Divya Bhaskar

Home » National News » Latest News » National » RSSના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા અંગે પ્રણવા દાએ અંતે મૌન તોડ્યું | Former President Pranav Mukherjee commented on RSS Invitation

RSSના આમંત્રણ અંગે અનેક લોકોએ પૂછ્યું, જવાબ 7 તારીખે જ આપીશઃ પ્રણવ મુખર્જી

Divyabhaskar.com | Updated - Jun 02, 2018, 06:22 PM

પ્રણવ મુખર્જી 7 જૂનના રોજ આરએસએસના કાર્યકર્તાઓને સંબોધિત કરવા નાગપુર જશે.

  • RSSના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા અંગે પ્રણવા દાએ અંતે મૌન તોડ્યું | Former President Pranav Mukherjee commented on RSS Invitation
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    સંઘના જણાવ્યા મુજબ પ્રણવ મુખર્જીને કાર્યક્રમમાં સામેલ થવા માટે આમંત્રણ મોકલ્યું હતું જે તેઓએ સ્વીકાર્યું છે (ફાઈલ)

    નેશનલ ડેસ્કઃ આરએસએસના કાર્યક્રમમાં જવા પર પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ પહેલીવાર મૌન તોડ્યું છે. પ્રણવ મુખર્જી 7 જૂનના રોજ આરએસએસના કાર્યકર્તાઓને સંબોધિત કરવા નાગપુર જશે. બાંગ્લા અખબાર આનંદ બજાર પત્રિકા સાથેની મુલાકાતમાં મુખર્જીએ કહ્યું કે, જે પણ મારે કહેવું છે, હું નાગપુરમાં કહીશ, મને અનેક પત્ર મળ્યા છે, અનેક કોલ આવ્યા છે, પરંતુ અત્યાર સુધી મેં કોઈનો જવાબ નથી આપ્યો. અનેક સિનિયર કોંગ્રેસી નેતાઓ જેમકે, જયરામ રમેશ, સીકે જાફર શરીફ અને રમેશ ચેન્નીથાલાએ પૂર્વ રાષ્ટ્રપતિને પત્ર લખી વિનંતી કરી હતી કે તેઓ આરએસએસના કાર્યક્રમમાં જવાના પોતાના નિર્ણય પર ફરી વિચારણા કરે.

    કોંગ્રેસના સિનિયર નેતાઓમાં અલગ-અલગ મત


    - કેરળ વિધાનસભામાં નેતા પ્રતિપક્ષ રમેશ ચેન્નીથાલાએ કહ્યું છે કે આરએસએસના કાર્યક્રમમાં જવાનો પૂર્વ રાષ્ટ્રપતિનો નિર્ણય સેક્યુલર વિચારધારાના લોકો માટે ઝટકા સમાન છે. રમેશ ચેન્નીથાલાએ કહ્યું કે પ્રણવ મુખર્જીને સંઘના કોઈ પણ કાર્યક્રમમાં ન જવું જોઈએ.
    - સિનિયર કોંગ્રેસી નેતા પી. ચિદંબરમે આ મુદ્દે બીજા પ્રકારની પ્રતિક્રિયા આપી છે. ચિદંબરમે કહ્યું કે પ્રણવદાને આરએસએસના કાર્યક્રમમાં જવું જોઈએ, પરંતુ તેમણે કહેવું જોઈએ કે આરએસએસની વિચારધારામાં શું ખામી છે. તેઓએ કહ્યું કે, હવે જ્યારે તેમણે નિમંત્રણ સ્વીકારી લીધું છે તો તેની વિશે ચર્ચા કરવાનો કોઈ ફાયદો નથી.

  • RSSના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા અંગે પ્રણવા દાએ અંતે મૌન તોડ્યું | Former President Pranav Mukherjee commented on RSS Invitation
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    7 જૂને નાગપુરમાં આયોજિત કાર્યક્રમના સમાપન સત્રમાં પ્રણવ મુખર્જીની સાથે સંઘના પ્રમુખ મોહન ભાગવત પણ સામેલ થશે (ફાઈલ)
  • RSSના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા અંગે પ્રણવા દાએ અંતે મૌન તોડ્યું | Former President Pranav Mukherjee commented on RSS Invitation
    સંઘના કાર્યક્રમને લઈને આમંત્રણ પત્રિકા છપાઈ છે જેમાં મુખ્ય અતિથિ તરીકે પ્રણવ દાનું નામ છે
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending