ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» નગરોટાના આર્મી કેમ્પ પર હુમલો, 7 જવાન શહીદ| Nagrota Army camp attack, 7 Jawans martyrs

  નગરોટા આર્મી કેમ્પ હુમલો: PAKમાં જૈશ સાથે સંપર્કમાં હતા આંતકીઓ, થયા'તા 7 જવાન શહીદ

  divyabhaskar.com | Last Modified - Jun 07, 2018, 04:14 PM IST

  જમ્મુ-કાશ્મીરના નાગરોટા આર્મી કેમ્પ પર 29 નવેમ્બર 2016માં આતંકી હુમલો થયો હતો
  • એનઆઈએએ કાશ્મીરમાંથી આશિક બાબા, તારિક અહમદ ડાર અને મુનીર-ઉલ-હસનની ધરપકડ કરી લીધી
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   એનઆઈએએ કાશ્મીરમાંથી આશિક બાબા, તારિક અહમદ ડાર અને મુનીર-ઉલ-હસનની ધરપકડ કરી લીધી

   શ્રીનગર: નગરોટા આર્મી કેમ્પ પર 2016માં થયેલા હુમલામાં પાકિસ્તાનના આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદનો હાથ હતો. રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)એ આ હુમલાના આરોપમાં 3 આતંકીઓની ધરપકડ કરી છે. આ આંતકીઓએ ખુલાસો કર્યો છે કે, હુમલા વખતે તેઓ સતત પાકિસ્તાનના આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના કમાન્ડર્સના સંપર્કમાં હતા. નોંધનીય છે કે, નગરોટા આર્મી કેમ્પમાં થયેલા હુમલામાં 2 મેજર સહીત 7 જવાન શહીદ થયા હતા.

   NIAએ ત્રણ આતંકીઓની કરી ધરપકડ

   - એનઆઈએએ કાશ્મીરમાંથી આશિક બાબા, તારિક અહમદ ડાર અને મુનીર-ઉલ-હસનની ધરપકડ કરી લીધી છે. આ આતંકીઓએ ખુલાસો કર્યો છે કે, હુમલા દરમિયાન જૈશ-એ-મોહમ્મદના કમાન્ડર્સ તેમને આદેશ આપી રહ્યા હતા.

   અફઝલનો બદલો લેવા માટે કર્યો હતો હુમલો

   - નગરોટા આર્મી કેમ્પ પર આતંકી હુમલા પછી તપાસ કરી રહેલી ટીમને અમુક ચિઠ્ઠીઓ મળી હતી. તેમાં ઉર્દુમાં લખ્યું હતું કે, અફઝલ ગુરુને મારવાના બદલામાં આ પહેલી ઘટના.
   - સુરક્ષા એજન્સીના જણાવ્યા પ્રમાણે, સર્ચ દરમિયાન મળેલા સામાન પર મેડ ઈન ઈન્ડિયા લખેલુ હતું. આ હુમલામાં સ્થાનિક આતંકીઓને સામેલ કરવામાં આવ્યા હતા. આ હુમલાનું કાવતરું માત્ર 6 દિવસમાં તૈયાર કરવામાં આવ્યું હતું.
   - નોંધનીય છે કે, 2001માં થયેલા સંસદીય હુમલાના દોષિત અફઝલ ગુરુને 9 ફેબ્રુઆરી 2013માં ફાંસી આપવામાં આવી હતી.

   ક્યારે કેવી રીતે ઘૂસ્યા હતા આતંકીઓ, કેવી રીતે કર્યો હતો હુમલો?

   - 29 નવેમ્બર 2016ના રોજ સવારે 5.30 વાગે આર્મી કેમ્પના મેઈન ગેટ પર ગ્રેનેડ ફેંકવામાં આવ્યા હતા અને ત્યારપછી આતંકીઓ કેમ્પમાં ઘુસી ગયા હતા. આતંકીઓએ ઓફિસર્સ મેસમાં ઘુસવાનો પ્રયત્ન કર્યો હતો. 3-4 કલાક ચાલેલી ફાયરિંગમાં 2 મેજર સહિત 7 જવાન શહીદ થયા હતા. આતંકીઓએ જવાનોના પરિવારજનોને બંધક બનાવી લીધા હતા. જોકે સુરક્ષાબળોએ તેમને જલદીથી છોડાવી દીધા હતા.
   - હુમલા પછી કરવામાં આવેલી કાર્યવાહીમાં સુરક્ષાબળોએ 3 આતંકીઓને મારી નાખ્યા હતા.

   આગળની સ્લાઈડમાં જુઓ અન્ય તસવીર

  • આ હુમાલમાં સેનાએ 3 આતંકીને ત્યારે જ ઠાર કરી દીધા હતા
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   આ હુમાલમાં સેનાએ 3 આતંકીને ત્યારે જ ઠાર કરી દીધા હતા

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: નગરોટાના આર્મી કેમ્પ પર હુમલો, 7 જવાન શહીદ| Nagrota Army camp attack, 7 Jawans martyrs
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `