ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» Oldman under train his hand cut off also another man under train his leg cut off in Bihar

  ટ્રેન નીચે આવી જતા વૃદ્ધનો કપાયો હાથ, સમયસર એમ્બ્યુલન્સ ન થઇ ઉપલબ્ધ, મોત

  divyabhaskar.com | Last Modified - Jun 13, 2018, 03:19 PM IST

  એડમિનિસ્ટ્રેશને તેમને તરત હોસ્પિટલ નહીં પહોંચાડીને બીજી ટ્રેન આવવાની રાહ જોઇ
  • ટ્રેન નીચે આવી જતા વૃદ્ધનો કપાયો હાથ, સમયસર એમ્બ્યુલન્સ ન થઇ ઉપલબ્ધ, મોત
   ટ્રેન નીચે આવી જતા વૃદ્ધનો કપાયો હાથ, સમયસર એમ્બ્યુલન્સ ન થઇ ઉપલબ્ધ, મોત

   જમશેદપુર (બિહાર): જમશેદપુરના વિદ્યાસાગર રેલવે સ્ટેશન પર રવિવારે ટ્રેનમાંથી ઉતરવા દરમિયાન મોહમ્મદ હબીબ અન્સારી નામના એક વૃદ્ધ પડી ગયા. ટ્રેનની નીચે આવી જતા તેમનો જમણો હાથ કપાઇ ગયો. તેઓ ગંભીર રીતે ઘાયલ હતા અને સ્ટ્રેચર પર તરફડિયાં મારી રહ્યા હતાં. એડમિનિસ્ટ્રેશને તેમને તરત હોસ્પિટલ નહીં પહોંચાડીને બીજી ટ્રેન આવવાની રાહ જોઇ, જેથી વૃદ્ધને 20 કિમી દૂર જામતાડા હોસ્પિટલ મોકલી શકાય. બરાબર 45 મિનિટ પછી એક માલગાડી આવી અને તેમાં સ્ટ્રેચરના સહારે તેમને જામતાડા હોસ્પિટલ પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. પરંતુ તે માણસ હોસ્પિટલ પહોંચે તે પહેલા પોતાની જિંદગીની જંગ હારી ગયો. વ્યવસ્થાની ધીમી ગતિના કારણે જિલ્લામાં ઉપલબ્ધ 15 એમ્બ્યુલન્સમાંથી તેને એક પણ નસીબ ન થઈ.

   ટ્રેનની નીચે ટીચરનો કપાયો પગ, લોકો માણસાઈ નેવે મૂકી બનાવતા રહ્યા વીડિયો

   બક્સરના દાનાપુર રેલમંડલના ડુમરાંવ રેલવે સ્ટેશનની પાસે રવિવારે એક ટીચર તૂફાન એક્સપ્રેસની ઝપટમાં આવી ગયા. આ દુર્ઘટનામાં તેમનો જમણો પગ ઘૂંટણ નીચેથી કપાઇ ગયો. પરંતુ, લોકોની સંવેદનહીનતા એટલી બધી હતી કે ઘાયલ ટીચરને ઇલાજ માટે લઇ જવાને બદલે તમાશાખોરોની ભીડ વીડિયો બનાવવામાં મશગૂલ રહી. અડધા કલાક સુધી તે ટ્રેક પર તડફડતા રહ્યા. ત્યારબાદ જીઆરપીએ તેમને હોસ્પિટલ પહોંચાડ્યા. અકસ્માતનો શિકાર બનેલા ટીચર બક્સર જિલ્લાના રજડીહા ગામમાં રહેતા સીતારામ તિવારી છે.

   ભાસ્કર અપીલ: આવા અકસ્માત સમયે મોબાઈલથી ફોટો ખેંચવા કે વીડિયો લેવાની જગ્યાએ પીડિતની મદદ કરીને સારા નાગરિક અને માણસ હોવાનો પરિચય આપો. અકસ્માત કોઇની પણ સાથે થઇ શકે છે. વિચારો તેની જગ્યાએ તમારું પોતાનું કોઇ માણસ હોત તો તમે શું કરત?

   આ પણ વાંચો: ઉતાવળ કરવાના ચક્કરમાં ટ્રેન નીચે કપાઇ ગયો માણસ, દ્રશ્ય જોઇ હાલી ગયા લોકો

   સંબંધિત તસવીર જોવા આગળની સ્લાઇડ ક્લિક કરો

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Oldman under train his hand cut off also another man under train his leg cut off in Bihar
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `