ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» બંધના રાજકારણ બાદ હવે ઉપવાસનું રાજકારણ | Now the fasting of Modi-Shah- After politics of fasting, fasting politics

  હવે મોદી-શાહના ઉપવાસ: બંધના રાજકારણ બાદ ઉપવાસનું રાજકારણ

  New Delhi | Last Modified - Apr 11, 2018, 01:30 AM IST

  સોશિયલ મીડિયાનો બંધ અસરહીન, હવે 14મીએ આંબેડકર જયંતી, 18મીએ પરશુરામ જયંતીને કારણે એલર્ટ
  • સંસદની કાર્યવાહી ખોરવવા સામે મોદી, ભાજપના સાંસદો, અમિત શાહ ઉપવાસ કરશે- ફાઈલ
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   સંસદની કાર્યવાહી ખોરવવા સામે મોદી, ભાજપના સાંસદો, અમિત શાહ ઉપવાસ કરશે- ફાઈલ

   નવી દિલ્હી: ભાજપ અને કોંગ્રેસ વચ્ચે હવે ‘ફાસ્ટ વૉર’ શરૂ થયું છે. રાજઘાટ પર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના ઉપવાસ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા ભાજપના સાંસદો 12મી એપ્રિલે આખા દિવસના ઉપવાસ રાખશે. જ્યારે ભાજપના રાષ્ટ્રપ્રમુખ અમિત શાહ હુબલીમાં ગુરુવારે ઉપવાસ પર ઉતરશે. બીજી બાજુ ભાજપે 11 એપ્રિલે જ્યોતિબા ફુલેની જન્મજયંતી સમતા દિવસ તરીકે ઉજવવાનું પણ જાહેર કર્યું છે. ભાજપે કોંગ્રેસ પર સંસદના બજેટસત્રમાં અવરોધો ઊભા કરવાનો આરોપ મૂકીને ઉપવાસની જાહેરાત કરી હતી.

   રાહુલના ઉપવાસ બાદ સંસદની કાર્યવાહી ખોરવવા સામે મોદી, ભાજપના સાંસદો, અમિત શાહ ઉપવાસ કરશે

   મોદી તેમની ઓફિસમાં ઉપવાસ રાખશે. મોદી ભાજપના સાંસદોને પણ વીડિયો દ્વારા સંબોધશે. ભાજપ નેતા જીવીએલ નરસિંહારાવે કહ્યું, કોંગ્રેસ અને અન્ય વિપક્ષના બિનલોકતાંત્રિક વલણ વિરુદ્ધ ભાજપના સાંસદો આખો દિવસ ઉપવાસ રાખશે. રાજ્યસભાના સાંસદ પણ દેશના ખૂણે ખૂણે જઈને વિપક્ષનું બેજવાબદાર વલણ જનતા સામે રજૂ કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ દ્વારા રાહુલ ગાંધીના વડપણ હેઠળ દેશભરમાં 9 એપ્રિલે 5 કલાકના ઉપવાસનું આયોજન કર્યું હતું.

   આગળ વાંચો: બિહાર-પંજાબ સિવાય દેશભરમાં બંધ નિષ્ફળ

  • હવે મોદી-શાહના ઉપવાસ- ફાઈલ
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   હવે મોદી-શાહના ઉપવાસ- ફાઈલ

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: બંધના રાજકારણ બાદ હવે ઉપવાસનું રાજકારણ | Now the fasting of Modi-Shah- After politics of fasting, fasting politics
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top