ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» કુલુગામમાં બે આતંકી ઠાર, 1 જવાન શહીદ| One Jawan martyr, two injured in J&K Kulgam encounter

  J&K: કુલુગામમાં એન્કાઉન્ટર દરમિયાન 2 આતંકી ઠાર, 1 જવાન શહીદ

  divyabhaskar.com | Last Modified - Apr 11, 2018, 01:09 PM IST

  આ વિસ્તારમાં 2થી 3 આતંકી છૂપાયા હોવાની આશંકા છે.
  • કુલુગામમાં એન્કાઉન્ટર દરમિયાન 2 આતંકી ઠાર, 1 જવાન શહીદ (પ્રતિકાત્મક તસવીર)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   કુલુગામમાં એન્કાઉન્ટર દરમિયાન 2 આતંકી ઠાર, 1 જવાન શહીદ (પ્રતિકાત્મક તસવીર)

   શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના કુલગામમાં સુરક્ષાદળો અને આતંકીઓની વચ્ચે એન્કાઉન્ટરમાં એક જવાન શહીદ થયા છે જ્યારે અન્ય બે ઘાયલ થયા. એન્કાઉન્ટરમાં એક નાગરિક પણ માર્યા ગયાના અહેવાલ છે. એજન્સી મુજબ, એન્કાઉન્ટર મંગળવાર રાતથી શરૂ થયું હતું. પોલીસે જણાવ્યું કે સુરક્ષાદળોના જવાન આતંકીઓને વળતો જવાબ આપી રહ્યા છે. બંને તરફથી ફાયરિંગ થઈ રહ્યું છે.

   આતંકીઓ છૂપાયા હોવાની મળી હતી સૂચના

   - સુરક્ષાદળોને મંગળવાર રાત્રે કુલગામના ખુદવાની વાનપોહના વાની મોશલ્લામાં આતંકવાદીઓ છૂપાયા હોવાની સૂચના મળી હતી. ત્યારબાદ વિશેષ અભિયાન ટીમ, રાષ્ટ્રીય રાઇફલ અને સીઆરપીએફના સંયુક્ત દળે વિશેષ તલાશી અભિયાન ચલાવ્યું. આ દરમિયાન આતંકીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું. સુરક્ષા દળોએ પણ જવાબી કાર્યવાહી કરી.

   2થી 3 આતંકીઓ છૂપાયા હોવાની આશંકા

   - સૂત્રો મુજબ, આ વિસ્તારમાં 2થી 3 આતંકી છૂપાયા હોવાની આશંકા છે. વધારાના સુરક્ષા દળોને ઘટનાસ્થળે મોકલી દેવામાં આવ્યા છે. સમગ્ર વિસ્તારની ઘેરાબંદી કરી લેવામાં આવી છે.
   - આ કાર્યવાહીના વિરોધમાં સ્થાનિક લોકોએ સુરક્ષાદળો પર પથ્થરમારો કર્યો. જેમાં અનેક લોકો ઘાયલ થયા.

   લશ્કર-એ-તૈયબાને હોઈ શકે છે આતંકી

   - રક્ષા મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે આતંકવાદી લશ્કર-એ-તૈયબાના હોઈ શકે છે. એન્કાઉન્ટર વિશે વધુ જાણકારી એકત્ર કરવામાં આવી રહી છે.

   ઇન્ટરનેટ સેવા બંધ

   - વહિવટીતંત્રે અફવાઓને ફેલાતી રોકવા માટે કુલગામ અને અનંતનાગ જિલ્લામાં ઇન્ટરનેટ સેવા રોકી દીધી છે.
   - ઉલ્લખેનીય છે કે, છેલ્લા થોડા દિવસોમાં સુરક્ષાદળો અને આતંકીઓની વચ્ચે એન્કાઉન્ટર દરમિયાન જવાનો પર પથ્થરમારો થવાની ઘટનાઓ સામે આવી છે.

   સેનાએ ઠાર માર્યા હતા 13 આતંકી

   - નોંધનીય છે કે, સેનાએ 1 એપ્રિલે કાશ્મીરના શોપિયાં અને અનંતનાગમાં ત્રણ અલગ-અલગ સ્થળો પર એન્કાઉન્ટરમાં 13 આતંકીઓને ઠાર માર્યા હતા.
   - સુરક્ષા દળો મુજબ, શોપિયાં અને અનંતનાગમાં અનેક આતંકી અમરનાથ યાત્રા, સુરક્ષાદળો અને રાજનેતાઓ પર હુમલાનું કાવતરું રચવા માટે બેઠક કરવા પહોંચ્યા હતા. સેનાએ શનિવાર રાત્રે લગભગ 1 વાગ્યે ઓપરેશન શરૂ કર્યું હતું.

   આગળની સ્લાઈડમાં જુઓ અન્ય તસવીરો

  • મંગળવાર રાત્રે કુલગામના ખુદવાની વાનપોહના વાની મોશલ્લામાં આતંકવાદીઓ છૂપાયા હોવાની સૂચના મળી હતી
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   મંગળવાર રાત્રે કુલગામના ખુદવાની વાનપોહના વાની મોશલ્લામાં આતંકવાદીઓ છૂપાયા હોવાની સૂચના મળી હતી

   શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના કુલગામમાં સુરક્ષાદળો અને આતંકીઓની વચ્ચે એન્કાઉન્ટરમાં એક જવાન શહીદ થયા છે જ્યારે અન્ય બે ઘાયલ થયા. એન્કાઉન્ટરમાં એક નાગરિક પણ માર્યા ગયાના અહેવાલ છે. એજન્સી મુજબ, એન્કાઉન્ટર મંગળવાર રાતથી શરૂ થયું હતું. પોલીસે જણાવ્યું કે સુરક્ષાદળોના જવાન આતંકીઓને વળતો જવાબ આપી રહ્યા છે. બંને તરફથી ફાયરિંગ થઈ રહ્યું છે.

   આતંકીઓ છૂપાયા હોવાની મળી હતી સૂચના

   - સુરક્ષાદળોને મંગળવાર રાત્રે કુલગામના ખુદવાની વાનપોહના વાની મોશલ્લામાં આતંકવાદીઓ છૂપાયા હોવાની સૂચના મળી હતી. ત્યારબાદ વિશેષ અભિયાન ટીમ, રાષ્ટ્રીય રાઇફલ અને સીઆરપીએફના સંયુક્ત દળે વિશેષ તલાશી અભિયાન ચલાવ્યું. આ દરમિયાન આતંકીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું. સુરક્ષા દળોએ પણ જવાબી કાર્યવાહી કરી.

   2થી 3 આતંકીઓ છૂપાયા હોવાની આશંકા

   - સૂત્રો મુજબ, આ વિસ્તારમાં 2થી 3 આતંકી છૂપાયા હોવાની આશંકા છે. વધારાના સુરક્ષા દળોને ઘટનાસ્થળે મોકલી દેવામાં આવ્યા છે. સમગ્ર વિસ્તારની ઘેરાબંદી કરી લેવામાં આવી છે.
   - આ કાર્યવાહીના વિરોધમાં સ્થાનિક લોકોએ સુરક્ષાદળો પર પથ્થરમારો કર્યો. જેમાં અનેક લોકો ઘાયલ થયા.

   લશ્કર-એ-તૈયબાને હોઈ શકે છે આતંકી

   - રક્ષા મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે આતંકવાદી લશ્કર-એ-તૈયબાના હોઈ શકે છે. એન્કાઉન્ટર વિશે વધુ જાણકારી એકત્ર કરવામાં આવી રહી છે.

   ઇન્ટરનેટ સેવા બંધ

   - વહિવટીતંત્રે અફવાઓને ફેલાતી રોકવા માટે કુલગામ અને અનંતનાગ જિલ્લામાં ઇન્ટરનેટ સેવા રોકી દીધી છે.
   - ઉલ્લખેનીય છે કે, છેલ્લા થોડા દિવસોમાં સુરક્ષાદળો અને આતંકીઓની વચ્ચે એન્કાઉન્ટર દરમિયાન જવાનો પર પથ્થરમારો થવાની ઘટનાઓ સામે આવી છે.

   સેનાએ ઠાર માર્યા હતા 13 આતંકી

   - નોંધનીય છે કે, સેનાએ 1 એપ્રિલે કાશ્મીરના શોપિયાં અને અનંતનાગમાં ત્રણ અલગ-અલગ સ્થળો પર એન્કાઉન્ટરમાં 13 આતંકીઓને ઠાર માર્યા હતા.
   - સુરક્ષા દળો મુજબ, શોપિયાં અને અનંતનાગમાં અનેક આતંકી અમરનાથ યાત્રા, સુરક્ષાદળો અને રાજનેતાઓ પર હુમલાનું કાવતરું રચવા માટે બેઠક કરવા પહોંચ્યા હતા. સેનાએ શનિવાર રાત્રે લગભગ 1 વાગ્યે ઓપરેશન શરૂ કર્યું હતું.

   આગળની સ્લાઈડમાં જુઓ અન્ય તસવીરો

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: કુલુગામમાં બે આતંકી ઠાર, 1 જવાન શહીદ| One Jawan martyr, two injured in J&K Kulgam encounter
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top