• Gujarati News
  • National
  • The Court Said A Womans Body Is Her Own, It Is She Who Has An Exclusive Right Over It

મહિલાની મરજી વગર કોઇ અડકી ના શકે, સેક્સુઅલ હેરેસમેન્ટ દુર્ભાગ્યપૂર્ણઃ કોર્ટ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નવી દિલ્હીઃ અહીં એક કોર્ટે કહ્યું કે, કોઇ મહિલાને તેની મરજી કે મંજૂરી વગર કોઇ અડકી ના શકે. આ દુર્ભાગ્યપૂર્ણ બાબત છે કે, મહિલાઓ ખોટી માનસિકતા ધરાવતા લોકોની વિક્ટિમ બની જાય છે. કોર્ટે 9 વર્ષની બાળકીના સેક્સુઅલી હેરેસમેન્ટ માટે છવિરામ નામના દોષીને 5 વર્ષની સજા સંભળાવી છે. 


દોષીએ બાળકીને ખોટી રીતે સ્પર્શ કર્યો હતો 
- ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર, એડિશનલ સેશન્સ જજ સીમા મૈનીએ છવિરામને 5 વર્ષની સજા સંભળાવી છે. 2014માં દોષીએ દિલ્હીના મુખર્જી નગરના ભીડવાળા વિસ્તારમાં બાળકીને ખોટી રીતે સ્પર્શ કર્યો હતો. 
- કોર્ટે કહ્યું હતું કે, મહિલાના શરીર પર તેનો પોતાનો હક્ક છે. મહિલાની મરજી વગર કોઇ તેને અડકી શકે નહીં, પછી તેનો ઇરાદો કોઇ પણ હોય. 
- કોઇ મહિલાની રાઇટ ઓફ પ્રાઇવસી પુરૂષ નક્કી ના કરી શકે. તે ફાયદો ઉઠાવવા અથવા પોતાની ભાવનાઓને પુષ્ટ કરતા પહેલાં બે વખત નથી વિચારતા. 
- આવી ખોટી માનસિકતાવાળા લોકો હેરેસમેન્ટથી મજબૂત બને છે. આ લોકો મહિલાઓ અને બાળકીઓના પ્રાઇવસી રાઇટ્સથી અજાણ હોય છે. 


10 હજારનો લગાવ્યો દંડ 
- કોર્ટે છવિરામ પર 10 હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે, જેમાંથી 5 હજાર બાળકીને આપવામાં આવશે. 
- આ સિવાય કોર્ટે દિલ્હી સ્ટેટ લીગર સર્વિસ ઓથોરિટીથી બાળકીને 50 હજાર રૂપિયા આપવાનો ઓર્ડર આપ્યો છે. 
- કોર્ટે કહ્યું કે, ભારત જેવા ટેક્નિકલ રીતે આગળ વધી રહેલા શક્તિશાળી દેશમાં મહિલાઓની સાથે પબ્લિક પ્લેસ એટલે કે, ભીડવાળી જગ્યાએ, બસ અથવા માર્કેટમાં સેક્સુઅલ હેરેસમેન્ટ થઇ રહ્યું છે. 
- બાળકીની સાથે હેરેસમેન્ટની ફરિયાદ 25 સપ્ટેમ્બર, 2014ના રોજ દાખલ કરવામાં આવી હતી. જે અનુસાર, બાળકી તેની મમ્મીની સાથે હતી. તે સમયે આરોપીએ બાળકીને ખોટી રીતે સ્પર્શ કર્યો હતો. 
- વિક્ટિમે તરત જ તેની માતાને આ અંગે જાણ કરી, તે સમયે આરોપી ભાગી રહ્યો હતો. માતાએ લોકોની મદદથી તેને પકડી લીધો હતો. 

અન્ય સમાચારો પણ છે...