ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» Nobody helped student dying on road after accident story of man who helped in Kota

  'રડું આવી રહ્યું છે, તેને બચાવી ન શક્યો, ગુસ્સો પણ કે 20 મિનિટ સુધી લોકોએ તમાશો જોયો'

  divyabhaskar.com | Last Modified - May 05, 2018, 02:31 PM IST

  ગંભીર રીતે ઘાયલ થયેલા ત્રણ બહેનોના એકમાત્ર ભાઈએ આખરે દમ તોડી દીધો
  • આખા રસ્તે ભાઈની હથેળીને મસળતી રહી બહેનો.
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   આખા રસ્તે ભાઈની હથેળીને મસળતી રહી બહેનો.

   કોટા (રાજસ્થાન): માનવતાને શરમમાં મૂકે એવી ઘટના કોટામાં સામે આવી છે. અહીંયા ઝાલાવાડ રોડ પર 50 લોકોની ભીડની સામે એક યુવક તરફડતો રહ્યો, પરંતુ એક વ્યક્તિ તેની મદદ માટે આગળ ન આવી. અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા ત્રણ બહેનોના એકમાત્ર ભાઈએ આખરે દમ તોડી દીધો. જો યોગ્ય સમયે તેને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યો હોત, તો કદાચ તેનો જીવ બચી શકતો હતો.

   રાઘવને હોસ્પિટલ લઇ જનાર રાહુલ સેઠીએ સંભળાવી દાસ્તાન

   - રાહુલને હોસ્પિટલ પહોંચાડનાર રાહુલ સેઠીએ જણાવ્યું કે, "હું અને મારો દોસ્ત અર્પિત બાઇકથી સિટી મોલ તરફથી આવી રહ્યા હતા. આઇએલ ફ્લાઇઓવર આગળ લોકોની ભીડ જામેલી હતી."

   - "મેં બાઇક રોકી તો એક છોકરો લોહીલુહાણ હાલતમાં પડ્યો હતો. બાઇક પરથી ઉતરીને મેં રાડ પાડી કે બધા લોકો ઊભા કેમ છો?"
   - "ત્યારે ત્યાં એક કોચિંગ ફેકલ્ટી પણ મળી ગયા. તેઓ આગળ આવ્યા. છોકરાને ઊંચકવા માટે અમે મદદ માંગી, ત્યારે પણ કોઇ આગળ ન આવ્યું. પછી હું ખૂબ ગુસ્સે થયો, પરંતુ જાત પર કંટ્રોલ કરીને મેં અને કોચિંગ ટીચરે મળીને તેમની જ ગાડીમાં છોકરાને મૈત્રી હોસ્પિટલ સુધી પહોંચાડ્યો. તે હોસ્પિટલ સૌથી નજીકમાં હતી."

   'અમને લાગ્યું બચાવી લઇશું, પરંતુ...'

   - "રસ્તામાં તેની નાડી ચેક કરી તો તે ચાલુ હતી. અમને બંનેને લાગ્યું કે તેને બચાવી લઇશું. પરંતુ, હોસ્પિટલમાં ડોક્ટરોએ ચેક કર્યું તો તેમણે જવાબ આપી દીધો. તેના બેગમાંથી મળેલા નામના આધારે મારી સાથે હાજર ટીચરે કોચિંગનો સંપર્ક કર્યો અને તેના ઘરવાળાઓને જાણ કરી. હું અંદર સુધી હલી ગયો હતો. હજુ સુધી રડવું આવી રહ્યું છે કે તેને બચાવી ન શકાયો. એ વાત પર સૌથી વધુ ગુસ્સો આવી રહ્યો છે કે લોકો લગભગ 20 મિનિટ સુધી ત્યાં ઊભા રહીને જોતા રહ્યા, પરંતુ કોઇએ તેને 500 મીટર દૂર આવેલી હોસ્પિટલ પહોંચાડવાનો પ્રયત્ન ન કર્યો. આ એવો રોડ છે, જ્યાંથી હજારો વાહનો પસાર થાય છે, પરંતુ તેમાંથી કોઇએ પણ પોતાનું વાહન રોકીને તેને હોસ્પિટલ પહોંચાડવાનું ન વિચાર્યું. ખબર નથી પડતી કેવા બનતા જઇએ છે આપણે. શરમ આવે છે મને તો. શું કહું! હું હજુ સુધી નોર્મલ નથી થઇ શક્યો."

  • રાહુલ સેઠી! રાઘવને હોસ્પિટલ પહોંચાડનાર વ્યક્તિ.
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   રાહુલ સેઠી! રાઘવને હોસ્પિટલ પહોંચાડનાર વ્યક્તિ.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Nobody helped student dying on road after accident story of man who helped in Kota
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top