ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» પશ્ચિમ બંગાળમાં ભાજપના વધુ એક કાર્યકર્તાની લટકતી હાલતમાં લાશ મળી | West Bengal another BJP worker found hanging on Electric tower

  WB: 3 દિ'માં બીજેપીના બીજા કાર્યકર્તાની લાશ લટકેલી હાલતમાં મળી

  Divyabhaskar.com | Last Modified - Jun 02, 2018, 12:44 PM IST

  ત્રણ દિવસમાં બીજેપી કાર્યકર્તાની મોતનો આ બીજો મામલો સામે આવ્યો છે, બીજેપીએ TMCના કાર્યકર્તાઓ પર આરોપો લગાવ્યાં છે.
  • શબની ઓળખ બલરામપુરના રહેવાસી 32 વર્ષીય દુલાલ કુમાર તરીકે થઈ છે
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   શબની ઓળખ બલરામપુરના રહેવાસી 32 વર્ષીય દુલાલ કુમાર તરીકે થઈ છે

   કોલકાતાઃ પશ્ચિમ બંગાળના પુરુલિયા જિલ્લાના બલરામપુરમાં વધુ એક બીજેપી કાર્યકર્તાની વીજળીના થાંભલા સાથે લટકતો મૃતદેહ મળ્યો છે. ત્રણ દિવસમાં બીજેપી કાર્યકર્તાની મોતનો આ બીજો મામલો સામે આવ્યો છે. શબની ઓળખ બલરામપુરના રહેવાસી 32 વર્ષીય દુલાલ કુમાર તરીકે થઈ છે. ઉલ્લેખનીય છે કે, 30 મેના રોજ 18 વર્ષના બીજેપી કાર્યકર્તા ત્રિલોચન મહતોનો મૃતદેહ વૃક્ષથી લટકેલો મળ્યો હતો. આ મોતો માટે બીજેપીએ તૃણમૂલ કોંગ્રેસના કાર્યકર્તાઓ પર આરોપ લગાવ્યો છે. પોલીસે મામલાની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપી દીધી છે.

   તૃણમૂલને ગણાવી જવાબદાર

   - બંગાળ બીજેપીએ ટ્વિટર પર તૃણમૂલ કોંગ્રેસના સાંસદ અભિષેક બેનર્જી પર નિશાન સાધ્યું છે. ટ્વિટમાં લખ્યું છે કે, તૃણમૂલ કોંગ્રેસના ગુંડા સાંસદ અભિષેકના કહેવાથી પુરુલિયામાં વિપક્ષને ખતમ કરવાનું કામ કરી રહ્યા છે.
   - બંગાળ બીજેપી અધ્યક્ષ દિલીપ ઘોષે તૃણમૂલ કોંગ્રેસ પર રાજ્યમાંથી રાજકીય વિપક્ષને ખતમ કરવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો. તેઓએ કહ્યું કે અમે આ પ્રકારની ઘટનાઓનો જડબાતોડ જવાબ આપવા સક્ષમ છીએ.

   પોલીસ પર ઉઠાવ્યા સવાલ

   - ઘટના બાદ બીજેપી મહાસચિવ અને બંગાળના પ્રભારી કૈલાશ વિજયવર્ગીએ ટ્વિટમાં લખ્યું કે, ડીજેના પુર્ણ પ્રયાસ બાદ પણ અંતે પુરુલિયા જિલ્લામાં બીજેપી કાર્યકર્તાની લાશ સવારે ટાવર પર લટકેલી મળી છે. મેં કાલ રાતે અનુજ શર્મા એડીજી લો એન્ડ ઓર્ડર, પશ્ચિમ બંગાળ સાથે વિગતે વાત કરી હતી. બલરામપુરના દુલાલનો જીવ જોખમમાં છે તે જણાવતા તેને ગમે તેમ કરીને બચાવવા માટે અનેકવાર કહ્યું. તેમણે કહ્યું કે, પોલીસ પોતાની સમગ્ર તાકાતથી પ્રયાસ કરી રહી છે એન હું જાતે પૂર્ણ પ્રયાસ કરીશ.

   30 મેનાં રોજ ઝાડ પર લટકેલી મળી હતી બોડી

   - ભાજપના કાર્યકર્તા ત્રિલોચન મહતોનું શબ 30 મેનાં રોજ ઝાડ પરથી લટકેલી હાલતમાં મળ્યું હતું. તેના શબ પર એક પોસ્ટર ચોંટાડેલું હતું, જેના પર લખ્યું હતું કે ભાજપનો સાથ આપવાનું આજ પરિણામ રહેશે. આ ઘટના પર અમિત શાહે દુખ વ્યક્ત કર્યું હતું. તેઓએ TMCને જવાબદાર ગણાવી મમતા બેનર્જી પર નિશાન સાધ્યું હતું. તેઓએ કહ્યું હતું કે, TMC હિંસાના મામલે કોમ્યુનિસ્ટ પાર્ટીથી પણ આગળ નીકળી ગયા છે.

   હિસ્ટ્રી ઓનર્સનો વિદ્યાર્થી હતો ત્રિલોચન

   - ત્રિલોચન બલરામપુર કોલેજમાં હિસ્ટ્રી ઓનર્સનો થર્ડ યરનો છાત્ર હતો. મંગળવારે સાંજે તે ફોટોકોપી કઢાવવા માટે નીકળ્યો હતો. સાંજે લગભગ 6 વાગ્યે તેને છેલ્લી વખત પોતાના ભાઈ વિવેકાનંદને ફોન કર્યો હતો અને પોતાના જીવને ખતરો ગણાવતાં ધમકી મળી હોવાની વાત કરી હતી. જે બાદ ત્રિલોચન ઘરે પહોંચ્યો ન હતો. બુધવારે તેની લાશ ઝાડ પર લટકેલી મળી હતી.

   આગળની સ્લાઈડ પર જવા અહીં ક્લિક કરો

  • ત્રણ દિવસમાં બીજેપી કાર્યકર્તાની મોતનો આ બીજો મામલો સામે આવ્યો (ફાઈલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   ત્રણ દિવસમાં બીજેપી કાર્યકર્તાની મોતનો આ બીજો મામલો સામે આવ્યો (ફાઈલ)

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: પશ્ચિમ બંગાળમાં ભાજપના વધુ એક કાર્યકર્તાની લટકતી હાલતમાં લાશ મળી | West Bengal another BJP worker found hanging on Electric tower
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `