ભારત બંધ પર બોલ્યાં રવિશંકર પ્રસાદ- ફ્યુલના ભાવ ઘટાડવા અમારા હાથમાં નથી

રવિશંકર પ્રસાદે કહ્યું કે વિપક્ષનું ભારત બંધ પૂરી રીતે અસફળ રહ્યું છે
રવિશંકર પ્રસાદે કહ્યું કે વિપક્ષનું ભારત બંધ પૂરી રીતે અસફળ રહ્યું છે

પેટ્રોલ અને ડીઝલના વધતાં ભાવના વિરોધમાં સોમવારે કોંગ્રેસના ભારત બંધ પર ભાજપે નિશાન સાધ્યું હતું. ભાજપ નેતા અને કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે ઓઈલના વધતાં ભાવ ઘટાડવા અમારા હાથમાં નથી. આંતરરાષ્ટ્રીય બજાર મુજબ ઓઈલના ભાવ નક્કી થાય છે. પેટ્રોલના ભાવ વધારામાં સરકારનો કોઈજ હાથ નથી.

Divyabhaskar.com

Sep 10, 2018, 03:17 PM IST

નવી દિલ્હીઃ પેટ્રોલ અને ડીઝલના વધતાં ભાવના વિરોધમાં સોમવારે કોંગ્રેસના ભારત બંધ પર ભાજપે નિશાન સાધ્યું હતું. ભાજપ નેતા અને કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે ઓઈલના વધતાં ભાવ ઘટાડવા અમારા હાથમાં નથી. આંતરરાષ્ટ્રીય બજાર મુજબ ઓઈલના ભાવ નક્કી થાય છે. પેટ્રોલના ભાવ વધારામાં સરકારનો કોઈજ હાથ નથી.

બિહારમાં બાળકીના મોત પર રાહુલ જવાબ આપે- રવિશંકર


- બિહારમાં ભારત બંધ દરમિયાન થયેલાં બાળકીના મોત પર તેઓએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું.
- રવિશંકર પ્રસાદે કહ્યું કે, "બંધ દરમિયાન ક્યારેય એમ્બ્યુલન્સને રોકવામાં નથી આવતી. બે વર્ષની બાળકીના મોત પર રાહુલ ગાંધી જવાબ આપે. અમે પ્રજાની પરેશાનીની સાથે ઊભા છીએ."
- રવિશંકર પ્રસાદે કહ્યું કે વિપક્ષનું ભારત બંધ પૂરી રીતે અસફળ રહ્યું છે. ભારત બંધ દરમિયાન હિંસા કેમ થઈ રહી છે તેવાં પણ સવાલો તેમને કર્યાં. તેઓએ કહ્યું કે હિંસાથી દેશમાં રાજનીતિ થઈ રહી છે.

પેટ્રોલ-ડીઝલના ભાવ પર ભાજપના નેતાઓએ શું કહ્યું?


- રાજસ્થાનના મંત્રી રાજકુમાર રિનવાએ કહ્યું કે, "વર્લ્ડ માર્કેટમાં જે ક્રુડના ભાવ હોય છે તે પ્રમાણે જ દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ હોય છે. સરકાર પ્રયાસ કરી રહી છે, આટલાં ખર્ચાઓ છે, ચારે બાજુ પૂરા છે, એટલી ખપત છે, જનતા સમજતી નથી કે ક્રુડના ભાવ વધે તો કેટલાંક ખર્ચાઓ ઓછા કરી દે."
- ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું કે, "જ્યારે ક્રુડ ઓઈલના ભાવ વધે છે તો પેટ્રોલ-ડીઝલની કિંમત વધારવી પડે. આ માઈક્રો-ઇકોનોમિક્સ હોય છે. પણ હું આ માઈક્રો-ઇકોનોમિક્સના પક્ષમાં નથી. કેમકે તેમાં માત્ર બે લોકો અંગે જ વિચારવામાં આવે છે પરંતુ અહીં પૂરી અર્થવ્યવસ્થા સામેલ છે. એટલે આ મેક્રો ઇકોનોમિક્સ છે. મારું માનવું છે કે મેક્રો-ઇકોનોમિક્સના હિસાબે પેટ્રોલની કિંમત 40 રૂપિયા છે અને વડાપ્રધાને પેટ્રોલિયમ મંત્રીને કહેવું પડશે કે આર્થિક મામલોના મંત્રીની જેમ વિચારે, પેટ્રોલિયમ મંત્રીની જેમ નહીં. અને કિંમતો એટલી ન વધારો કે લોકોને વિદ્રોહ કરવાની જરૂર પડે."

X
રવિશંકર પ્રસાદે કહ્યું કે વિપક્ષનું ભારત બંધ પૂરી રીતે અસફળ રહ્યું છેરવિશંકર પ્રસાદે કહ્યું કે વિપક્ષનું ભારત બંધ પૂરી રીતે અસફળ રહ્યું છે
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી