ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Latest News » National» French President visits India for the second time in two years

    ફ્રાંસના રાષ્ટ્રપતિ મેક્રોં આજે પહોંચશે ભારત, મોદી સાથે ફરશે બનારસ

    divyabhaskar.com | Last Modified - Mar 09, 2018, 09:44 AM IST

    બે વર્ષમાં બીજી વખત ફ્રાંસીસ રાષ્ટ્રપતિ ભારતની મુલાકાતે આવી રહ્યા છે
    • ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેનુઅલ મેક્રોં આજે પહોંચશે ભારત
      +1 બીજી સ્લાઈડ્સ જુઓ
      ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેનુઅલ મેક્રોં આજે પહોંચશે ભારત

      નવી દિલ્હી: ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેનુઅલ મેક્રોંની ત્રણ દિવસની ભારત યાત્રા શનિવારથી શરૂ થશે. મેક્રોં શુક્રવાર સુધીમાં ભારત પહોંચી જશે. યાત્રાના પહેલાં દિવસે શનિવારે દિલ્હીમાં વડાપ્રધાન મોદી અને મેક્રોં વચ્ચે દ્વીપક્ષીય સંબંઘો પર વાતચીત થશે. બીજા દિવસે મોદી અને મેક્રોં સંયુક્ત રીતે સૌર ઉર્જા ગઠબંધનની પહેલી બેઠકનું ઉદ્ધાટન કરશે. વડાપ્રધાન મોદી તેમના સંસદીય વિસ્તાર વારાણસીમાં મેંક્રોની ભવ્ય મહેમાનગતી કરશે. મોદી અને મેક્રોં ગંગા ઘાટ પણ ફરવા જશે. તે સિવાય ગંગા નદીમાં હોડીમાં સવારી પણ કરશે. મેંક્રો જાપાની પીએમ શિંજો આબે પછી બનારસ આવનારા બીજા રાષ્ટ્રીય અધ્યક્ષ છે.

      શનિવારે દિલ્હીમાં દ્વીપક્ષીય વાત થશે


      - મોદી અને મેંક્રો વચ્ચે દ્વીપક્ષીય વાત થશે. રક્ષા, સ્પેસ, સુરક્ષા, ઉર્જા સાથે જોડાયેલા મુદ્દાઓ વિશે ચર્ચા થશે. કારોબારી સંબંધોની પણ સમીક્ષા થશે. મેક ઈન ઈન્ડિયા સાથે જોડાયેલા ઘણી મોટી રક્ષા સમજૂતી પણ કરવામાં આવશે. બંને દેશના વેપારી અને રાજકીય સંબંધો વધારે મજબૂત થશે.

      રવિવારે આંતરરાષ્ટ્રીય અને ગઠબંધન સમિટ, 25 દેશોના પ્રમુખ પણ આવશે


      - મેક્રોં અને મોદી આંતરરાષ્ટ્રીય સોલર ગઠબંધનની પહેલી સમિટની શરૂઆત કરશે. તેની થીમ જલવાયુ પરિવર્તન અને પર્યાવરણ હશે. આ સમિટ રાષ્ટ્રપતિ ભવનમાં હશે. તેમાં 21 દેશોના રાષ્ટ્રઅધ્યક્ષ અને ચાર દેશોના વડાપ્રધાન સિવાય 125 દેશોના પ્રતિનિધિઓ પણ સામેલ થશે.

      સોમવારે મિર્ઝાપુરમાં સોલર પ્લાન્ટનું ઉદ્ધાટન કરશે રાષ્ટ્રપતિ મેક્રોં


      - મેક્રોં યુપીમાં આવેલા મિર્ઝાપુરના દાદર કાલાગામમાં 75 મેગાવોટના સોલર પ્લાન્ટનું ઉદ્ધાટન કરશે. તેઓ બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં બનેલા પંડિત દિનદયાલ ઉપાધ્યાય હસ્તકલા સંકુલની પણ મુલાકાત કરશે. અહીં હેન્ડીક્રાફ્ટ વસ્તુઓનું કેન્દ્ર છે. મોદીએ ગયા વર્ષે જ તેનું ઉદ્ધાટન કર્યું હતું.

    • મેંક્રો જાપાની પીએમ શિંજો આબે પછી બનારસ આવનારા બીજા રાષ્ટ્રીય અધ્યક્ષ
      +1 બીજી સ્લાઈડ્સ જુઓ
      મેંક્રો જાપાની પીએમ શિંજો આબે પછી બનારસ આવનારા બીજા રાષ્ટ્રીય અધ્યક્ષ

      નવી દિલ્હી: ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેનુઅલ મેક્રોંની ત્રણ દિવસની ભારત યાત્રા શનિવારથી શરૂ થશે. મેક્રોં શુક્રવાર સુધીમાં ભારત પહોંચી જશે. યાત્રાના પહેલાં દિવસે શનિવારે દિલ્હીમાં વડાપ્રધાન મોદી અને મેક્રોં વચ્ચે દ્વીપક્ષીય સંબંઘો પર વાતચીત થશે. બીજા દિવસે મોદી અને મેક્રોં સંયુક્ત રીતે સૌર ઉર્જા ગઠબંધનની પહેલી બેઠકનું ઉદ્ધાટન કરશે. વડાપ્રધાન મોદી તેમના સંસદીય વિસ્તાર વારાણસીમાં મેંક્રોની ભવ્ય મહેમાનગતી કરશે. મોદી અને મેક્રોં ગંગા ઘાટ પણ ફરવા જશે. તે સિવાય ગંગા નદીમાં હોડીમાં સવારી પણ કરશે. મેંક્રો જાપાની પીએમ શિંજો આબે પછી બનારસ આવનારા બીજા રાષ્ટ્રીય અધ્યક્ષ છે.

      શનિવારે દિલ્હીમાં દ્વીપક્ષીય વાત થશે


      - મોદી અને મેંક્રો વચ્ચે દ્વીપક્ષીય વાત થશે. રક્ષા, સ્પેસ, સુરક્ષા, ઉર્જા સાથે જોડાયેલા મુદ્દાઓ વિશે ચર્ચા થશે. કારોબારી સંબંધોની પણ સમીક્ષા થશે. મેક ઈન ઈન્ડિયા સાથે જોડાયેલા ઘણી મોટી રક્ષા સમજૂતી પણ કરવામાં આવશે. બંને દેશના વેપારી અને રાજકીય સંબંધો વધારે મજબૂત થશે.

      રવિવારે આંતરરાષ્ટ્રીય અને ગઠબંધન સમિટ, 25 દેશોના પ્રમુખ પણ આવશે


      - મેક્રોં અને મોદી આંતરરાષ્ટ્રીય સોલર ગઠબંધનની પહેલી સમિટની શરૂઆત કરશે. તેની થીમ જલવાયુ પરિવર્તન અને પર્યાવરણ હશે. આ સમિટ રાષ્ટ્રપતિ ભવનમાં હશે. તેમાં 21 દેશોના રાષ્ટ્રઅધ્યક્ષ અને ચાર દેશોના વડાપ્રધાન સિવાય 125 દેશોના પ્રતિનિધિઓ પણ સામેલ થશે.

      સોમવારે મિર્ઝાપુરમાં સોલર પ્લાન્ટનું ઉદ્ધાટન કરશે રાષ્ટ્રપતિ મેક્રોં


      - મેક્રોં યુપીમાં આવેલા મિર્ઝાપુરના દાદર કાલાગામમાં 75 મેગાવોટના સોલર પ્લાન્ટનું ઉદ્ધાટન કરશે. તેઓ બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં બનેલા પંડિત દિનદયાલ ઉપાધ્યાય હસ્તકલા સંકુલની પણ મુલાકાત કરશે. અહીં હેન્ડીક્રાફ્ટ વસ્તુઓનું કેન્દ્ર છે. મોદીએ ગયા વર્ષે જ તેનું ઉદ્ધાટન કર્યું હતું.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: French President visits India for the second time in two years
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    Top
    `