ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» નીરવ અને મેહુલ સામે બીન જામીન વોરંટ જાહેર| Non-Bailable Warrants Issued Against Nirav Modi And Mehul Choksi

  નીરવ- મેહુલ સામે બિન જામીનપાત્ર વોરંટ જાહેર, ધરપકડની કરાઈ અપીલ

  divyabhaskar.com | Last Modified - Apr 08, 2018, 05:28 PM IST

  13 હજાર કરોડના પીએનબી ફ્રોડમાં આરોપી નીરવ મોદી અને મેહુલ ચોકસી સામે બીન જામીનપાત્ર વોરંટ જાહેર
  • નીરવ- મેહુલ સામે બિન જામીનપાત્ર વોરંટ જાહેર
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   નીરવ- મેહુલ સામે બિન જામીનપાત્ર વોરંટ જાહેર

   નવી દિલ્હી: 13 હજાર કરોડના પીએનબી ફ્રોડ કેસમાં આરોપી નીરવ મોદી અને મેહુલ ચોકરી સામે બીન જામીનપાત્ર વોરંટ જાહેર કરી દેવામાં આવ્યું છે. એક અધિકારીના જણાવ્યા પ્રમાણે વોરંટ માટે સીબીઆઈએ રિક્વેસ્ટ કરી હતી. તે પહેલાં ભારત સરકારે હોંગકોંગની સરકારને નીરવ મોદીની ધરપકડ કરી લેવાની અપીલ કરી હતી. આ વિશેની માહિતી વિદેશ રાજ્યમંત્રી વી.કે સિંહે રાજ્યસભામાં એક સવાલના જવાબમાં આ વિશેની માહિતી આપી હતી. નોંધનીય છે કે, કૌભાંડ બહાર પડે તે પહેલાં જ નીરવ મોદી અને મેહુલ ચોકસી દેશી છોડીને જતા રહ્યા હતા.

   કારણ દર્શક નોટીસ મોકલી, પાસપોર્ટ રદ કરી દીધા- સિંહ

   - રાજ્યસભામાં વીકે સિંહે માહિતી આપી છે કે તેમણે 23 માર્ચે હોંગકોંગની સરકારને નીરવ મોદીને પ્રોવિજનલ અરેસ્ટ કરવાની અરજી કરી હતી. ત્યારપછી તેમણે ઔપચારિક પ્રત્યર્પણની અપીલ કરવામાં આવી હતી. તેમણે કહ્યું હતું કે, વિદેશ મંત્રાલયે નીરવ મોદી અને મેહુલ ચોકસી વિરુદ્ધ સીબીઆઈમાં કે નોંધાયા પછી તેમના પાસપોર્ટ રદ કરી દેવામાં આવ્યા છે. 16 ફેબ્રુઆરીએ બંનેને કારણ દર્શક નોટીસ પણ આપવામાં આવી હતી અને તેનો એક સપ્તાહમાં જવાબ માગવામાં આવ્યો હતો. બંનેએ કોઈ જવાબ આપ્યો નથી. ત્યારપછી 23 ફેબ્રુઆરીએ બંનેના પાસપોર્ટ રદ કરી દેવામાં આવ્યા છે.

   અત્યાર સુધી નીરવ-મેહુલના ત્યાં 251 દરોડા

   - ઈડીએ સમગ્ર દેશમાં થઈને નીરવ મોદી અને મેહુલ ચોકસીની કુલ 251 જગ્યાઓ પર દરોડા પાડ્યા છે. તેમાં અંદાજે 7,638 કરોડ રૂપિયાની પ્રોપર્ટી અટેચ કરવામાં આવી છે.
   - નીરવમ ોદી અને મેહુલ ચોકસી વિરુદ્ધ લુકઆઉટ/ બ્લૂ કોર્નર નોટિસ સાથે બીનજામીન પાત્ર વોરંટ પણ જાહેર કરવામાં આવ્યું છે. બંનેના પાસપોર્ટ રદ કરી દેવામાં આવ્યા છે.

   શું છે સમગ્ર ઘટના

   - પંજાબ નેશનલ બેન્કે થોડા દિવસ પહેલાં સેબી અને બોમ્બે સ્ટોક એક્સચેન્જને રૂ. 11,356 કરોડનું કૌભાંડ થયું હોવાની માહિતી આપી હતી. આ કૌભાંડ પીએનબીના મુંબઈના બ્રેડી હાઉસ બ્રાન્ચમાં થયું હતું. કૌભાંડની શરૂઆત 2011માં થઈ હતી. 7 વર્ષમાં હજારો કરોડોની રકમ નકલી લેટર LoUs દ્વારા વિદેશી એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરવામાં આવી છે.

   આગળની સ્લાઈડમાં જુઓ અન્ય તસવીર

  • ઈડીએ બંનેની પ્રોપર્ટી પર કુલ 251 દરોડા પાડ્યા
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   ઈડીએ બંનેની પ્રોપર્ટી પર કુલ 251 દરોડા પાડ્યા

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: નીરવ અને મેહુલ સામે બીન જામીન વોરંટ જાહેર| Non-Bailable Warrants Issued Against Nirav Modi And Mehul Choksi
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top