ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» રેલવે સફરમાં નિશ્ચિત મર્યાદાથી વધુ સામાન લઇ જવા પર થશે 6 ગણો દંડ | Now, rail passengers will have to pay six-time penalty for carrying excess luggage

  રેલવે સફરમાં નિશ્ચિત મર્યાદાથી વધુ સામાન લઇ જવા પર થશે 6 ગણો દંડ

  Bhaskar News | Last Modified - Jun 05, 2018, 09:58 PM IST

  રેલવે ડબ્બામાં વધુ સમાન લઇ જવાની ફરિયાદો પછી રેલવે બોર્ડે 30 વર્ષ જૂના નિયમોને કડક રીતે લાગુ કરવાનો નિર્ણય કર્યો છે.
  • રેલવે સફરમાં નિશ્ચિત મર્યાદાથી વધુ સામાન લઇ જવા પર થશે 6 ગણો દંડ
   રેલવે સફરમાં નિશ્ચિત મર્યાદાથી વધુ સામાન લઇ જવા પર થશે 6 ગણો દંડ

   નવી દિલ્હીઃ વિમાન સફરની જેમ હવે રેલવેની યાત્રા દરમિયાન પણ નક્કી મર્યાદાથી વધારે સમાન લઇ જવા પર ભારે દંડ ભરવો પડી શકે છે. રેલવે કમ્પાર્ટમેન્ટમાં જરૂર કરતા વધારે સમાન લઇ જવાની ફરિયાદો પછી રેલવે બોર્ડે 30 વર્ષ જૂના નિયમોને કડક રીતે લાગુ કરવાનો નિર્ણય કર્યો છે. રેલવેના એક અધિકારીના જણાવ્યા અનુસાર, જો કોઇ વ્યક્તિ નક્કી કરેલી મર્યાદાથી વધારે સામાન લઇ જતો જણાશે તો વધારાના સામાનનું જે માલભાડું થતું હશે તેના 6 ગણા વધારે દંડ વસૂલ કરવામાં આવશે. વિભાગ તમામ ઝોનમાં નિયમોને કડક રીતે લાગુ કરવા માટે 1-6 જૂન વચ્ચે ખાસ અભિયાન ચલાવી રહ્યું છે.

   6 ગણો દંડ આ રીતે વસૂલ કરાશે


   - રેલવે બોર્ડના ઇન્ફોર્મેશન એન્ડ પબ્લિસિટીના ડાયરેક્ટર વેદ પ્રકાશે જણાવ્યું કે, `માની લો કે કોઇ પ્રવાસી સ્લીપર ક્લાસમાં 80 કિલોગ્રામ સામાન લઇને 500 કિલોમીટરની યાત્રા કરી રહ્યો છે તો તે પોતાના 40 કિલોગ્રામથી વધારે સામાન પાર્સલ ઓફિસમાં 109 રૂપિયામાં બૂક કરાવી શકે છે. જો યાત્રી એવું નહિ કરે તો વધારાના 40 કિલો સામાન માટે તેને રૂ.654 ચુકવવા પડશે.'
   - રેલવે એ પણ નક્કી કરશે કે નિશ્ચિત માપથી વધારે આકારના ડબ્બા, બ્રિફકેસ જેવો સામાન ડબ્બામાં ન જાય. જો તેમનો આકાર વધારે હશે તો તેમને બુક કરીને લગેજ વેનમાં મોકલી દેવાશે.

   અગાઉથી છે નિયમ, હવે સખત અમલઃ રેલવે


   - વેદ પ્રકાશે જણાવ્યું કે, `આ નિયમ પહેલાથી છે જ, અમે ફક્ત તેને કડક રીતે લાગુ કરીશું. જો યાત્રી નક્કી મર્યાદાથી વધારે સામાન બુકિંગ કરાવ્યા વિના પકડાશે તો વધારે સામાનના માલભાડાનો 6 ગણો દંડ વસૂલ કરાશે. આ પગલું ડબ્બામાં સામાનના કારણે જગ્યા ઘટવાની ફરિયાદો તથા યાત્રીઓની સુવિધા માટે લેવામાં આવ્યું છે. હવાઇ યાત્રા દરમિયાન જ્યાં યાત્રીના દરેક સામાનની તપાસ કરાય છે તેમ રેલવેમાં એવી રીતની તપાસ નહિ થાય.'

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: રેલવે સફરમાં નિશ્ચિત મર્યાદાથી વધુ સામાન લઇ જવા પર થશે 6 ગણો દંડ | Now, rail passengers will have to pay six-time penalty for carrying excess luggage
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `