1

Divya Bhaskar

Home » National News » Latest News » National » PM Narendra Modi inaugurates new building of Western Court Annexe

બાબા સાહેબનું અમે જેટલું સન્માન કર્યું તેટલું કોઈ સરકારે નથી કર્યું: મોદી

Divyabhaskar.com | Last Modified - Apr 04, 2018, 05:05 PM IST

વડાપ્રધાન મોદીએ સાંસદોની હોસ્ટેલ સાથે જોડાયેલું વેસ્ટર્ન કોર્ટ એનેક્સી ભવનનું ઉદ્ધાટન કર્યું હતું

 • PM Narendra Modi inaugurates new building of Western Court Annexe
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  આંબેડકરના નામે રાજકારણ કરતી પાર્ટીઓ સામે મોદીએ નિશાન સાધ્યું.

  નવી દિલ્હી: બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની વારસાનું રાજનીતિકરણ કરવા માટે રાજકીયદળ ઉપર નિશાન સાધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે, તેમની સરકારે બાબા સાહેબ આંબેડકરનું સન્માન વધારવાનું જેટલુ કામ કર્યું છે તેટલું અત્યાર સુધીની કોઈ સરકાર દ્વારા કરવામાં આવ્યું નથી.

  અમારી સરકારે જ આંબેડકરને સૌથી વધુ સન્માન કર્યું- મોદી

  - વડાપ્રધાને કહ્યું છે કે, બાબા સાહેબની યાદમાં તેમની યોજનાઓ પૂરી કરવાનું અને તેમને ઉચિત સ્થાન આપ્યું છે.

  - તેમણે કહ્યું કે, 26 અલીપુર રોડ પર આવેલા જે મકાનમાં બાબા સાહેબે અંતિમ શ્વાસ લીધા હતા તેને આંબેડકર જંયતીની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવશે.

  - સાંસદોની હોસ્ટેલ સાથે જોડાયેલા વેસ્ટર્ન કોર્ટ એનેક્સી ભવનનું ઉદ્ઘાટન કર્યા બાદ મોદીએ કહ્યું કે લોકોએ આંબેડકરનું નામ રાજકીય ફાયદા માટે કર્યું. તેઓએ કહ્યું કે તેમની સરકારે આંબેડકર આંતરરાષ્ટ્રીય કેન્દ્રને પૂરું કર્યું જેનો વિચાર તે સમયે કરવામાં આવ્યો હતો જ્યારે કેન્દ્રમાં અટલ બિહારી વાજપેયીની સરકાર હતી.

  એસસી-એસટી વિવાદ સમયે મોદીનું સૂચક નિવેદન

  - મોદીએ કહ્યું કે અગાઉની સરકારોએ વર્ષો સુધી આ પરિયોજનાને આગળ નહીં વધારી.

  - વડાપ્રધાનનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે એસસી-એસટી અત્યાચાર નિવારણ કાયદો પર સુપ્રીમ કોર્ટના ચુકાદાને લઈને ભારત બંધ દરમિયાન દેશના અનેક ભાગોમાં મોટા પ્રમાણમાં વિરોધ પ્રદર્શન થયા હતા.

  સંબંધિત તસવીરો જોવા આગળની સ્લાઇડ્સ ક્લિક કરો

  ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર
 • PM Narendra Modi inaugurates new building of Western Court Annexe
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  વડાપ્રધાન મોદીએ સાંસદોની હોસ્ટેલ સાથે જોડાયેલું વેસ્ટર્ન કોર્ટ એનેક્સી ભવનનું ઉદ્ધાટન કર્યું હતું
 • PM Narendra Modi inaugurates new building of Western Court Annexe
  મોદીએ કહ્યું કે, બાબાસાહેબનું અમારી સરકાર જેવું કોઈએ સન્માન નથી કર્યું.

More From National News

Trending