કેજરીવાલના ધરણાંનો ચોથો દિવસ, ઉપવાસી સત્યેન્દ્ર જૈનની તબિયત લથડી

બીજેપી અરવિંદ કેજરીવાલના ઘરે ધરણાં અને ઉપવાસ કરી રહી છે

divyabhaskar.com | Updated - Jun 14, 2018, 09:38 AM
ગુરુવારે સવારે સત્યેંદ્ર જૈન અને મનિષ સિસોદીયાનુું રુટીન ચેકઅપ કરાયુું
ગુરુવારે સવારે સત્યેંદ્ર જૈન અને મનિષ સિસોદીયાનુું રુટીન ચેકઅપ કરાયુું

પાટનગર દિલ્હીમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને તેમના ત્રણ કેબિનેટ મંત્રી રાજ્યપાલ વિરુદ્ધ તેમના ઘરે ઘરણાં કરી રહ્યા છે. જ્યારે વિપીક્ષી પાર્ટી બીજેપી સીએમ વિરુદ્ધ તેમના ઘરે ધરણાં કરી રહી છે. આજે કેજરીવાલના ધરણાંનો ચોથો દિવસ છે.

નવી દિલ્હી: પાટનગર દિલ્હીમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને તેમના ત્રણ કેબિનેટ મંત્રી રાજ્યપાલ વિરુદ્ધ તેમના ઘરે ઘરણાં કરી રહ્યા છે. જ્યારે વિપક્ષી પાર્ટી બીજેપી સીએમ વિરુદ્ધ તેમના ઘરે ધરણાં કરી રહી છે. આજે કેજરીવાલના ધરણાંનો ચોથો દિવસ છે.

આમરણ ઉપવાસ પર બેઠેલા મનિષ સિસોદિયા અને સત્યેંદ્ર જૈનનો ગુરુવારે સવારે રુટીન ચેકઅપ કરવામાં આવ્યુું હતુું. ચેકઅપમાં ખબર પડી હતી કે સત્યેંદ્ર જૈનની તબિયત ઠીક નથી.

કેવી છે તબિયત?

સત્યેંદ્ર જૈન
પલ્સ- 64, બીપી- 110/70, સુગર- 47, યૂરિન કિટોન- 2+

મનિષ સિસોદિયા
પલ્સ- 72, બીપી- 140/80, સુગર- 59, વજન 88.5 કિલો

કેજરીવાલના ધરમાં વિરુદ્ધ બીજેપી નેતાઓ બુધવારે મુખ્યમંત્રીના ઘરની સામે ધરણાં પર બેઠા હતા. દિલ્હી બીજેપી નેતા મનજિંદર સિરસાએ ફોટો ટ્વિટ કરીને લખ્યું હતું કે, કેજરીવાલે નાટક બંધ કરવા જોઈએ અને કામ પર પરત ફરી જવું જોઈએ. આ ધરણામાં AAPના બળવાખોર નેતા કપિલ મિશ્રા પણ સામેલ થયા હતા.

આ છે AAPની 3 માંગ


- એલજી પોતે IAS અધિકારીઓની ગેરકાયદેસરની હડતાળ તાત્કાલિક ખતમ કરાવે કેમકે તેઓ સર્વિસ વિભાગના વડા છે.
- કામ રોકનારા IAS અધિકારીઓ વિરૂદ્ધ કડક પગલાં ભરવામાં આવે.
- રેશનની ડોર સ્ટેપ ડિલિવરી યોજનાને મંજૂર કરે.

આગળની સ્લાઈડમાં જુઓ અન્ય સંબંધિત તસવીરો

X
ગુરુવારે સવારે સત્યેંદ્ર જૈન અને મનિષ સિસોદીયાનુું રુટીન ચેકઅપ કરાયુુંગુરુવારે સવારે સત્યેંદ્ર જૈન અને મનિષ સિસોદીયાનુું રુટીન ચેકઅપ કરાયુું
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App