ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» P Chidambaram strikes on central Govt for high prices of petrol diesel

  મોંઘા પેટ્રોલ-ડીઝલથી લોકો ગુસ્સે, સરકાર તેને GSTમાં લાવે: ચિદમ્બરમ

  divyabhaskar.com | Last Modified - Jun 11, 2018, 01:31 PM IST

  પૂર્વ નાણામંત્રી અને કોંગ્રેસ નેતા પી. ચિદમ્બરમે અર્થવ્યવસ્થાના મુદ્દે કેન્દ્ર સરકાર પર સોમવારે હુમલો કર્યો
  • ચિદમ્બરમે કહ્યું કે મોટાભાગના રાજ્યોમાં બીજેપીની સરકાર છે, તો કેન્દ્ર સરકાર રાજ્યોને દોષ કેમ આપી રહી છે? (ફાઇલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   ચિદમ્બરમે કહ્યું કે મોટાભાગના રાજ્યોમાં બીજેપીની સરકાર છે, તો કેન્દ્ર સરકાર રાજ્યોને દોષ કેમ આપી રહી છે? (ફાઇલ)

   નવી દિલ્હી: પૂર્વ નાણામંત્રી અને કોંગ્રેસ નેતા પી. ચિદમ્બરમે અર્થવ્યવસ્થાના મુદ્દે કેન્દ્ર સરકાર પર સોમવારે હુમલો કર્યો. ચિદમ્બરમે કહ્યું કે મોંઘા પેટ્રોલ, ડીઝલને લઇને દેશભરમાં ગુસ્સાનો માહોલ છે. આગામી સમયમાં મોંઘવારીનો દર વધવાની આશંકા પણ છે, જેનાથી જનતા પર બોજો વધશે. બીજી બાજુ, મોદી સરકારની ખરાબ વિદેશ નીતિઓના કારણે બીજા દેશો સાથેના વેપારી સંબંધો પર અસર પડી છે.

   ચિદમ્બરમે કહ્યું- મોંઘા પેટ્રોલ-ડીઝલનું કોઇ કારણ નથી

   - પૂર્વ નાણામંત્રી અને કોંગ્રેસ નેતા પી. ચિદમ્બરમનું કહેવું છે કે, પેટ્રોલ, ડીઝલ અને એલપીજીના ભાવ જાણીજોઇને ફિક્સ કરવાથી દેશભરમાં ગુસ્સો છે. મે-જૂન 2014ની તુલનામાં આજે ભાવ વધારે કેમ છે, તેનું કોઇ કારણ નથી. સરકાર જનતાનું શોષણ કરી રહી છે.

   કેન્દ્ર સરકાર પેટ્રોલ-ડીઝલને જીએસટી હેઠળ લઇ આવે

   - ચિદમ્બરમે કહ્યું કે પેટ્રોલ-ડીઝલને જીએસટી હેઠળ લાવવાથી ભાવ ઓછા થશે. મોટાભાગના રાજ્યોમાં જ્યારે બીજેપીની સરકાર છે તો પછી રાજ્યોને દોષ કેમ આપવામાં આવી રહ્યો છે? બીજેપી બહુમતમાં છે, સરકારે તેના પર નિર્ણય લેવો જોઇએ.

   મોંઘવારી વધશે, જનતાને માર પડશે

   - પૂર્વ નાણામંત્રીએ કહ્યું કે મોંઘવારી વધી રહી છે, મોંઘવારીના દરનું અનુમાન પણ ઊંચું છે. કેટલાક દિવસ પહેલા રેપો રેટમાં વધારો તેનો પૂરતો પુરાવો છે. વ્યાજદરો વધારીને ગ્રાહકો અને વેપારીઓ પર બોજ નાખવામાં આવશે.

   ખેડૂતોની હાલત ખરાબ

   - ચિદમ્બરમે કહ્યું કે ખેડૂતોનો ગુસ્સો હવે રસ્તા પર આવી ગયો છે. કૃષિ ઉત્પાદકોનો ઓછા ભાવ અને મજૂરી ન વધવી એનું સૌથી મોટું કારણ છે. પાકની મિનિમમ સપોર્ટ પ્રાઇસ પૂરતી નથી. એમએસપીમાં વાર્ષિક વધારામાં સરકાર કંજૂસી કરી રહી છે.

   જીએસટીમાં ખામીઓને કારણે વેપારીઓ પરેશાન

   - ચિદમ્બરમનું કહેવું છે કે જીએસટીતી વેપારીઓને પરેશાની થઇ રહી છે. જીએસટીઆર-2 અને જીએસટીઆર-3 અત્યાર સુધી લાવવામાં નથી આવ્યા. અસ્થાયી રીતે જીએસટીઆર ફોર્મ 3બીથી કામ ચલાવવામાં આવી રહ્યું છે, જે ગેરકાયદે છે.

   4 વર્ષમાં ગ્રોસ એનપીએ 10,30,000 કરોડ થયું

   - ચિદમ્બરમના જણાવ્યા પ્રમાણે, ગ્રોસ એનપીએ 2,63,000 કરોડથી વધીને 10,30,000 કરોડ થઇ ગઇ છે, તેમાં હજુપણ વધારો થશે. ઇન્ડસ્ટ્રીનો ક્રેડિટ ગ્રોથ 5.6%થી ઘટીને 0.7% રહી ગયો છે.

   વાર્ષિક 2 કરોડ રોજગારના વચનનું શું થયું?

   - પૂર્વ નાણામંત્રીના જણાવ્યા પ્રમાણે, બેરોજગારી ઝડપથી વધી રહી છે. શ્રમવિભાગના આંકડાઓથી જાણ થાય છે કે ક્વાર્ટરમાં ફક્ત થોડાક હજારની સંખ્યામાં રોજગારી વધી છે.

   - સરકારે 'અચ્છે દિન'નું વચન આપીને વાર્ષિક 2 કરોડ લોકોને રોજગારીની વાત કહી હતી. લેબર બ્યુરોના ઓક્ટોબર-ડિસેમ્બર 2017ના આંકડા કેમ જાહેર કરવામાં નથી આવ્યા?

  • પેટ્રોલ પર 19.48 અને ડીઝલ પર 15.33 રૂપિયા એક્સાઇઝ ડ્યૂટી લાગે છે. (ફાઇલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   પેટ્રોલ પર 19.48 અને ડીઝલ પર 15.33 રૂપિયા એક્સાઇઝ ડ્યૂટી લાગે છે. (ફાઇલ)

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: P Chidambaram strikes on central Govt for high prices of petrol diesel
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `