ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» બહેનની દીકરીને માનો પ્રેમ આપવા જીજા સાથે કર્યા લગ્ન, જીજાએ મારી ગોળી| Ongoing Refusal To Go To The In Laws House Husband Shoot Wife

  બહેનની દીકરીને માનો પ્રેમ આપવા જીજા સાથે કર્યા લગ્ન, જીજાએ મારી ગોળી

  divyabhaskar.com | Last Modified - May 23, 2018, 07:00 AM IST

  બહેનના મોત પછી બહેનના ખોળે જન્મેલી દીકરીને માનો પ્રેમ આપવા માટે જીજાએ લગ્નનો પ્રસ્તાવ મુકતા સાળીએ હા પાડી હતી
  • બહેનની દીકરીને માનો પ્રેમ આપવા જીજા સાથે કર્યા લગ્ન, જીજાએ મારી ગોળી
   બહેનની દીકરીને માનો પ્રેમ આપવા જીજા સાથે કર્યા લગ્ન, જીજાએ મારી ગોળી

   સહરસા: બિહારના સહરસા જિલ્લાના સિમરી બખ્તિયારપુરની સકીનાને તેના જીજા સાથે લગ્ન કરવાની બહુ ભારે કિંમત ચૂકવવી પડી છે. તેને તેના જીજાનો આ સ્વભાવ ખબર હોત તો તે ક્યારેય તેના જીજા સાથે લગ્ન જ ન કરતી. મોટી બહેનના મોત પછી તેના ખોળે જન્મેલી દીકરીને માનો પ્રેમ મળી શકે તે માટે જીજાએ સકીનાને લગ્નની ઓફર કરી હતી. જે સકીનાએ સ્વીકારી લીધી હતી. પરંતુ લગ્ન પછી જ્યારે સકીનાએ સાસરે જવાની ના પાડી ત્યારે તેના જીજાએ તેની ગોળી મારીને હત્યા કરવાનો પ્રયત્ન કર્યો હતો.

   રવિવારની રાતે પતિ પંકજ સાદાએ તેની પત્ની સકીના દેવીની ગોળી મારી દીધી છે. આ ઘટના પછી આરોપી ત્યાંથી ભાગી ગયો હતો. ઘાયલ 19 વર્ષની સકીના ચાનન પંચાયતના ગામ બસાહીમાં રહેતા દેવો સાદાની દીકરી છે. ગોળી વાગવાના કારણે તે ગંભીર રીતે ઘાયલ છે. ગ્રામીણો અને પરિવારજનોના સહયોગથી તેને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. ત્યાં પ્રાથમિક સારવાર પછી તેને સહરસા જિલ્લા હોસ્પિટલમાં રેફર કરી દેવામાં આવી છે.

   પતિથી નાખુશ હતી સકીના


   સકીના તેના જીજામાંથી પતિ બનેલા પંકજથી નારાજ હતી અને પંકજ તેને પોતાના ઘરે લઈ જવા માગતો હતો. બંનેના દામ્પત્ય જીવનમાં ખટાશ આવી ગઈ હતી. શનિવારે પંકજ સકીનાને જબરજસ્તી તેના ઘરે લઈ જવા માગતો હતો. જ્યારે સકીનાએ ના પાડી તો તેણે પિસ્તોલ કાઢીને સકીનાની છાતીમાં મારીને તેને ગંભીર રીતે ઘાયલ કરી દીધી હતી.

   3 વર્ષ પહેલાં થયું હતું મોટી બેનનું મોત


   આરોપીની પહેલી પત્ની અને સકીનાની મોટી બહેનનું મોત 3 વર્ષ પહેલાં થયું હતું. બસાહીમાં રહેતા દેવો સાજાએ તેની મોડી દીકરીના મોત પછી નાની દીકરી સકીનાના લગ્ન જમાઈ પંકજ સાદા સાથે કરી દીધા હતા. પરંતુ બંને પતિ-પત્ની વચ્ચે આતંરિક સમજણનો અભાવ હતો.

   પિતાએ એક દિવસ પછી સાસરે મોકલવાની વાત કરી હતી


   ઘટના પછી સકીનાના પિતા દેવો સાદાએ જણાવ્યું કે, શનિવારે મોડી રાતે પંકજ ઘરે આવ્યો હતો. રવિવારે સાંજે તેણે સકીનાના પિતાને વિદાય આપવા કહ્યું હતું. ત્યારે દેવોએ કહ્યું કે, સાંજ થઈ ગઈ છે, મારે સકીનાના થોડા કપડાં પણ ખરીદવાના છે. તો સકીનાની કાલે સાંજે વિદાય કરી દઈએ. તો પંકજે સકીનાને ત્યારે જ સાસરે આવી જવા કહ્યું. સકીનાએ તેને ના પાડી તો પંકજે તેને ગોળી મારી દીધી અને પછી ત્યાંથી ભાગી ગયો હતો. તે સકીનાને છાતીમાં ગોળી મારવા ગયો હતો પરંતુ ગોળી સકીનાના ખભામાં થઈને પસાર થઈ ગઈ હતી. હાલ પોલીસ આરોપીને શોધી રહી છે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: બહેનની દીકરીને માનો પ્રેમ આપવા જીજા સાથે કર્યા લગ્ન, જીજાએ મારી ગોળી| Ongoing Refusal To Go To The In Laws House Husband Shoot Wife
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `