ખુશીઓ મેળવવા માટે મહેલની શું જરૂર, સાબિત કર્યું FB પર વાયરલ થતા આ વીડિયોએ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

છત્તીસગઢ: કહેવાય છે કે, પરિવાર ખુશ હોયતો જીવનમાં દરેક બાજુ શાંતિ દેખાય છે. દરેક સંબંધ સમજણથી ચાલતી હોય છે. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં પરણિત કપલ એક હિન્દી સોંગ પર ડાન્સ કરતું જોવા મળે છે. વીડિયોને સોશિયલ મીડિયા ઉપર ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. ફેસબુક પર યુઝર્સ આ કપલને ખુશ રહેવા માટે શુભેચ્છા પાઠવી રહ્યા છે. જોકે આ વીડિયો ચોક્કસ કઈ જગ્યાનો છે તે વિશે કોઈ ખાસ માહિતી મળી નથી.

 

શું છે વીડિયોમાં?


- આ વીડિયો હમર છત્તીસગઢના નામછી ફેસબુક ગ્રૂપ પર સંતોષ નિર્મલ નામની એક વ્યક્તિએ શેર કર્યો છે.
- તેમણે ટેગલાઈન લખી છે કે, દુનિયાનો સૌથી સુખી પરિવાર. ભગવાન તેમને સદા આ રીતે ખુશી આપે.
- આ ગ્રૂપમાં 3 લાખથી વધારે લોકો જોડાયેલા છે. આ વીડિયોને અત્યાર સુધી એક લાખ કરતા વધારે લાઈક્સ મળી છે.
- જ્યારે 64,000 વખત આ વીડિયોને શેર કરવામાં આવ્યો છે. તેના ઉપર 2,000થી વધારે કમેન્ટ્સ કરવામાં આવી છે. લોકો કોમેન્ટ્સ દ્વારા આ કપલને શુભેચ્છા પાઠવી રહ્યા છે.
- વીડિયોમાં બેકગ્રાઉન્ડ પરથીખ્યાલ આવી રહ્યો છે કે તેમની આર્થિક સ્થિતિ ઠીક નથી. તેમ છતા આ કપલ જે પ્રમાણે ડાન્સ કરી રહ્યું છે તેને જોઈને લાગે છે કે આ કપલ ખુબ ખૂશ છે. વીડિયોમાં એક બાળકી પણ જોવા મળી રહી છે.

 

મળી રહી છે આવી કમેન્ટ્સ


- યુઝર્સ કમેન્ટના સહારે હેપી ફેમિલીની બ્લેસિંગ આપી રહ્યા છે. એક યુઝર્સે લખ્યું છે કે, ખૂબ સરસ, ભગવાન એમને આ રીતે જ ખુશ રાખે.
- એક યુઝર્સે લખ્યું કે, જીવનનો અર્થ એ છે કે, તમે જે સ્થિતિમાં હોવ તેમાં ખુશ રહો, જિંદગીને હસ્તા-રમતા જીવો.
- કિરણ બરેઠ નામના એક યુઝર્સે લખ્યું છે કે, ઉપરવાળો તમારા પર આમ જ ખુશીઓ વરસાવતા રહે.
- ગૌરી શંકર નામના એક યુઝર્સે લખ્યું છે, સુપર ભૈયા, ભાભી અને ક્યૂટ બેબી, હંમેશા ખુશ રહો.
- સાકેત ચંદ્રાકારા નામના એક વ્યક્તિએ લખ્યું છે કે, શાનદાર, સુંદર અને પ્રેમાળ પરિવાર.

 

આગળની સ્લાઈડમાં જુઓ અન્ય તસવીરો

અન્ય સમાચારો પણ છે...