ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» નિપાહ પીડિતોની સારવાર દરમિયાન નર્સનું મોત| Nurses death during treatment of Nippah patient

  નિપાહ દર્દીઓની સારવાર દરમિયાન નર્સનું મોત, પતિને છેલ્લી ચિઠ્ઠીમાં લખ્યું- બાળકોનું ધ્યાન રાખજો

  divyabhaskar.com | Last Modified - May 22, 2018, 01:40 PM IST

  2004માં બાંગ્લાદેશમાં ખજુરની ખેતી કરનાર લોકોમાં આ બિમારી ફેલાવાના કારણે 31 લોકોના મોત
  • નિપાહ દર્દીઓની સારવાર દરમિયાન નર્સનું મોત, પતિને છેલ્લી ચિઠ્ઠીમાં લખ્યું- બાળકોનું ધ્યાન રાખજો
   નિપાહ દર્દીઓની સારવાર દરમિયાન નર્સનું મોત, પતિને છેલ્લી ચિઠ્ઠીમાં લખ્યું- બાળકોનું ધ્યાન રાખજો

   કોઝિકોડ: કેરળના કોઝિકોડમાં નિપાહ વાયરસથી પીજિત દર્દીઓની સેવા કરવામાં એક નર્સે તેનો જીવ ગુમાવી દીધો છે. નર્સનું નામ લિની છે. આ નર્સ પેરાંબરા તાલુકામાં કામ કરતી હતી. આ તે હોસ્પિટલ છે જ્યાં વાયરલથી પ્રભાવિત વધારે દર્દીઓને દાખલ કરવામાં આવ્યા છે. લિની છેલ્લા ત્રણ દિવસથી આ જ દર્દીઓની સેવા કરતી હતી. ત્યારે તેને પણ આ જીવલેણ વાયરસનું ઈન્ફેક્શન લાગી ગયું હતું. જ્યારે તેને લાગ્યું કે તે બચી નહીં શકે ત્યારે તેણે તેના પતિને છેલ્લી ચિઠ્ઠી લખીને તેમાં લખ્યું કે, હવે હું તમને મળી શકું તેમ નથી, બાળકોનું ધ્યાન રાખજો. કેરળમાં આ વાયરસના કારણે મૃત્યુ પામેલા લોકોની સંખ્યા 13 થઈ ગઈ છે. મંગળવારે બીજા બે લોકોના મોત થયા છે. છ લોકોની સ્થિતિ ગંભીર માનવામાં આવે છે જ્યારે 25 લોકોને અંડર ઓબ્ઝર્વેશન રાખવામાં આવ્યા છે. કેરળના મુખ્યમંત્રી પી. વિજયને કહ્યું છે કે, લિનીની નિ:સ્વાર્થ સેવાને હંમેશા યાદ રાખવામાં આવશે.

   છેલ્લા સમયે પરિવારનું કોઈ પણ સભ્ય નહતું સાથે


   - પેરાંબરા તાલુકા હોસ્પિટલમાં કામ કરતી 31 વર્ષની નવર્સ લિનીએ તેના છેલ્લા સમયે પરિવારના દરેક સભ્યોને તેનાથી દૂર રહેવા કહ્યું હતું. જેથી પરિવારના કોઈ પણ સભ્યને ઈન્ફેક્શન ના થાય. જ્યારે તે છેલ્લા શ્વાસ લેતી હતી ત્યારે તેના પરિવારનું કોઈ તેની સાથે નહતું.
   - લિની કેરળના ચેંબાનોડ વિસ્તારમાં રહેતી હતી. તેના અંતિમ સંસ્કાર હેલ્થ ડિપાર્ટમેન્ટના વિદ્યુત શ્મશાનમાં જ કરી દેવામાં આવ્યા છે.

   લિનીના બે દીકરાઓ, તેમને પણ ન મળી શકી


   - લિનીના બે દીકરાઓ છે. સિદ્ધાર્થ 5 વર્ષનો અને રિતુલ 2 વર્ષનો છે. બંને તેમની માતાને છેલ્લીવાર જોઈ પણ શક્યા નથી. લિનીના પતિ સજીશ લિનીની બીમારી વિશે સાંભળીને બે દિવસ પહેલાં જ બહરીનથી કેરળ આવ્યા હતા.

   પિતાની જેમ એકદમ એખલા ન રહેતા


   - પર્યચન મંત્રીકદાકમપલ્લી સુરેંન્દ્રને લિનીના મોત પર દુખ વ્યક્ત કર્યું છે. તેમણે તેમના ફેસબુક પર લિનીએ તેના પતિને લખેલો છેલ્લો પત્ર શેર કર્યો છે. પત્રમાં લિનીએ લખ્યું છે કે, મને નથી લાગતું કે હવે હું તમને મળી શકું. પ્લીઝ આપણાં બાળકોની દેખભાળ રાખજો. તેમને તમારી જોડે ગલ્ફના દેશોમાં લઈ જજો અને આપણાં પિતાની જેમ એકદમ એકલા ન રહેતા.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: નિપાહ પીડિતોની સારવાર દરમિયાન નર્સનું મોત| Nurses death during treatment of Nippah patient
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `