ હેકર્સની પાછળ લાગેલી હતી. ફોરેન્સિક તપાસ દરમિયાન ક્લુ મળ્યા હતા કે હેકર્સ પંજાબમાં બેઠા છે.

   સંબંધિત તસવીર જોવા આગળની સ્લાઇડ ક્લિક કરો

  • ધરપકડ કરાયેલ શાહિદ મલ્લા જમ્મુ કાશ્મીરના બારામુલાનો રહેવાસી છે. (ફાઇલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   ધરપકડ કરાયેલ શાહિદ મલ્લા જમ્મુ કાશ્મીરના બારામુલાનો રહેવાસી છે. (ફાઇલ)

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Pak supporters 2 Kashmiri students arrested from Punjab they hacked 500 Indian wesites
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top