Divya Bhaskar

Home » National News » Latest News » National » nrc controversy arun jaitley retaliated to mamta banerjee allegations on bjp

આસામ વિવાદઃ જેટલીએ કહ્યું- મમતાએ 13 વર્ષ પહેલાં બાંગ્લાદેશીઓની ઘૂસણખોરીને ગંભીર સમસ્યા ગણાવી હતી

Divyabhaskar.com | Updated - Aug 02, 2018, 11:41 AM

નેશનલ સિટિઝન રજિસ્ટર મુદ્દે ભડકેલી મમતા બેનર્જીને કેન્દ્રીય મંત્રી અરૂણ જેટલીએ તેમનું 13 વર્ષ જૂનું નિવેદન યાદ કરાવ્યું.

  • nrc controversy arun jaitley retaliated to mamta banerjee allegations on bjp
    આસામમાં નેશનલ સિટિઝન રજિસ્ટર મુદ્દે ભડકેલી મમતા બેનર્જીને કેન્દ્રીય મંત્રી અરૂણ જેટલીએ તેમનું 13 વર્ષ જૂનું નિવેદન યાદ કરાવ્યું (ફાઈલ)

    નવી દિલ્હીઃ આસામમાં નેશનલ સિટિઝન રજિસ્ટર મુદ્દે ભડકેલી મમતા બેનર્જીને કેન્દ્રીય મંત્રી અરૂણ જેટલીએ તેમનું 13 વર્ષ જૂનું નિવેદન યાદ કરાવ્યું છે. તેઓએ એક બ્લોગમાં લખ્યું કે, "પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ 4 ઓગસ્ટ, 2005નાં રોજ લોકસભામાં કહ્યું હતું કે- બંગાળમાં ઘૂસણખોરી એક સમસ્યા બની ગઈ છે. મારી પાસે બાંગ્લાદેશી અને ભારતીય મતદાત સૂચી બંને છે. આ એક ઘણો જ ગંભીર મામલો છે. હું જાણવા માંગુ છું કે ગૃહમાં આ અંગે ક્યારે ચર્ચા થશે."

    જેટલીએ વધુમાં લખ્યું કે, "ભારતની સંપ્રભુતા રાજનીતિક ચર્ચાની ગુણવતાને કારણે ભારે કિંમત ચુકવી રહ્યું છે. જો કે ઈન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીએ 1972 અને 1985માં વિદેશીઓને હટાવવાના અને નિર્વાસન માટે એક સ્ટેન્ડ લીધું, રાહુલ ગાંધી એક વિરોધાભાસી સ્ટેન્ડ લઈ રહ્યાં છે. આ રીતે 2005માં ભાજપના સહયોગી મમતા બેનર્જીએ એક સ્ટેન્ડ લીધું. એક સંઘીય મોર્ચાના નેતા તરીકે આ સૌથી ઊંધી વાત કરે છે. શું ભારતની સંપ્રભુતા આ રીતે અસ્થિર મગજ અને નબળાં હાથો સાથે નક્કી કરી શકાય છે?"

    NRCના મુદ્દે ભાજપને ઘેર્યું


    - મમતા બેનર્જીએ NRCના મુદ્દે બુધવારે કહ્યું કે, "જ્યારે પાડોસી રાજ્ય આસામ દુખી છે તો બંગાળના લોકો કેમ અવાજ ન ઉઠાવી શકે? જેને ભાજપને મત આપ્યાં તેઓ લિસ્ટમાં છે અને જેને નથી આપ્યાં તેઓને બહાર કરવામાં આવ્યાં છે. શું બાંગ્લાદેશીઓના નામે આ રીતે લોકોમાં ભાગ પાડી શકાય છે? વિભાજન પહેલાં બાંગ્લાદેશી પણ ભારતના નાગરિક હતા, તેમની ભાષા અને સંસ્કૃતિ આપણાં જેવી જ છે. નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝનની હકિકતની તપાસ કરવા માટે એક ટીમ આસામ મોકલવામાં આવે."

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending