Home » National News » Latest News » National » પેટ્રોલ ડીઝલના ભાવમાં સતત 8મા દિવસે ઘટાડો | Petrol Diesel price continuously on 8th day decrease

પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત 8મા દિવસે ઘટાડો, ચેન્નાઈમાં વધુ ભાવ ઘટ્યા

Divyabhaskar.com | Updated - Jun 06, 2018, 11:14 AM

29 મેથી આજ દિન સુધી પેટ્રોલમાં 75 પૈસા અને ડીઝલમાં 54 પૈસાનો ઘટાડો નોંધાયો છે.

  • પેટ્રોલ ડીઝલના ભાવમાં સતત 8મા દિવસે ઘટાડો | Petrol Diesel price continuously on 8th day decrease
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત 8મા દિવસે ઘટાડો

    નવી દિલ્હીઃ પેટ્રોલ અને ડીઝલ બુધવારે સતત આઠમા દિવસે સસ્તુ થયું છે. દિલ્હી, કોલકાતા અને મુંબઈની તુલનાએ ચેન્નાઈમાં સૌથી વધુ પેટ્રોલમાં 12 પૈસા સુધીનો ઘટાડો થયો છે. તો ડીઝલમાં તમામ જગ્યાએ 8 પૈસા ઓછા થયાં છે. આ ઘટાડા બાદ દિલ્હીમાં પેટ્રોલ 77.72 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયું છે. જ્યારે ડીઝલની કિંમત 68.80 રૂપિયા પ્રતિ લિટરે પહોંચી છે. તો મુંબઈમાં રેટ સૌથી વધુ છે. મુંબઈમાં ઘટાડા બાદ પણ પેટ્રોલ 85.54 રૂપિયા અને ડીઝલ 73.25 રૂપિયા પ્રતિ લિટર છે. 29 મેથી આજ દિન સુધી પેટ્રોલમાં 75 પૈસા અને ડીઝલમાં 54 પૈસાનો ઘટાડો નોંધાયો છે.

    પેટ્રોલ 12 પૈસા સુધી સસ્તુ

    શહેર 6 જૂનની કિંમત 5 જૂનની કિંમત કેટલો ઘટાડો થયો?
    દિલ્હી 77.72 રૂપિયા 77.83 રૂપિયા 11 પૈસા
    કોલકાતા 80.37 રૂપિયા 80.47 રૂપિયા 10 પૈસા
    મુંબઈ 85.54 રૂપિયા 85.65 રૂપિયા 11 પૈસા
    ચેન્નાઈ 80.68 રૂપિયા 80.80 રૂપિયા 12 પૈસા

    ડીઝલ 8 પૈસા સસ્તુ

    શહેર 6 જૂનની કિંમત 5 જૂનની કિંમત કેટલો ઘટાડો થયો?
    દિલ્હી 68.80 રૂપિયા 68.88 રૂપિયા 8 પૈસા
    કોલકાતા 71.35 રૂપિયા 71.43 રૂપિયા 8 પૈસા
    મુંબઈ 73.25 રૂપિયા 73.33 રૂપિયા 8 પૈસા
    ચેન્નાઈ 72.64 રૂપિયા 72.72 રૂપિયા 8 પૈસા
  • પેટ્રોલ ડીઝલના ભાવમાં સતત 8મા દિવસે ઘટાડો | Petrol Diesel price continuously on 8th day decrease
    મુંબઈમાં ઘટાડા બાદ પણ પેટ્રોલ 85.54 રૂપિયા અને ડીઝલ 73.25 રૂપિયા પ્રતિ લિટર છે
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ