Home » National News » Latest News » National » 2 વર્ષ પછી સોનિયા ગાંધી ઉતર્યા કર્ણાટક ચૂંટણી પ્રચારમાં| Sonia Gandhi campaign for Karnataka assembly elections 2018

ગુજરાત કરતાં મહત્વનું કર્ણાટક! કેમ 2 વર્ષે ચૂંટણી પ્રચારમાં ઉતર્યા સોનિયા?

Divyabhaskar.com | Updated - May 08, 2018, 11:16 AM

ઉત્તર પ્રદેશ, ગુજરાત અને પંજાબમાં વિધાનસભા ચૂંટણી થઈ હતી પરંતુ તેમાં પણ સોનિયા ગાંધી ચૂંટણી પ્રચારમાં ઉતર્યા નહતા

 • 2 વર્ષ પછી સોનિયા ગાંધી ઉતર્યા કર્ણાટક ચૂંટણી પ્રચારમાં| Sonia Gandhi campaign for Karnataka assembly elections 2018
  +3બીજી સ્લાઈડ્સ જુઓ
  સોનિયા ગાંધીની આજે કર્ણાટકમાં રેલી

  નેશનલ ડેસ્ક: સોનિયા ગાંધી ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી પહેલાં 3 ઓગસ્ટ 2016માં પીએમ મોદીના સંસદીય વિસ્તાર વારાણસીમાં રોડ શો કરવા માટે ઉતર્યા હતા. તે દરમિયાન તેમની તબિયત બગડી હતી અને તેમને એરલિફ્ટ કરીને તુરંત દિલ્હી લાવવામાં આવ્યા હતા. ત્યારપછી સોનિયા ગાંધીએ પોતાને ચૂંટણી પ્રચારથી દૂર રાખ્યા હતા. આ દરમિયાન ઉત્તર પ્રદેશ, ગુજરાત અને પંજાબ સહિત ઘણાં રાજ્યોની વિધાનસભા ચૂંટણી થઈ હતી પરંતુ તેઓ પ્રચારમાં ઉતર્યા નહતા. આટલું જ નહીં, આ દરમિયાન તેઓ તેમના સંસદીય સીટ અંતર્ગત આવતી વિધાનસભાની સીટ માટે પણ પ્રચાર કરવા ગયા નહતા. પરંતુ હવે તેઓ કર્ણાટકના રાજકારણમાં રસ લઈ રહ્યા છે. આ સંજોગોમાં એવો સવાલ ઊભો થાય છે કે, કર્ણાટકમાં જ કેમ તેઓ ચૂંટણી પ્રચારમાં આટલી મહેનત કરી રહ્યા છે? શું કર્ણાટક ગુજરાત અને ઉત્તર પ્રદેશ કરતા પણ વધારે મહત્વનું છે? તો આવો આજે અમે તમને જણાવીએ કે કયા કારણોથી સોનિયા ગાંધી કર્ણાટકના રાજકારણમાં રસ લઈ રહ્યા છે....

  કર્ણાટકમાં દરેક દાવ-પેચ રમી લેવા માગે છે કોંગ્રેસ


  કર્ણાટક પંજાબ પછી કોંગ્રેસનો સૌથી મજબૂત ગઢ છે અને આ સંજોગોમાં પોતાનો ગઢ બચાવવા કોંગ્રેસ દરેક પ્રકારની મહેનત કરી લેવા માગે છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ત્યાં સતત રેલી કરી રહ્યા છે અને સાથે સાથે મંદિર, મઠ સહિત અન્ય ધાર્મિક સ્થળો ઉપર જઈને પૂજા-અર્ચના પણ કરી રહ્યા છે. આ સિવાય કર્ણાટકમાં કોંગ્રેસના અન્ય પણ અગ્રણી નેતાઓ અડ્ડો જમાવીને બેઠા છે. કર્ણાટકની ચૂંટણીમાં કોંગ્રેસ કોઈ કસર છોડવા નથી માગતી. તે ઉપરાંત કોંગ્રેસે સોનિયા ગાંધીને પણ પ્રચારમાં ઉતારીને લોકોનો પાર્ટી પ્રત્યેનો એક વિશ્વાસ ઊભો કરવા માગે છે.

  સોનિયાનું કર્ણાટક કનેક્શન


  કર્ણાટકમાં સોનિયાના ચૂંટણી પ્રચાર પાછળ ઘણાં રાજકીય કારણો પણ માનવામાં આવે છે. સોનિયા જ્યારે રાજકારણમાં આવ્યા ત્યારે તેમણે પહેલી ચૂંટણી 1999માં યુપીના અમેઠીની સાથે સાથે કર્ણાટકના બેલ્લારી લોકસભા સીટ માટે પણ લડી હતી. બીજેપીએ બેલ્લારીમાં સોનિયાની સામે દિગ્ગજ નેતા સુષ્મા સ્વરાજને ઉતાર્યા હતા. પરંતુ સોનિયાએ સુષ્માને હરાવીને અહીં જીત મેળવી હતી અને તેઓ સાંસદ બન્યા હતા.

  ઈન્દિરા ગાંઘીની કર્મભૂમિ


  - નોંધનીય છે કે, સોનિયા ગાંધીના બેલ્લારી સીટ પરથી ચૂંટણી લડવાનું એક કારણ એ પણ હતું કે ઈન્દિરા ગાંધીએ ધરતીને તેમની કર્મભૂમી ગણાવી હતી. આમ, કોંગ્રેસનો કર્ણાટક સાથે જૂનો સબંધ રહ્યો છે. આ જ કારણ માનવામાં આવે છે કે, સોનિયા કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીને જીતાડવા માટે ખૂબ મહેનત કરી રહ્યા છે.

  કોંગ્રેસના સંકટમાં કર્ણાટકનો સાથ


  કોંગ્રેસ હાલ રાજકીય ક્ષેત્રે ખૂબ ખરાબ સમયમાંથી પસાર થઈ રહી છે. એક પછી એક રાજ્યો કોંગ્રેસના હાથમાંથી સરકતા જાય છે.આ સંજોગોમાં કોંગ્રેસને કર્ણાટક પાસેથી ઘણી આશા છે. આટલું જ નહીં, કોંગ્રેસને જ્યારે પણ મુશ્કેલી પડી છે ત્યારે કર્ણાટકનો સાથ મળ્યો છે. 2014માં લોકસભા ચૂંટણીમાં જ્યારે કોંગ્રેસને માત્ર 44 સીટ જ મળી હતી ત્યારે તેમને કર્ણાટકમાંથી 9 સીટો મળી હતી. પાર્ટી આ રાજ્યમાં તેમની તાકાતને વધારે વધારવાની મહેનત કરી રહ્યા છે. જ્યારે જ્યારે પાર્ટી ખરાબ સમયમાંથી પસાર થઈ છે ત્યારે ત્યારે કોંગ્રેસને કર્ણાટક ચૂંટણીમાંથી આશાની એક નવી કિરણ મળી છે. નોંધનીય છે કે, ન્યૂઝ ચેનલના દરેક ઓપિનિયન પોલ સર્વેમાં પણ કોંગ્રેસને સૌથી મોટી પાર્ટી ગણાવવામાં આવી છે.

  આગળની સ્લાઈડમાં જુઓ અન્ય સંબંધિત તસવીરો

 • 2 વર્ષ પછી સોનિયા ગાંધી ઉતર્યા કર્ણાટક ચૂંટણી પ્રચારમાં| Sonia Gandhi campaign for Karnataka assembly elections 2018
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  બે વર્ષે કર્ણાટક વિધાનસભા ચૂંટણી પ્રચારમાં ઉતર્યા સોનિયા ગાંધી
 • 2 વર્ષ પછી સોનિયા ગાંધી ઉતર્યા કર્ણાટક ચૂંટણી પ્રચારમાં| Sonia Gandhi campaign for Karnataka assembly elections 2018
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  કર્ણાટકમાં એક રેલી દરમિયાન સોનિયા ગાંધી
 • 2 વર્ષ પછી સોનિયા ગાંધી ઉતર્યા કર્ણાટક ચૂંટણી પ્રચારમાં| Sonia Gandhi campaign for Karnataka assembly elections 2018
  કર્ણાટક કોંગ્રસેનો ગઢ માનવામાં આવે છે
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending

વીડિયો વધુ જુઓ