નીતિન ગડકરીએ કહ્યું- જ્યારે રોજગાર જ નથી તો આરક્ષણનો શું ફાયદો? તે કોઈ નોકરીની ગેરંટી નથી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઔરંગાબાદઃ મહારાષ્ટ્રમાં મરાઠા આંદોલનની આગ ભડકી રહી છે ત્યારે મોદી સરકારના મંત્રી નીતિન ગડકરીના એક નિવેદને આગમાં ઘી હોમવાનું કામ કર્યું છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે આરક્ષણ રોજગાર ગેરંટી નથી કેમકે નોકરીઓ ઘટી રહી છે.

 

કેન્દ્રીય મંત્રીએ એક વિચારની વાત પર જોર આપ્યું


- મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં નીતિન ગડકરીને જ્યારે આરક્ષણ માટે મરાઠા આંદોલન તેમજ અન્ય જાતિઓ દ્વારા આ પ્રકારની માગ અંગે સવાલ કરવામાં આવ્યો તો તેઓએ કહ્યું કે, "આરક્ષણ આપવામાં આવે તો પણ કોઈ ફાયદો નથી. કેમકે નોકરીઓ નથી. બેંકમાં આઈટીના કારણે નોકરીઓ ઘટી છે. સરકારી ભર્તી રોકાયેલી છે. નોકરીઓ ક્યાં છે?"
- નીતિન ગડકરીએ આર્થિક આધાર પર આરક્ષણ તરફ ઈશારો કરતાં કહ્યું કે એક વિચાર છે જેઓ ઈચ્છે છે કે નીતિ નિર્માતા દરેક સમુદાયના ગરીબો પર વિચાર કરે. 
- તેઓએ કહ્યું કે, "વિચાર કહે છે કે ગરીબ ગરીબ જ હોય છે. તેમની કોઈ જાતિ, પંથ કે ભાષા નથી હોતી. તેમનો કોઈ પણ ધર્મો હોય, મુસ્લિમ, હિંદુ કે મરાઠી(જાતિ), તમામ વર્ગમાં કેટલાંક એવાં છે કે જેમની પાસે કપડાં નથી, ખાવા માટે ભોજન નથી."

 

મહારાષ્ટ્રમાં ચાલી રહ્યું છે મરાઠા આંદોલન


- મહારાષ્ટ્રમાં 16 ટકા અનામતની માગને લઈને મરાઠાઓનું આંદોલન ચાલી રહ્યું છે. 
- પુણે, નાસિક, ઔરંગાબાદમાં આ આંદોલન હિંસક પણ થયું. અને કેટલીક જગ્યાએ કેટલીક હિંસાઓ પણ થઈ. તો કેટલીક જગ્યાએ કથિત રીતે યુવકોની આત્મહત્યાના સમાચારો પણ આવ્યાં. 
- ગત દિવસોમાં રાજકીય પક્ષો સાથે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની બેઠક પણ થઈ. જેમાં કાયદાકીય રીતે યોગ્ય હોય તેમ મરાઠાઓને અનામત આપવા અંગે વિચાર પણ થયો. 

 

બોમ્બે હાઈકોર્ટમાં 7મી ઓગસ્ટે સુનાવણી


- બોમ્બે હાઈકોર્ટ મરાઠા અનામતના મુદ્દે થયેલી અરજીઓ અંગેની સુનાવણી 14 ઓગસ્ટની જગ્યાએ 7 ઓગસ્ટે કરવા પર તૈયાર થઈ ગયાં છે.
- વર્ષ 2014 અને 2015માં આ અંગે અનેક અરજી દાખલ કરવામાં આવી હતી. તે પહેલાં તત્કાલીન કોંગ્રેસ-NCP ગઠબંધન સરકાર મરાઠાઓને સરકારી નોકરીઓ તેમજ શિક્ષામાં 16 ટકા અનામત આપવાને મંજૂરી આપી હતી. 
- કેટલીક અરજીઓમાં આ નિર્ણયનો વિરોધ કરવામાં આવ્યો જ્યારે બે અરજીમાં અનામતની આ રજૂઆતને તાત્કાલિકથ પ્રભાવથી લાગુ કરવાનો અનુરોધ કરવામાં આવ્યો છે. 

અન્ય સમાચારો પણ છે...