Home » National News » Latest News » National » રાજનાથની કાશ્મીર મુલાકાત સમયે જ LoC પર ફાયરિંગ| Pak Attack On Patrol Party In Keran Sector Of J&K

બાળકોથી ભૂલ થાય, તેથી પથ્થરબાજો સામેના કેસ પાછા લીધાઃ ગૃહ મંત્રી

Divyabhaskar.com | Updated - Jun 07, 2018, 07:28 PM

રાજનાથની કાશ્મીર મુલાકાત સમયે જ LoC પર ફાયરિંગ, 2 જવાન ઘાયલ

 • રાજનાથની કાશ્મીર મુલાકાત સમયે જ LoC પર ફાયરિંગ| Pak Attack On Patrol Party In Keran Sector Of J&K
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  ગૃહ મંત્રીએ કહ્યું કે યુવાઓને અપીલ કરવાન માંગું છું કે તેઓ વિકાસનો માર્ગ અપનાવે.

  શ્રીનગર. ગૃહ મંત્રી રાજનાથ સિંહ ગુરુવારે બે દિવસના પ્રવાસે કાશ્મીર પહોંચ્યા. ત્યાં તેઓએ પથ્થરબાજો પર લગાવેલા કેસ પરત લેનારા સરકારના નિર્ણયનો બચાવ કર્યો. તેઓએ કહ્યું કે જમ્મુ-કાશ્મીરના બાળકોમાં ઘણી પ્રતિભા છે. બાળકો ભૂલો કરી શકે છે, તેથી મોદી સરકારે ગેરમાર્ગે દોરાયેલા યુવાઓ પર લાગેલા કેસ પરત લેવાનો નિર્ણય લીધો. ઉલ્લેખેનીય છે કે, સરકારે ગયા વર્ષે પહેલીવાર પથ્થરબાજીમાં સામેલ 6000થી વધુ યુવાઓ પર કેસ પરત લઈ લીધા હતા.

  સરકારને યુવાઓની ચિંતા


  - શેર-એ-કાશ્મીર સ્ટેડિયમમાં રાજનાથ સિંહે કહ્યું કે કાશ્મીરના યુવા દેશના પણ બાળકો છે. સરકારને તેમની ચિંતા છે.
  - તેઓએ કહ્યું કે, દરેક જગ્યાએ યુવા એક જેવા છે, અમે જાણીએ છીએ કે તેમને સુરક્ષાદળો પર પથ્થરબાજી કરવા માટે ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે. હું તેમને અપીલ કરું છું કે તેઓ વિકાસનો માર્ગ અપનાવે. તેમને વિનાશના રસ્તે ન જવું જોઈએ.

  યુવાઓના ભવિષ્ય સાથે ન રમે અલગતાવાદી


  - રાજનાથ સિંહે કહ્યું કે, અલગતાવાદી નેતા કોઈ પણ રીતે રાજકારણ કરે પરંતુ તેઓ યુવાઓના ભવિષ્યની સાથે ન રમવું જોઈએ. યુવા દેશની સંપત્તિ છે. તેને જોતા સરકારે પહેલીવાર પથ્થરબાજીમાં સામેલ યુવાઓ ઉપર કેસ પરત લેવાનો નિર્ણય કર્યો છે. બાળકોને સારું શિક્ષણ આપો, તેમને હાથમાં પથ્થર ન આવવા દો. અહીંના યુવાઓ પ્રતિભા સંપન્ન છે.

  રાજનાથની મુલાકાત પહેલા જ આતંકીઓનો હુમલો

  - જમ્મુ-કાશ્મીરના કેરન સેક્ટરમાં લાઈન ઓફ કંટ્રોલ (એલઓસી) પાસે આતંકીઓએ પેટ્રોલિંગ પાર્ટી પર હુમલો કરી દીધો હતો જેમાં 2 જવાન ઘાયલ થઈ ગયા છે.

  - ભારતીય સેના પણ આતંકીઓ દ્વારા કરવામાં આવેલા ગોળીબારનો જવાબ આપી રહ્યા છે.

  - નોંધનીય છે કે, આજે જ ગૃહમંત્રી રાજનાથ સિંહ જમ્મુ-કાશ્મીરની બે દિવસની મુલાકાતે છે અને તે સમયે પણ આતંકીઓ દ્વારા સીમા પર ફાયરિંગ કરવામાં આવી રહ્યું છે.

  - ગયા વર્ષે જૂનમાં પાકિસ્ચાનની બોર્ડર એક્શન ટીમ (BAT)એ કાશ્મીરની પૂંછ સીમાથી 600 મીટર અંદર ઘુસીને આર્મીની પેટ્રોલિંગ પાર્ટી પર હુમલો કર્યો હતો. હુમલામાં 2 જવાન શહીદ થયા હતા. આર્મીએ જવાબી કાર્યવાહીમાં બેટના એક આતંકીને મારી નાખ્યો હતો.
  - ત્યારે એક ઓફિસરે જણાવ્યું હતું કે, 22 જૂને બેટના એક ઘુસણખોરને મારી દેવામાં આવ્યો છે. તેની બોડિ લોકલ પોલીસને આપી દેવામાં આવી છે. અમને વિશ્વાસ છે કે, અમે અન્ય એક આતંકીને પણ મારી નાખ્યો હતો પરંતુ તેની બોડિ અન્ય આતંકીઓ લઈ ગયા હતા.
  - મારવામાં આવેલા આતંકીઓ પાસેથી આર્મ્સ, ગોળા-બારુદ અને યુદ્ધમાં ઉપયોગમાં લેવાતો સામાન જેવોકે ચપ્પુ, માથા પર બાંધવામાં આવતો કેમેરા. એખ એકે-47 રાઈફલ, 3 મેગઝીન અને 2 ગ્રેનેડ મળ્યા હતા. તે સિવાય એક બેગમાંથી આર્મીનો યુનિફોર્મ પણ મળી આવ્યો હતો. આ બધા સામાનથી પાકિસ્તાનના ગંદા ઉદ્દેશનો અંદાજો આવી જાય છે.

  BATએ ગયા વર્ષે કર્યા હતા ત્રણ હુમલા


  - પાકિસ્તાનના બેટ આતંકીઓએ ગયા વર્ષે ત્રણ હુમલા કર્યા હતા. 23 જૂને એલઓસી પાર કરીને 600 મીટર સુધી અંદર ઘુસી આવ્યા હતા.
  - ઓફિસરે જણાવ્યું કે, ગોળીબાર દરમિયાન34 વર્ષના નાયક સંદીપ જાધવ (ઔરંગાબાદ) અને 24 વર્ષના માનેસાવન બાલ્કુ શહીદ થયા હતા.
  - 1 મે, 2017ના રોજ પણ બેટ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. તેમાં તેઓ 2 શહીદોના માથા વાઢીને લઈ ગયા હતા.
  - ફેબ્રુઆરી 2017માં પણ બેટ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. જોકે તેમાં કોઈ જાનહાની નહતી થઈ.

  આગળની સ્લાઈડમાં જુઓ અન્ય સંબંધિત તસવીરો

 • રાજનાથની કાશ્મીર મુલાકાત સમયે જ LoC પર ફાયરિંગ| Pak Attack On Patrol Party In Keran Sector Of J&K
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  ગૃહમંત્રી રાજનાથ સિંહ બે દિવસની જમ્મુ-કાશ્મીર મુલાકાતે
 • રાજનાથની કાશ્મીર મુલાકાત સમયે જ LoC પર ફાયરિંગ| Pak Attack On Patrol Party In Keran Sector Of J&K
  અમરનાથ યાત્રા દરમિયાન સિક્યુરિચી વિશે સીએમ મહેબૂબા સાથે કરશે ચર્ચા
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ