Home » National News » Latest News » National » Know Smriti Irani and her controversy

#FakeNews: સ્મૃતિ ઈરાનીના કારણે મોદી બીજી વખત ક્ષોભમાં મૂકાયા

Divyabhaskar.com | Updated - Apr 04, 2018, 11:37 AM

આ પહેલો પ્રસંગ નથી કે સ્મૃતિ ઈરાનીના કોઈ ફેંસલા કે નિવેદનના કારણે તેઓ વિવાદોમાં ઘેરાયાં હોય.

 • Know Smriti Irani and her controversy
  +5બીજી સ્લાઈડ્સ જુઓ

  નેશનલ ડેસ્કઃ કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રી સ્મૃતિ ઈરાની ફરી એક વખત વિવાદમાં ઘેરાયાં છે. ફેક ન્યૂઝના નામે એક રીતે પ્રેસ પર નિયંત્રણ કરવા માંગતા કેન્દ્રીય મંત્રીના નિર્ણયને વડાપ્રધાન મોદીએ ફગાવ્યો છે. તો બીજી તરફ તે પણ એક હકિકત છે કે મોદી સરકારના 4 વર્ષના શાસનમાં સ્મૃતિ ઈરાનીએ ફરી PM મોદીને નીચું જોવાપણું થાય તેવો નિર્ણય લીધો હતો. એટલે કે આ પહેલો પ્રસંગ નથી કે સ્મૃતિ ઈરાનીના કોઈ ફેંસલા કે નિવેદનના કારણે તેઓ વિવાદોમાં ઘેરાયાં હોય. આ પહેલાં તેઓએ દલિત વિદ્યાર્થી રોહિત વેમુલાની આત્મહત્યા, JNU વિવાદ, IITમાં શાકાહારી ભોજન સહિતના અનેક મુદ્દે નિવેદનો કે નિર્ણયો કરી વિવાદોમાં ઘેરાયાં હતા. પરિણામે તેમની સાથે મોદી સરકારને હેઠા જોવાપણું થયું હતું.

  PMOના નિર્ણયથી સ્મૃતિના ફેંસલા પર સવાલ


  - સોમવારે સ્મૃતિ ઇરાનીના કેન્દ્રીય સૂચના તેમજ પ્રસારણ મંત્રાલયે ફેક ન્યૂઝને લઈને ગાઇડલાઈન જાહેર કરી હતી. જેમાં ફેક ન્યૂઝ સાબિત થાય તો પત્રકારોની માન્યતા હંમેશા માટે રદ કરવા સુધીની જોગવાઈ હતી.
  - જો કે ઇરાનીના નિર્ણયના એક દિવસ બાદ જ એટલે કે મંગળવારે PMOએ તેમનો ફેંસલો બદલાવતા કહ્યું કે આ વાતને સંપૂર્ણ રીતે પ્રેસ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાની ઉપર છોડી દેવો જોઈએ.
  - PMOના આ નિર્ણયથી સ્મૃતિ ઇરાની પર ફરી એક વખત સવાલો ઊભા થઈ રહ્યાં છે.
  - તો સાથે જ એવો પણ સવાલ ચર્ચાઈ રહ્યો છે કે શું સ્મૃતિ ઇરાનીએ ફેક ન્યૂઝના નામે પ્રેસ પર કંટ્રોલ મેળવવાનો પ્રયાસ કરતો નિર્ણય જાતે જ લીધો હશે. તેઓએ મોદી કે અન્ય કોઈ સીનિયર નેતાઓ સાથે આ અંગે કોઈ ચર્ચા નહીં કરી હોય.
  - આ ઉપરાંત એવી પણ ચર્ચા છે કે વડાપ્રધાન એવો મેસેજ આપવા માગે છે કે તેઓ પ્રેસ પર કોઈ પ્રતિબંધ નથી ઈચ્છતા.

  આગળની સ્લાઇડ્સમાં વાંચો, સ્મૃતિ ઇરાની સાથે જોડાયેલાં કેટલાંક વિવાદ જેના કારણે છોડવું પડ્યું હતું માનવ સંશાધન મંત્રાલય

 • Know Smriti Irani and her controversy
  +4બીજી સ્લાઈડ્સ જુઓ

  ડિગ્રી વિવાદ


  - મોદી સરકારમાં સૌથી અનુભવહીન હોવ છતાં સ્મૃતિ ઇરાનીને પહેલાં HRD જેવું ભારે ભરખમ મંત્રાલય મળ્યું હતું. પરંતુ વિવાદના વમળમાં ફસાતાં તેઓ પાસેથી આ મંત્રાલય છીનવી કાપડ મંત્રાલય સોંપવામાં આવ્યું હતું. 
  - HRD મિનિસ્ટર રહ્યાં ત્યારે સ્મૃતિ ઇરાની સતત વિવાદોમાં રહ્યાં. ખાસ કરીને તેમની ડિગ્રીના વિવાદે ભારે ચર્ચા જગાવી હતી. 
  - સ્મૃતિ ઇરાની પર આરોપ લાગ્યો હતો કે તેઓ પોતાની એફિડેવિટમાં ખોટી જાણકારીઓ આપતાં હતા. 
  - ઇરાની પર બે અલગ અલગ ચૂંટણીના શપથપત્રમાં પોતાની શિક્ષા અંગે અલગ અલગ જાણકારીઓ આપવાનો આરોપ છે. 
  - સ્મૃતિએ એક ચૂંટણીના શપથપત્રમાં દિલ્હી વિશ્વવિદ્યાલયથી વર્ષ 1996માં સ્નાતક હોવાની વાત કરી હતી.
  - તો બીજા શપથ પત્રમાં તેઓએ 1994માં દિલ્હીની સ્કૂલ ઓફ ઓપન લર્નિગથી બીકોમ પાર્ટ વનની પરીક્ષા પાસ કરી હોવાની જાણકારી આપી હતી. 

   

  આગળ વાંચો રોહિત વેમુલાની આત્મહત્યા પર ઇરાનીએ શું આપ્યું હતું નિવેદન?

 • Know Smriti Irani and her controversy
  +3બીજી સ્લાઈડ્સ જુઓ

  રોહિત વેમુલાની આત્મહત્યા પરના નિવેદનનો વિવાદ


  - હૈદરાબાદ યુનિવર્સિટીના દલિત વિદ્યાર્થી રોહિત વેમુલાની આત્મહત્યા બાદ પણ સ્મૃતિ ઇરાની નિશાને આવી હતી. 
  - રોહિત વેમુલાની આત્મહત્યાને લઈને સ્મૃતિને સંસદમાં નિવેદન આપવાની ફરજ પડી હતી. પરંતુ આ નિવેદન તેમના માટે બૂમરેંગ સાબિત થયું હતું અને વિપક્ષે સંસદને ગુમરાહ કરવાનો આરોપ લગાવ્યો હતો.

  - રોહિત વેમુલા મામલે સ્મૃતિ ઈરાનીએ સંસદમાં નિવેદન આપ્યું હતું કે અંતિમ સમયમાં રોહિતને બચાવવાનો પ્રયાસ કરવામાં ન આવ્યો, ન તો તેની પાસે કોઈ ડોક્ટરને જવા દેવામાં આવ્યા, તેને હોસ્પિટલમાં પણ ન લઈ જવાયો. સ્મૃતિએ આ દાવા માટે પોલીસ રિપોર્ટનો સહારો લીધો હતો.

   

  આગળ વાંચો, HRD મિનિસ્ટર પદે રહીને મોદી સરકાર માટે શું મુશ્કેલીઓ ઊભી કરી હતી?

 • Know Smriti Irani and her controversy
  +2બીજી સ્લાઈડ્સ જુઓ

  અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી વિવાદ


  - અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના અલ્પસંખ્યક દરજ્જાને લઈને પણ HRD મંત્રાલય સક્રિય થયું હતું. અને આ મુદ્દે પણ તત્કાલિન HRD મિનિસ્ટર નિશાને પર આવ્યાં હતા. 

   

  આગળ વાંચો ઇરાનીના અન્ય વિવાદો

 • Know Smriti Irani and her controversy
  +1બીજી સ્લાઈડ્સ જુઓ

  ઇરાનીના અન્ય વિવાદો


  - IITમાં શાકાહારી છાત્રો માટે અલગ કેન્ટિનની ભલામણ પર પણ શિક્ષા મંત્રાલયની મજાક ઉડી ચુકી છે. 
  - આ ઉપરાંત HRD મંત્રાલય દ્વારા સંચાલિત સેન્ટ્રલ સ્કૂલોમાં જર્મન ભાષાની જગ્યાએ સંસ્કૃત ભાષા લાવવાના તેમના ફેંસલા પર પણ ઘણી બબાલ થઈ હતી. 
  - JNUમાં મહિષાસુર દિવસ મનાવવા અંગે તેમજ દુર્ગાને લઈને ઇરાનીએ સંસદમાં એક કાપલી વાંચી હતી. જેના પર વિવાદ થઈ ગયો હતો. ત્યારે સ્મૃતિએ કથિત રીતે કહ્યું હતું કે દલિત અને પછાત વર્ગના વિદ્યાર્થીઓ માં દુર્ગાનું અશ્લીલ ચિત્રણ કરે છે. જે નિવેદનને લઈને ઘણાં દિવસ સુધી પ્રદર્શનો થયાં હતા.

   

  આગળ વાંચો સ્મૃતિ ઇરાની કઈ રીતે આવ્યાં રાજકારણમાં?

 • Know Smriti Irani and her controversy

  કઈ રીતે પોલિટિક્સમાં આવ્યાં સ્મૃતિ ઇરાની


  - સ્મૃતિ ઇરાનીના રાજકીય સફરની શરૂઆત 2003માં થઈ હતી. તેઓ ભાજપમાં જોડાયાં હ તા. 
  - સાસ કભી બહૂ થી જેવી લોકપ્રિય ટીવી સીરીયલની મેઈન એકટ્રેસ સ્મૃતિ ઇરાનીની લોકપ્રિયતાને અંકે કરવા ભાજપે તેમને દિલ્હીના ચાંદની ચોક લોકસભા સીટ આપી હતી. પરંતુ તેઓ કપિલ સિબ્બલ સામે હારી ગઈ હતી.
  - જો કે ભાજપે રાજકારણમાં તેની ઉપયોગિતાને જાણી લીધી હતી અને વર્ષ 2004માં મહારાષ્ટ્ર યુથ વિંગના ઉપાધ્યક્ષ બનાવાયાં હતા. જે બાદ તેઓ પાંચ વખત કેન્દ્રીય સમિતિની કાર્યકારી સભ્ય પણ બની. 
  - સ્મૃતિ ઇરાનીને રાષ્ટ્રીય સચિવ પણ નિયુક્ત કરવામાં આવ્યાં છે.
  - 2010માં ભાજપે તેમને મહિલા મોરચાની જવાબદારી સોંપી. જે બાદ 2011માં તેઓ ગુજરાતમાંથી રાજ્યસભા સાંસદ તરીકે મોકલવામાં આવી. 
  - રાજકારણમાં સ્મૃતિ માટે મોટો ટર્નિગ પોઈન્ટ ત્યારે આવ્યો જ્યારે તેઓને રાહુલ ગાંધીની સંસદીય સીટ અમેઠીથી ચૂંટણી લડવાની જવાબદારી સોંપવામાં આવી હતી. અહીં તેઓએ રાહુલ ગાંધીને જોરદાર ટક્કર આપી હતી પરંતુ હારી ગઈ હતી. 
  - જો કે રાજ્યસભાના સાંસદ હોવાથી તેઓને મોદી કેબિનેટમાં જગ્યા મળી હતી. 

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending

વીડિયો વધુ જુઓ