ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» No permenent Govt bunglow to former CMs of UP SC cancelled the state law

  યુપીના પૂર્વ CMએ ખાલી કરવાનો રહેશે સરકારી બંગલો- SC

  divyabhaskar.com | Last Modified - May 07, 2018, 12:02 PM IST

  ઉત્તરપ્રદેશમાં પૂર્વ મુખ્યમંત્રીઓને હવે સરકારી બંગલાઓ ખાલી કરવા પડશે
  • લખનઉમાં રાજનાથ સિંહ, મુલાયમ સિંહ અને માયાવતીપ પાસે 2-2 સરકારી બંગલા છે. (ફાઇલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   લખનઉમાં રાજનાથ સિંહ, મુલાયમ સિંહ અને માયાવતીપ પાસે 2-2 સરકારી બંગલા છે. (ફાઇલ)

   લખનઉ: ઉત્તરપ્રદેશમાં પૂર્વ મુખ્યમંત્રીઓને હવે સરકારી બંગલાઓ ખાલી કરવા પડશે. સુપ્રીમ કોર્ટે આ સંબંધે રાજ્ય સરકારનો પહેલો આદેશ રદ કરી દીધો છે. એનજીઓ લોકપ્રહરીએ 2004માં અરજી દાખલ કરીને તેને રદ કરવાની માંગ કરી હતી. કોર્ટે 2014માં તેના પર સુનાવણી પૂરી કરી લીધી હતી, પરંતુ પોતાનો આદેશ સુરક્ષિત રાખ્યો હતો. હવે કોર્ટના આદેશ પછી લગભગ 7 પૂર્વ મુખ્યમંત્રીઓ કે તેમના પરિવારોને બે મહિનામાં સરકારી બંગલાઓ ખાલી કરવા પડશે.

   અરજકર્તાએ કહ્યું હતું- બીજા રાજ્યો પર પણ પડશે અસર

   - અરજકર્તાએ પોતાની અરજીમાં ઉત્તરપ્રદેશ સરકારનો સંશોધિત કાયદો રદ કરવાની માંગ કરી હતી.

   - તેનું કહેવું હતું કે આવું ન કરવામાં આવ્યું તો તેની અસર અન્ય રાજ્યો પર પણ પડશે.
   - સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું કે પૂર્વ મુખ્યમંત્રી સરકારી બંગલો હાંસલ કરવાનો હકદાર નથી.

   બે વર્ષ પહેલા કોર્ટે બંગલો ખાલી કરવા માટે કહ્યું હતું

   - સુપ્રીમ કોર્ટે ઓગસ્ટ 2016માં પણ ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રીઓના બંગલા ખાલી કરાવવાનો આદેશ આપ્યો હતો. તેના પર અખિલેશ સરકારે જૂના કાયદામાં સંશોધન કરીને યુપી મિનિસ્ટર સેલરી અલોટમેન્ટ એન્ડ ફેસિલિટી અમેન્ડમેન્ટ ઍક્ટ, 2016 વિધાનસભામાં પસાર કરાવી લીધો હતો. તેમાં તમામ પૂર્વ મુખ્યમંત્રીઓને આજીવન સરકારી બંગલો ફાળવવાની જોગવાઇ કરવામાં આવી હતી.

   આ પૂર્વ મુખ્યમંત્રીઓને મળ્યા હતા સરકારી બંગલા

   - એનડી તિવારી, કલ્યાણ સિંહ, રાજનાથ સિંહ, મુલાયમ સિંહ, અખિલેશ યાદવ, માયાવતી અને રામ નરેશ યાદવ. આ તમામને લખનઉમાં સરકારી બંગલા આપવામાં આવ્યા હતા. રાજનાથ સિંહ, મુલાયમ સિંહ અને માયાવતી પાસે 2-2 સરકારી બંગલા છે.

  • સુપ્રીમ કોર્ટે આ મામલે 2014માં સુનાવણી પૂરી કરી લીધી હતી. (ફાઇલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   સુપ્રીમ કોર્ટે આ મામલે 2014માં સુનાવણી પૂરી કરી લીધી હતી. (ફાઇલ)

   લખનઉ: ઉત્તરપ્રદેશમાં પૂર્વ મુખ્યમંત્રીઓને હવે સરકારી બંગલાઓ ખાલી કરવા પડશે. સુપ્રીમ કોર્ટે આ સંબંધે રાજ્ય સરકારનો પહેલો આદેશ રદ કરી દીધો છે. એનજીઓ લોકપ્રહરીએ 2004માં અરજી દાખલ કરીને તેને રદ કરવાની માંગ કરી હતી. કોર્ટે 2014માં તેના પર સુનાવણી પૂરી કરી લીધી હતી, પરંતુ પોતાનો આદેશ સુરક્ષિત રાખ્યો હતો. હવે કોર્ટના આદેશ પછી લગભગ 7 પૂર્વ મુખ્યમંત્રીઓ કે તેમના પરિવારોને બે મહિનામાં સરકારી બંગલાઓ ખાલી કરવા પડશે.

   અરજકર્તાએ કહ્યું હતું- બીજા રાજ્યો પર પણ પડશે અસર

   - અરજકર્તાએ પોતાની અરજીમાં ઉત્તરપ્રદેશ સરકારનો સંશોધિત કાયદો રદ કરવાની માંગ કરી હતી.

   - તેનું કહેવું હતું કે આવું ન કરવામાં આવ્યું તો તેની અસર અન્ય રાજ્યો પર પણ પડશે.
   - સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું કે પૂર્વ મુખ્યમંત્રી સરકારી બંગલો હાંસલ કરવાનો હકદાર નથી.

   બે વર્ષ પહેલા કોર્ટે બંગલો ખાલી કરવા માટે કહ્યું હતું

   - સુપ્રીમ કોર્ટે ઓગસ્ટ 2016માં પણ ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રીઓના બંગલા ખાલી કરાવવાનો આદેશ આપ્યો હતો. તેના પર અખિલેશ સરકારે જૂના કાયદામાં સંશોધન કરીને યુપી મિનિસ્ટર સેલરી અલોટમેન્ટ એન્ડ ફેસિલિટી અમેન્ડમેન્ટ ઍક્ટ, 2016 વિધાનસભામાં પસાર કરાવી લીધો હતો. તેમાં તમામ પૂર્વ મુખ્યમંત્રીઓને આજીવન સરકારી બંગલો ફાળવવાની જોગવાઇ કરવામાં આવી હતી.

   આ પૂર્વ મુખ્યમંત્રીઓને મળ્યા હતા સરકારી બંગલા

   - એનડી તિવારી, કલ્યાણ સિંહ, રાજનાથ સિંહ, મુલાયમ સિંહ, અખિલેશ યાદવ, માયાવતી અને રામ નરેશ યાદવ. આ તમામને લખનઉમાં સરકારી બંગલા આપવામાં આવ્યા હતા. રાજનાથ સિંહ, મુલાયમ સિંહ અને માયાવતી પાસે 2-2 સરકારી બંગલા છે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: No permenent Govt bunglow to former CMs of UP SC cancelled the state law
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top