AGNI-5 મિસાઈલનું થયું સફળ પરિક્ષણ, ચીન-પાકિસ્તાનનું વધ્યું જોખમ

આ મિસાઈલ 5000 કિમી સુધીના અંતર સુધી હુમલો કરી શકે છે, પરમાણુ હથિયાર લઈ જવામાં સક્ષમ

divyabhaskar.com | Updated - Jun 03, 2018, 12:28 PM
મિસાઈલ અગ્નિ-5નું સફળ પરિક્ષણ
મિસાઈલ અગ્નિ-5નું સફળ પરિક્ષણ

આ પહેલાં 18 જાન્યુઆરી 2018માં પણ તેનું પરિક્ષણ કરવામાં આવ્યું હતું. તે પણ સફળ રહ્યું છે. આ ખૂબ શક્તિશાળી મિસાઈલ છે જે 5000 કિમીના અંતર સુધી પણ હુમલો કરી શકે છે. તેની રેન્જમાં ભારતના પડોશી દેશ ચીન અને પાકિસ્તાન છે.

નવી દિલ્હી: ભારતે પરમાણુ હથિયાર લઈ જવામાં સક્ષમ અને સ્વદેશમાં બનાવવામાં આવેલી લાંબુ અંતર કાપી શકતી બેલસ્ટિક મિસાઈલ અગ્નિ-5નું સફળતા પૂર્વક પરિક્ષણ કરવામાં આવ્યું છે. ઓરિસ્સાના બાલાસોર જિલ્લામાં આવેલા અબ્દુલ કલામ આઈલેન્ડના ઈન્ટાગ્રેટિડ ટેસ્ટ રેન્જ (આઈટીઆર)માં સવારે 9.48 મિનિટ આ પરિક્ષણ કરવામાં આવ્યું છે. જે સફળ રહ્યું છે. અગ્નિ-5નું આ છઠ્ઠું પરિક્ષણ છે. આ પહેલાં 18 જાન્યુઆરી 2018માં પણ તેનું પરિક્ષણ કરવામાં આવ્યું હતું. તે પણ સફળ રહ્યું છે. આ ખૂબ શક્તિશાળી મિસાઈલ છે જે 5000 કિમીના અંતર સુધી પણ હુમલો કરી શકે છે. તેની રેન્જમાં ભારતના પડોશી દેશ ચીન અને પાકિસ્તાન છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, અબ્દુલ કલામ આઈલેન્ડના ઈન્ટીગ્રેટેડ ટેસ્ટ રેન્જના લોન્ચ પેડ નંબર 4થી આ મિસાઈલ લોન્ચ કરવામાં આવી છે. રક્ષા સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ મિસાઈલનું છઠ્ઠું પરિક્ષણ છે. આ દરમિયાન મિસાઈલ તેનું અંતર પુરૂ કરવા માટે સક્ષમ રહી છે. જે મોટી સફળતાની વાત છે. તેમણે જણાવ્યું કે, મિસાઈલની રડાર, ટ્રેકિંગ ઈન્સ્ટ્રુમેન્ટ પર ઓબ્સર્વેશન સ્ટેશનથી નજર રાખવામાં આવી રહી હતી.

રક્ષા અનુસંધાન અને વિકાસ સંગઠન (ડીઆરડીઓ)ના જણાવ્યા પ્રમાણે અગ્નિ-5 સીરિઝની અન્ય મિસાઈલ કરતા વિપરિત છે. અગ્નિ-5 નેવિગેશન અને ગાઈડન્સ, વોરહેડ અને એન્જિનના સંદર્ભમાં નવી પ્રોદ્યોગિકતાનો ઉમેરો કરવામાં આવ્યો છે.

X
મિસાઈલ અગ્નિ-5નું સફળ પરિક્ષણમિસાઈલ અગ્નિ-5નું સફળ પરિક્ષણ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App