ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Desh» One and half years old child fell from 3rd floor Balcony and died in Chandigarh

    લગ્નના 9 વર્ષે થયો હતો દીકરો, ત્રીજા માળ પરની ગ્રિલ વચ્ચેથી સરકી જતાં મોત

    divyabhaskar.com | Last Modified - Jun 07, 2018, 10:43 AM IST

    દોઢ વર્ષનો દીપક રમતા-રમતા બાલ્કનીની ગ્રિલ પાસે ચાલ્યો ગયો
    • +1 બીજી સ્લાઈડ્સ જુઓ

      ચંદીગઢ: લગ્નના સાડા 9 વર્ષ પછી ઘરમાં બાળક પેદા થયું, તેનું નામ રાખ્યું દીપક. ખૂબ લાડકોડથી તેને ઉછેરતા હતા. સોમવારે મા રસોઇ કરી રહી, તે દરમિયાન દોઢ વર્ષનો દીપક રમતા-રમતા બાલ્કનીની ગ્રિલ પાસે ચાલ્યો ગયો. ગ્રિલની વચ્ચે ઘણી જગ્યા હતી. આ જગ્યામાંથી માસૂમ બાળક નીકળી ગયું અને ત્રીજા માળેથી સીધું નીચે જઇને પડ્યું. નાનકડી બેદરકારીને લીધે ઘરનો દીપક બુઝાઈ ગયો.

      આ હતો મામલો

      - પોતાની આંખના તારાના મોતના સમાચાર સાંભળ્યા પછીથી માતા અતિશય આઘાતમાં છે. જ્યારે પિતા દીકરાના શબને પોસ્ટમોર્ટમ કરાવ્યા વગર લેવા માટે દિવસભર પોલીસ કાર્યવાહીમાં વ્યસ્ત રહ્યા.

      - સાંજે બાળકનું શબ પરિવારજનોને સોંપવામાં આવ્યું. દંપત્તી બાપૂધામમાં ભાડાના મકાનમાં રહે છે.
      - ત્રીજા માળેથી નીચે પડવાથી બાળકને આંતરિક ઇજાઓ થઇ. તેના શરીર પર ક્યાંય પણ લોહી નથી નીકળ્યું. 30 ફૂટ ઉપરથી નીચે પડતાં જ માસૂમ બેભાન થઇ ગયો અને તેની ચીસનો અવાજ પણ કોઇએ નથી સાંભળ્યો.
      - પાસે ઊભેલા બે લોકોએ કંઇક પડવાનો અવાજ સાંભળ્યો હતો. જોયું તો એક બાળક જમીન પર પડેલું હતું. તેઓએ દોડીને તેને ઉઠાવ્યું. હજુ તો તેઓ ગલીમાં જ હતા કે બાળકની માતા પણ ભાગીને નીચે આવી ગઇ. ત્રણેય સાથે બાળકને હોસ્પિટલ લઇ ગયા.
      - બાળકની હાલત બગડતી જોઇને તેને પીજીઆઇ રિફર કરવામાં આવ્યું, પરંતુ રાતે બાળકે દમ તોડી દીધો.

      કેટલાક ભાગમાં દોરી બાંધેલી હતી, જ્યાં નહોતી બાંધી ત્યાંથી જ પડ્યો માસૂમ

      - રીમા અને મોતીલાલના 11 વર્ષ પહેલા લગ્ન થયા હતા. ત્રણ વર્ષ પછી રીમા પહેલીવાર પ્રેગનન્ટ થઇ, પરંતુ કોઇક કારણોસર બાળકનું ગર્ભમાં જ મોત થઇ ગયું.

      - તેના 7 વર્ષ પછી રીમાએ દીકરાને જન્મ આપ્યો. સોમવારે બપોરે 12.30 વાગે રીમા રસોઇ બનાવી રહી હતી. દીપક ત્યાં જ બોલથી રમી રહ્યો હતો.
      - રમતા-રમતા તે રૂમની બહાર નીકળીને બાલ્કનીમાં આવી ગયો. બોલની પાછળ-પાછળ તે બાલ્કનીમાં લાગેલી ગ્રિલ પાસે પહોંચી ગયો.
      - લોખંડની એ ગ્રિલમાં વચ્ચે થોડીક જગ્યા હતી, ત્યાંથી દીપક નીચે પડી ગયો.
      - દીપકના પિતા મોતીલાલ સામાન લઇ જતી ઓટો ચલાવે છે. પત્ની રીમાં ઘરે રહે છે. બંને એક મહિના પહેલા કરનાલથી અહીંયા આવ્યા અને બાપૂધામમાં ભાડાના મકાનમાં રહેવા લાગ્યા.
      - બંનેને જાણ હતી કે ગ્રિલમાં સ્પેસ છે અને તેમના બાળકને થોડો ખતરો છે, એટલે ગ્રિલની એ જગ્યાને કવર કરવા માટે પાતળી દોરીઓ બાંધી રાખી હતી, પરંતુ બાળખ બીજી સાઇડથી નીચે પડી ગયું.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: One and half years old child fell from 3rd floor Balcony and died in Chandigarh
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    Top
    `