ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» Noida police arrested 50 thousand priced Maoist commander Sudhir Bhagat from Harola

  6 નરસંહાર અને 14 હત્યાઓનો આરોપી નક્સલી કમાન્ડર નોઇડામાં છુપાઇને કરતો'તો B.Tech

  divyabhaskar.com | Last Modified - Mar 28, 2018, 01:40 PM IST

  ઉત્તરપ્રદેશ પોલીસ દ્વારા અપરાધીઓ વિરુદ્ઘ ચલાવવામાં આવી રહેલા ઓપરેશન ઓલઆઉટના પરિણામો અપેક્ષા કરતા વધુ સારા મળવા લાગ્યા છે
  • સુધીર ભગત નકલી ઓળખપત્ર દ્વારા હરૌલાના મકાનમાં વર્ષ 2015થી ભાડા પર રહેતો હતો.
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   સુધીર ભગત નકલી ઓળખપત્ર દ્વારા હરૌલાના મકાનમાં વર્ષ 2015થી ભાડા પર રહેતો હતો.

   લખનઉ: ઉત્તરપ્રદેશ પોલીસ દ્વારા અપરાધીઓ વિરુદ્ઘ ચલાવવામાં આવી રહેલા ઓપરેશન ઓલઆઉટના પરિણામો અપેક્ષા કરતા વધુ સારા મળવા લાગ્યા છે. યોગીની પોલીસની સક્રિયતાને કારણે રાજધાની દિલ્હીની પાસેથી એક 50 હજારના ઇનામી નક્સલીની ધરપકડ કરી લેવામાં આવી છે. તેનું નામ સુધીર ભગત છે અને તેના પર 6 નરસંહાર અને 14 હત્યાઓનો આરોપ છે. પોલીસે જણાવ્યું કે સોમવારની અડધી રાતે લગભગ 11.30 વાગે નોઇડાથી નક્સલી સુધીર ભગતની ધરપકડ કરવામાં આવી. સુધીર ભગત બિહારના મુઝફ્ફપુરનો રહેવાસી છે. તે નોઇડાના સેક્ટર-5 હરૌલામાં 2015થી નકલી આઇડી પર રહેતો હતો અને મોદીનગરની દિવ્ય જ્યોતિ કોલેજથી B.Techનું ભણી રહ્યો હતો.

   કેવી રીતે કરી પોલીસે નક્સલીની ધરપકડ

   - ગઇકાલની રાતે નોઇડાના હરૌલામાં ભયંકર અફડા-તફડીનો માહોલ હતો. નોઇડાના સેક્ટર-20ની અંદર સેંકડોની સંખ્યામાં પોલીસકર્મીઓ એકદમ એલર્ટ, હથિયારોથી સજ્જ થઇને ઊભા હતા. લાઇનસર ગાડીઓ ઊભી હતી. અચાનક નોઇડાના નવા કેપ્ટન એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ અજયપાલ શર્મા પોતાની ગાડીમાં બેસીને એક મોટી રેઇડ પર નીકળી પડ્યા.

   - તેમની ગાડીની પાછળ-પાછળ પોલીસની પણ લગભગ 20 ગાડીઓનો કાફલો હોય છે. જેમાં આશરે 150 પોલીસકર્મીઓ હતા. અચાનક પોલીસની ગાડીઓનો આ કાફલો નોઇડાના હરૌલાના એક ઘરની પાસે અટકી ગયો. SSP અજયપાલ શર્મા પિસ્તોલ લઇને પગપાળા જ એક ઘર તરફ ચાલવા લાગ્યા.
   - લગભગ 4 માળના ઘરના એક રૂમ પર જઇને અટક્યા અને ત્યારબાદ રૂમની બહાર લાગેલું તાળું તોડી નાખવામાં આવ્યું. અજયપાલ શર્મા અતિશય ઝડપથી સાથી પોલીસકર્મી સાથે રૂમની અંદર દાખલ થઇ જાય છે અને અંદરથી એક વ્યક્તિને પકડીને બહાર લાવે છે.
   - આ શંકાસ્પદ વ્યક્તિ અન્ય કોઇ નહીં, પણ બિહારનો મોસ્ટ વોન્ટેડ નક્સલી સુધીર ભગત હતો. સ્થળ પર જ SSP અજયપાલ શર્માએ આરોપીની પૂછપરછ કરી, તો તેણે જણાવ્યું કે તે નક્સલી એરિયા કમાન્ડર છે અને તેણે ઘણા બ્લાસ્ટ કર્યા છે.
   - પોલીસે જણાવ્યા પ્રમાણે, સુધીર ભગત નકલી ઓળખપત્ર દ્વારા હરૌલાના મકાનમાં વર્ષ 2015થી ભાડા પર રહેતો હતો.

   સુધીર ભગત પર 14 હત્યાઓ અને 6 નરસંહારમાં સામેલ થવાનો આરોપ

   - સુધીર ભગત ગાઝિયાબાદના મોદીનગરના દિવ્ય જ્યોતિ એન્જિનિયરિંગ કોલેજથી બીટેકનું સ્ટડી પણ કરી રહ્યો હતો. સુધીર ભગત પર આરોપ છે કે તેણે બિહારમાં 14 હત્યાઓ કરી છે અને સાથે જ તેના પર 6 નરસંહારમાં સામેલ થવાનો આરોપ પણ છે.

   - સેક્ટર 20 પોલીસને બાતમી મળી હતી કે તે એન્જિનિયર નક્સલ એરિયા કમાન્ડર હરૌલાના ઘરમાં છુપાયેલો છે. ત્યારબાદ પોલીસે છાપો માર્યો અને સુધીર ભગતની ધરપકડ કરી લીધી. પોલીસને સ્થળ પરથી સુધીર ભગત પાસેથી એક પિસ્તોલ પણ મળી છે.
   - હાલ પોલીસ એ જાણવાની કોશિશ કરી રહી છે કે સુધીર ભગતના અન્ય કયા-કયા સાથીઓ અહીંયા છુપાયેલા છે અને કેવી રીતે તેઓ નક્સલ ગતિવિધિઓને નોઇડામાં રહીને અંજામ આપી રહ્યા હતા. હાલ પોલીસ સુધીર ભગતની પૂછપરછ કરી રહી છે.

  • સુધીર ભગત ગાઝિયાબાદના મોદીનગરના દિવ્ય જ્યોતિ એન્જિનિયરિંગ કોલેજથી બીટેકનું સ્ટડી પણ કરી રહ્યો હતો.
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   સુધીર ભગત ગાઝિયાબાદના મોદીનગરના દિવ્ય જ્યોતિ એન્જિનિયરિંગ કોલેજથી બીટેકનું સ્ટડી પણ કરી રહ્યો હતો.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Noida police arrested 50 thousand priced Maoist commander Sudhir Bhagat from Harola
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top