ચિદમ્બરમનો મોદીને સવાલ- મે 2014 પછી કેટલાં લોકોને કેટલી લોન આપી, જે હવે NPA બની ગઈ

NDA સરકારે ખુલાસો કરવો જોઈએ કે એવી કેટલી લોન છે, જે નોન પરર્ફોમિંગ એસેટ (NPA)માં બદલાય ગઈ- ચિદમ્બરમ

Divyabhaskar.com | Updated - Sep 02, 2018, 03:04 PM
પી. ચિદમ્બરમે મોદીને UPA સરકારના
પી. ચિદમ્બરમે મોદીને UPA સરકારના

નવી દિલ્હીઃ પૂર્વ નાણા મંત્રી અને કોંગ્રેસ નેતા પી. ચિદમ્બરમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને UPA સરકારના સમયે ફોન કોલ પર લોન આપવા અંગેના નિવેદન પર નિશાન સાધ્યું છે. ચિદમ્બરમે રવિવારે કહ્યું કે NDA સરકારે ખુલાસો કરવો જોઈએ કે એવી કેટલી લોન છે, જે નોન પરર્ફોમિંગ એસેટ (NPA)માં બદલાય ગઈ.

મોદીએ શનિવારે ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક (IPPB)ના લોન્ચિંગ સમયે કહ્યું હતું કે પહેલાંની સરકારમાં નામદારોના ફોન કરતાં બેંકોએ ધનિક શેઠને લોન દેવી પડતી હતી. 2014નાં પહેલાં દિવસે 12 મોટા ડિફોલ્ટરોને લોન આપવામાં આવી, તેમના વિરૂદ્ધ અમે કાર્યવાહી કરી. આ રીતે 27 વધુ મોટા લોન ખાતા છે જેમાં 1 લાખ કરોડ રૂપિયાની NPA છે. તે પરત આવે તેની વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે.

પી. ચિદમ્બરમે રવિવારે ટ્વીટમાં કહ્યું- "મે 2014 પછી કેટલાં લોકોને કેટલી લોન આપવામાં આવી જે NPA બની ગઈ." તેઓએ તેમ પણ કહ્યું કે મેં આ સવાલ સંસંદમાં પૂછ્યાં હતા, પરંતુ હજુ સુધી તેનો જવાબ નથી મળ્યો.

X
પી. ચિદમ્બરમે મોદીને UPA સરકારનાપી. ચિદમ્બરમે મોદીને UPA સરકારના
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App