વિવાદ / પ્રણવ દાને સંઘના કાર્યક્રમમાં હાજર રહેવાનું ઈનામ- આઝમ ખાન

Azam khan said - pranav mukherjee got Bharat Ratna reward for the Sangh's invitation

  • સપા નેતા આઝમ ખાનનો પ્રહાર- ભાજપ બંગાળમાં ચોક્કસથી પગ પેસારો કરે પરંતુ ધ્યાન રાખે કે નીચે એસિડ ન હોય
  • AIMIM પ્રમુખ ઔવેસીએ કહ્યું કે, આંબેડકરને મજબૂરીમાં ભારત રત્ન આપવામાં આવ્યો હતો

divyabhaskar.com

Jan 28, 2019, 12:10 PM IST

લખનઉ: સપા નેતા આઝમ ખાને પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીને ભારત રત્ન આપવા સામે સવાલો ઉઠાવ્યાં છે. આઝમ ખાને કહ્યું કે, તેમાં કોઈ રાજકારણ નથી. પ્રણવ દાએ સંઘનું આમંત્રણ સ્વીકાર્યું હતું અને એક કાર્યક્રમમાં હેડ ક્વાર્ટર ગયા હતા. આ તેનું જ ઈનામ છે. બીજી બાજુ AIMIM પ્રમુખ અસદુદ્દીન ઔવેસીએ પૂછ્યું છે કે, ભારત રત્ન જેટલા લોકોને આપવામાં આવ્યા છે તેમાં કેટલા દલિતો, આદિવાસીઓ, મુસલમાનો, ગરીબો, સામાન્ય વર્ગ અને બ્રાહ્મણો છે?

કેન્દ્ર સરકારે ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વિચારક નાનાજી દેશમુખ અને ગાયક ભૂપેન હજારિકાને ભારત રત્ન આપવાની જાહેરાત કરી છે. નાનાજી દેશમુખ અને ભૂપેન હજારિતાને મરણોપરાંત આ સર્વોચ્ચ નાગરિક સન્માન મળશે.

ડો. મુખરજીને ભારત રત્ન કેમ મળ્યો તે તેમને પણ નથી ખબર- આઝમ ખાન


આઝમ ખાને કહ્યું કે, ડૉ. પ્રણવ મુખરજીને જ્યારે ભારત રત્ન આપવાની જાણ થઈ ત્યારે તેમણે જાતે જ કહ્યું હતું કે, મને નથી ખબર હું તેને લાયક છું કે નહીં. કદાચ તેમને પણ ખબર નથી કે ભાજપ સરકાર તેમને ભારત રત્ન કેમ આપી રહી છે. આઝમ ખાને ભાજપના બંગાળ રાજકારણમાં પ્રવેશ કરવાના પ્રયત્ન વિશે કહ્યું કે, ભાજપ પગ પેસારો ચોક્કસ કરે પરંતુ ધ્યાન રાખે કે નીચે એસિડ ન હોય.

ઔવેસીએ કહ્યું- આંબેડકરને મજબૂરીમાં ભારત રત્ન આપવામાં આવ્યો


રવિવારે મુંબઈ થાણેની એક સભામાં ઔવેસીએ કહ્યું કે, બાબા સાહેબને ભારત રત્ન આપવામાં આવ્યો હતો પરંતુ તે દિલથી નહીં મજબૂરીમાં. તેમણે આગળ કહ્યું કે, કોંગ્રેસે અમારી પેઢીને બરબાદ કરી દીધી. અમારા પર મુસ્લિમ રાજકારણ કરવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. અને રાહુલ ગાંધી કહે કે, કોંગ્રેસ હિન્દુઓની પાર્ટી છે ત્યારે કોઈ તેમને કશું નથી કહેતી.

આ પહેલાં ઔવેસીએ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને ભારત રત્ન સન્માન આપવા વિશે પણ સવાલ ઉભા કર્યા હતા. તેમણે લાલકૃષ્ણ અડવાણીને પદ્મ વિભૂષણ આપવાનો પણ વિરોધ કર્યો હતો.

પ્રણવ દા'એ નાણા, રક્ષા અને વિદેશ જેવા ત્રણેય મહત્વના ખાતા સંભાળ્યા છે


પ્રણવ દાનો જન્મ 11 ડિસેમ્બર 1935ના પશ્ચિમ બંગાળના મિરાતીમાં થયો હતો. 1969માં તે સમયના વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ તેમને રાજ્યસભાની ટીકીટ આપી હતી. ત્યારપછી 1982માં તેમને કેન્દ્રીય નાણા પ્રધાન બનાવવામાં આવ્યા હતા. 1984માં રાજીવ ગાંધી સાથે મતભેદો પછી તેમને રાષ્ટ્રીય સમાજવાદી કોંગ્રેસ પાર્ટીનું ગઠન કર્યું હતું. જોકે 1989માં આ પાર્ટી કોંગ્રેસમાં સામેલ થઈ ગઈ હતી. ત્યારપછી પીવી નરસિમ્હા રાવની સરકારમાં તેમને 1991માં યોજના આયોગના પ્રમુખ અને 1995માં વિદેશ મંત્રીનો કાર્યભાર સોંપવામાં આવ્યો હતો.

સંઘના કાર્યક્રમ પર જવાથી થયો હતો વિવાદ


2004માં યુપીએ સરકારમાં પ્રણવ દા પહેલીવાર લોકસભા ચૂંટણી જીત્યા હતા. 2004થી 2006 સુધીમાં તેમણે રક્ષામંત્રાલયની જવાબદારી સંભાળી હતી. 2006-09 સુધી વિદેશ મંત્રાલય અને 2009-12 સુધીમાં તેમણે નાણાવિભાગની જવાબદારી સંભાળી હતી. પ્રણવ દા 2012થી 2017 સુધી રાષ્ટ્રપતિ બન્યા હતા. રાષ્ટ્રપતિ બનતાં પહેલાં અંદાજે પાંચ દશકા સુધી તેઓ કોંગ્રેસમાં રહ્યા હતા. ગયા વર્ષે નાગપુરમાં આરએસએસ હેડક્વાર્ટરમાં થયેલા કાર્યક્રમમાં તેઓ સામેલ થયા હતા. તે વિશે ઘણો વિવાદ પણ થયો હતો.

X
Azam khan said - pranav mukherjee got Bharat Ratna reward for the Sangh's invitation
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી