ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» No holidays to 8 months pregnant female security guard 1st abortion then death at Simla

  8 મહિના પ્રેગનન્ટ હતી સિક્યોરિટી ગાર્ડ, દિવસ-રાત કરાવી ડ્યૂટી, ગર્ભપાત પછી મોત

  divyabhaskar.com | Last Modified - Jun 11, 2018, 11:11 AM IST

  25 વર્ષની પિંકીને ડોક્ટરોએ આઠમા મહિનાની પ્રેગનન્સીમાં આરામ કરવાની સલાહ આપી હતી, છતાંપણ તે ડ્યૂટી કરી રહી હતી
  • આરોપ છે કે ડોક્ટરોએ પિંકીને રેસ્ટ કરવા માટે કહ્યું હતું, પરંતુ ડોક્ટર્સની સલાહ પછી પણ તેને રજાઓ આપવામાં ન આવી.
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   આરોપ છે કે ડોક્ટરોએ પિંકીને રેસ્ટ કરવા માટે કહ્યું હતું, પરંતુ ડોક્ટર્સની સલાહ પછી પણ તેને રજાઓ આપવામાં ન આવી.

   સિમલા: રિપન હોસ્પિટલમાં સિક્યોરિટી ગાર્ડ અને 8 મહિનાની પ્રેગનન્ટ પિંકીનું ગર્ભપાત પછી મોત થઇ ગયું. 25 વર્ષની પિંકીને ડોક્ટરોએ આઠમા મહિનાની પ્રેગનન્સીમાં આરામ કરવાની સલાહ આપી હતી, છતાં પણ તે ડ્યૂટી કરી રહી હતી. પિંકી પાસે રાતે પણ સિક્યોરિટી ગાર્ડની સખ્ત ડ્યૂટી કરાવવામાં આવતી હતી. 6 જૂનના રોજ પિંકીની તબિયત ખરાબ થવા પર એડમિટ કરવામાં આવી તો તેનો ગર્ભપાત થઇ ગયો. ગર્ભપાત પછી તબિયત બગડી અને બ્રેઇન હેમરેજ થઇ ગયું. પિંકીને પીજીઆઇ રિફર કરવામાં આવી. પરંતુ, 7 જૂનની રાતે તેનું મોત થઇ ગયું.

   સુપરવાઇઝર્સ પર લગાવ્યો હેરાનગતિ કરવાનો આરોપ

   - પિંકીના મોતના બીજા દિવસે શુક્રવારે સાથી મહિલા સુરક્ષા કર્મચારીઓએ રિપન હોસ્પિટલ અને ત્યાં તહેનાત પોતાના સુપરવાઇઝર્સ પર પિંકીની હેરાનગતિ કરવાનો આરોપ લગાવ્યો.

   - આરોપ છે કે ડોક્ટરોએ પિંકીને રેસ્ટ કરવા માટે કહ્યું હતું, પરંતુ ડોક્ટર્સની સલાહ પછી પણ તેને રજાઓ આપવામાં ન આવી. તેને ન તો સિક્યોરિટી ઇન્ચાર્જે રજા આપી અને ન હોસ્પિટલ એડમિનિસ્ટ્રેશને આ મામલાને ગંભીરતાથી લીધો. મહિલા સિક્યોરિટી ગાર્ડનું આ પ્રકારે અચાનક મોત થયા બાદ સવારે હોસ્પિટલના પરિસરમાં એડમિનિસ્ટ્રેશન તરફથી એક શોકસભા આયોજિત કરવામાં આવી.
   - અહીંયા ડોક્ટર, નર્સ તેમજ અન્ય સ્ટાફના સભ્યો દ્વારા દિવંગત આત્માની શાંતિ માટે બે મિનિટનું મૌન પણ પાળવામાં આવ્યું.

   આ છે આખો મામલો

   - આઇજીએમસીમાં સિક્યોરિટીમાં તહેનાત લગભગ અડધો ડઝન મહિલાઓએ કહ્યું- પિંકી ભારતી છેલ્લા 8 મહિનાથી પ્રેગનન્ટ હતી. તેને ડોક્ટરોએ આરામ કરવાનું લખીને આપ્યું હતું, છતાં પણ તે ડ્યૂટી પર આવતી હતી. આ તમામનું કહેવું છે કે અમે પણ હોસ્પિટલ એડમિનિસ્ટ્રેશન, સિક્યોરિટી ઇન્ચાર્જને પણ રજા આપવા માટે કહ્યું હતું પરંતુ તેને રજા ન આપવામાં આવી.

   - 8 કલાક સુધી સતત ઊભી રહીને ડ્યૂટી કરી રહી હતી. તેને બેસવાની પરવાનગી પણ મળતી ન હતી અને ન તો તેને આરામ મળતો હતો. માત્ર 6000 રૂપિયાના પગાર માટે સિક્યોરિટીમાં તહેનાત કર્મચારીઓને આ રીતે હેરાન કરવામાં આવે છે. જો કોઇ રજા પાડે તો તેને નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકી આપવામાં આવે છે.

   અર્કીની રહેવાસી હતી પિંકી

   - સિક્યોરિટી ગાર્ડ પિંકી શિમલાના અર્કી વિસ્તારમાં રહેતી હતી. ગયા ગુરૂવારે તેને ગંભીર હાલતમાં રિપનથી આઇજીએમસી રિફર કરવામાં આવી. આઇજીએમસીથી તેને પીજીઆઇ મોકલવામાં આવી. અહીંયા મોડી રાતે તેનું મોત થઇ ગયું. તે પોતાની પાછળ એક બાળકી મૂકતી ગઇ છે. રિપન હોસ્પિટલમાં આશરે 11 મહિલા કર્મચારીઓ સિક્યોરિટીમાં તહેનાત છે. જે દિવસ ઉપરાંત રાતે પણ સેવાઓ આપે છે. અહીંયા 24 સુરક્ષાકર્મીઓ આઉટસોર્સ હેઠળ કામ કરી રહ્યા છે, તેમાં 11 મહિલાઓ છે. '

   સીધી વાત- ડૉ. રંજના રાવ, એમએસ, રિપન હોસ્પિટલ

   સવાલ: મહિલા સિક્યોરિટી ગાર્ડના મોત પર આરોપ લાગી રહ્યા છે કે તેને રજા મળતી ન હતી?

   જવાબ: જ્યારે ડોક્ટરોએ તેને રેસ્ટ લખી આપ્યું તો અમે સિક્યોરિટી ઇન્ચાર્જ પિંકીને રજા આપવા માટે કહી દીધું હતું. આ આરોપ ખોટા છે.

   સવાલ: શું તમે ક્યારેય સિક્યોરિટીના સુપરવાઇઝરને આ આદેશ આપ્યા કે તેઓ મહિલા સુરક્ષાકર્મીઓ સાથે સખ્તી ન કરે?

   જવાબ: નિયમો પ્રમાણે, સિક્યોરિટીનું કામ સુરક્ષા આપવાનું છે. અમે દિશાનિર્દેશ આપીએ છીએ. અહીંયા કોઇ પ્રકારની કોઇ સખ્તાઇ નથી હોતી.

   સવાલ: તો શું પિંકીની મોત માટે રજા ન આપવાના આ આરોપ ખોટા છે?

   જવાબ: આ આરોપ સંપૂર્ણ રીતે ખોટાં છે અને રાજકારણથી પ્રેરિત છે. હું તેનું ખંડન કરું છું.

   આ પણ વાંચો:

   2 દીકરી અને પત્નીને મારીને ડોક્ટરે કર્યું સુસાઈડ, બેન્ક મેનેજર હતી પત્ની

  • પ્રતીકાત્મક તસવીર
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   પ્રતીકાત્મક તસવીર

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: No holidays to 8 months pregnant female security guard 1st abortion then death at Simla
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `