Home » National News » Latest News » National » NRC Final Draft armyman cisf constable teacher field officer are not Indian citizen

આસામ વિવાદઃ ડ્રાફ્ટમાં NRCના અધિકારીનું જ નામ નહીં, આર્મી જવાન, ગેઝેટેડ અધિકારી પણ ન ગણાયાં ભારતીય નાગરિક

Divyabhaskar.com | Updated - Aug 02, 2018, 02:20 PM

NRCમાં જે લોકોના નામ છૂટ્યાં છે તેમાં ફિલ્ડ લેવલ અધિકારી, આર્મીના અધિકારી, શિક્ષક, CRPF કોન્સ્ટેબલ પણ સામેલ.

  • NRC Final Draft armyman cisf constable teacher field officer are not Indian citizen
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
    NRC ફાઈનલ ડ્રાફ્ટમાં સરકારી અધિકારી, આર્મી ઓફિસર સહિત અનેક નામો છૂટ્યાં

    નેશનલ ડેસ્કઃ આસામમાં રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટરના મામલે જે લોકોના નામ છૂટ્યાં છે તેમાં સરકાર દ્વારા નિમણૂંક ફિલ્ડ લેવલ અધિકારી મોઈનુલ હક પણ સામેલ છે. જેઓએ તપાસ કરાવ્યાં બાદ લોકોના નામ નોંધ્યા હતા. હકનું પોતાનું નામ ગુમ હોવાથી તે પરેશાન છે. તેઓ તે 55 હજાર સરકારી કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટ વર્કરોમાંથી એક છે જેઓએ NRC અપડેટ કરાવવાની પ્રક્રિયાને પૂરી કરી. પરંતુ તેઓ પોતે જ ગણતરીમાંથી બાકાત રહી ગયા. તો આસામમાં ઉદલગુડી જિલ્લાના એક શિક્ષકનું નામ પણ NCRના અંતિમ ડ્રાફ્ટમાં નથી.

    છૂટેલાં લોકોમાં એક જવાન અને ગેઝેટેડ ઓફિસર પણ


    - NRCના ફાઈનલ ડ્રાફ્ટમાં જેઓ છૂટ્યાં છે તેમાં આર્મી જવાન, CRPFના હેડ કોન્સ્ટેબલ, એજી ઓફિસના ગેઝેટેડ ઓફિસર અને આસામ પોલીસના સ્પેશિયલ બ્રાંચના એક ASI પણ સામેલ છે. ASI મુખ્યમંત્રી સોનોવાલની સુરક્ષામાં સામેલ છે. તેઓ પૂર્વ મુખ્યમંત્રી તરૂણ ગોગોઈની સુરક્ષામાં પણ સામેલ હતા.
    - એક અંગ્રેજી અખબારના અહેવાલ મુજબ તેઓએ કહ્યું કે તેમના પરિવારના તમામ 11 સભ્યોના નામ NRCમાં સામેલ નથી. તેઓ જણાવે છે કે છેલ્લાં 3 માસથી મેં સ્કૂલમાં ઘણો જ ઓછો સમય વિતાવ્યો કેમકે મોટા ભાગે NRCના કામમાં જ વ્યસ્ત રહેતો હતો. તેમના નાના ભાઈ પણ સરકારી સ્કૂલમાં ટીચર છે.
    - મોઈનુલે જણાવ્યું કે તેઓએ પોતાના દિવંગત પિતાનું મેટ્રિક સર્ટિફિકેટ પણ લગાવ્યું હતું, જે 1949માં દરાંગ જિલ્લાથી ઈશ્યૂ થયું હતું. પરંતુ NRC અધિકારીઓએ આ સર્ટિફિકેટ સ્વીકાર્યું ન હતું.

    ઉત્તરાખંડમાં તૈનાત આર્મી જવાનને ભૂલી ગઈ સરકાર


    - 29 વર્ષના આર્મી જવાન ઈનેમુલ હક બારપેટા જિલ્લાના રહેવાસી છે અને તે સમયે તેની પોસ્ટિંગ ઉત્તરાખંડમાં આર્મી સર્વિસ કોર્પમાં છે. તેમનું નામ પણ NRCના ફાઈનલ ડ્રાફ્ટમાંથી ગાયબ છે.
    - જો કે રાહતની વાત એ છે કે તેમના પરિવારના સભ્યોનું નામ ડ્રાફ્ટમાં સામેલ છે.

    ઈન્ડિયન એરફોર્સમાં રહેલાં સૈદુલ્લાહનું નામ પણ ગાયબ


    - સૈદુલ્લાહ અહમદનું નામ NRC ડ્રાફ્ટમાં સામેલ ન હોવાથી તેઓ ગભરાયેલાં છે.
    - સૈદુલ્લાહ ઈન્ડિયન એરફોર્સમાં ટેકનિશિયન હતા અને હાલ તેઓ ગૌહાટીમાં એજી ઓફિસમાં આસિસ્ટન્ટ ઓડિટ ઓફિસરના પદ પર તૈનાત છે.
    - તેઓએ જણાવ્યું કે મારા પિતા મોબિદ અલીનું નામ 1951ના NRCમાં છે.
    - 1958 અને 1967ની ભૂમિ રેકોર્ડમાં તેમનું નામ નોંધાયેલું છે. સાથે જ 1971માં તૈયાર થયેલાં મતદાર યાદીમાં પણ તેમનું નામ છે.
    - અધિકારીના જણાવ્યા મુજબ આટલાં ડોક્યુમેન્ટ્સ હોવા છતાં તેમની બહેનને 2012માં ફોરેનર્સ ટ્રિબ્યૂનલે વિદેશી જાહેર કરી હતી. જે સંબંધે સુપ્રીમ કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે.
    - તેમની જેમ જ CISFના હેડ કોન્સ્ટેબલ ઉસ્માન ગનીનું નામ પણ લિસ્ટમાં સામેલ નથી.

    વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

  • NRC Final Draft armyman cisf constable teacher field officer are not Indian citizen
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    સૈદુલ્લાહ અહમદનું નામ NRC ડ્રાફ્ટમાં સામેલ ન હોવાથી તેઓ ગભરાયેલાં છે
  • NRC Final Draft armyman cisf constable teacher field officer are not Indian citizen
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    પૂર્વ રાષ્ટ્રપતિ ફખરુદ્દીન અલી અહેમદના ભત્રીજાનું નામ પણ બાકાત
  • NRC Final Draft armyman cisf constable teacher field officer are not Indian citizen
    NRCના ફાઈનલ ડ્રાફ્ટમાં 40 લાખ લોકોના નામ ગાયબ છે
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ