ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» નક્લી ડોક્યૂમેન્ટ્સથી 200થી વધુ ગાડી વેચી ચૂક્યો છે આ શખ્સ| Over 200 Luxury Carts Sold From Fake Documents

  નક્લી ડોક્યૂમેન્ટ્સથી 200થી વધુ ગાડી વેચી ચૂક્યો છે આ શખ્સ, રૂ. ચાર કરોડની 50 કાર જપ્ત

  divyabhaskar.com | Last Modified - May 25, 2018, 10:43 AM IST

  પરિચિતના નામ પર ખોટું એડ્રેસ લખીને ઘણી ગાડીઓનું ફાઈનાન્સ પણ કરાવ્યું
  • નક્લી ડોક્યૂમેન્ટ્સથી 200થી વધુ ગાડી વેચી ચૂક્યો છે આ શખ્સ, રૂ. ચાર કરોડની 50 કાર જપ્ત
   નક્લી ડોક્યૂમેન્ટ્સથી 200થી વધુ ગાડી વેચી ચૂક્યો છે આ શખ્સ, રૂ. ચાર કરોડની 50 કાર જપ્ત

   ઈન્દોર: નકલી દસ્તાવેજોના આધારે મધ્યપ્રદેષ ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસથાનમાં 200થી વઘારે ગાડી વેચી ચૂકેલા આરોપી સંજય ડિસૂજાની ક્રાઈમ બ્રાન્ચ, મુંબઈથી પ્રોડક્શન વોરંટના આધારે ઈન્દોરથી ધરપકડ કરી લીધી છે. તેના દોઢ ડઝન મિત્રોની પહેલેથી જ ધરપકડ કરી લેવામાં આવી છે. ક્રાઈમ બ્રાન્ચે આરોપી પાસેથી રૂ. 4 કરોડની 50 કિંમત કાર પણ જપ્ત કરી છે. આ લોકો ચારેય રાજ્યોમાં પેરરલ આરટીઓ પણ ચલાવે છે. તેઓ કોઈ પણ રાજ્યની ગાડીના નકલી દસ્તાવેજ, સેલ લેટર અને એનઓસી પણ તૈયાર કરી લેતા હતા.

   શું છે સમગ્ર ઘટના?


   - ક્રાઈમ બ્રાન્ચના એએસપી અમેરન્દ્ર સિંહ ચૈહાણે જણાવ્યું કે, ડિસૂજા અમુક વર્ષો પહેલાં સુધી જવાહર માર્ગ પર ડિસૂજા ટેલર નામની દુકાન ચલાવતો હતો.
   - મહેશ્વરમાં રહેતા તેના એક સંબંધી રાજૂ ચૌહાણ સાથે તેની મુલાકાત થઈ હતી. તેણે ડિસૂજાને જણાવ્યું કે, મહારાષ્ટ્રમાં મધ્ય પ્રદેશ કરતા વધારે ટેક્સ હોવાથી મધ્ય પ્રદેશના પાસિંગ વાહન મહારાષ્ટ્રમાં ચલાવવામાં આવે છે.
   - આ રીતે મહારાષ્ટ્રમાં હજારોની સંખ્યામાં મધ્યપ્રદેશ પાસિંગ વાહનોનો ઉપયોગ કરવામાં આવે છે અને થોડા દિવસ પછી તે અહીં રિ-સેલ પણ કરી દેવામાં આવે છે.
   - આ વાત પછી ડિસૂજાએ ઈન્દોરથી વાહનોનું મહારાષ્ટ્રમાં કમિશન પર વેચાણ કરવાનું શરૂ કર્યું છે. વર્ષ 2011માં તે જવાહરમાર્ગની ત્રીજા ફ્લોરની 10 દુકાનો અને ફર્સ્ટ ફ્લોરની 10 ઓફિસને દલાલીમાં રૂ. 1.20 કરોડમાં વેચીને વાહનોની ખરીદ-વેચાણના ધંધામાં આવી ગયો હતો.
   - તેણે નાસિકમાં કરણ ઓટોના નામછી વાહન ખરીદ-વેચાણનું કામ શરૂ કર્યું હતું. ડિસૂજા દરેક વાહનના ખરીદ-વેચાણ પર 2 ટકા કમિશન લેતો હતો.
   - વર્ષ 2013માં થોડુ નુસાન થયું હોવાથી તેણે નાસિકનો ફ્લેટ 50 લાખમાં વેચીને મહેશ્વરમાં બે દુકાનો ખરીદી હતી. વર્ષ 2014માં તેની મુલાકાત ઈન્દોરમાં પમ્પી સાથે થઈ હતી. તેણે ડિસૂજાની ઓળખાણ મંસૂરી સાથે કરાવી હતી.

   મુંબઈના વાહન ઈન્દોરમાં વેચ્યા


   - આરોપીએ કબુલ કર્યું કે પમ્પી સરદારના માધ્યમથી ઈરફાન મંસૂરીએ મુંબઈના અમુક વાહન ખરીદીને ઈન્દોરમાં વેચ્યા હતા. આ વાહન ઈરફાન મંસૂરી દ્વારા મૂળ દસ્તાવેજ (આરસી બુક, ફોર્મ નં. 28,29,30, વીમા) સાથે વેચ્યા હતા.
   - તેણે પરિચિતોના નામ પર ખોટુ એડ્રેસ લખીને ઘણી ગાડીઓનું ફાઈનાન્સ પણ કરાવ્યું હતું. તેના કૌભાંડમાં ફાઈનાન્સ સાથે જોડાયેલી અમુક કંપનીઓ પણ સંકળાયેલી હતી.
   - ડિસૂજાના જણાવ્યા પ્રમાણે વાહનોના નકલી દસ્તાવેજ કરવાનું કામ અબ્દુલ કાદર ગની જે મુંબઈમાં રહેતો હતો તે કરતો હતો.

   ડિસૂજાની ગેંગના આરોપી


   - આરોપી ડિસૂજા વિરુદ્ધ વર્ષ 2017માં કારની હેરાફેરીનો એક કેસ દાખલ કરવામાં આવ્યો હતો. તેમાં તેણે એક સ્વિફ્ટ કાર ખરગોનમાં રહેતા નિઝાન ખાન અને હસમુખ પટેલને અજય વર્માના માધ્યમથી દિલ્હીથી અપાવી હતી. આ કારના નકલી દસ્તાવેજ તેમણે થાણે આરટીઓથી તૈયાર કરાવ્યા હતા. તે તપાસમાં નકલી હોવાનું જાણવા મળ્યું હતું. આરોપી ગેંગમાં મોહમ્મદ રફીક, શહજાદ, મોહમ્મદઅલી મંસૂરી, મો. ઈરફાન, કલ્લુ ખાન, અજય વર્મા અબ્દુલ કાદર ગની ખા સામેલ છે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: નક્લી ડોક્યૂમેન્ટ્સથી 200થી વધુ ગાડી વેચી ચૂક્યો છે આ શખ્સ| Over 200 Luxury Carts Sold From Fake Documents
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `