ચાર વિપક્ષની પાર્ટી આજે મોદી સરકાર સામે લાવશે અવિશ્વાસ પ્રસ્તાવ

આંધ્ર પ્રદેશ માટે સ્પેશિયલ પેકેજની માગ માટે વાયએસઆર કોંગ્રેસ અને ટીડીપીએ સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ આપી હતી

divyabhaskar.com | Updated - Mar 27, 2018, 09:05 AM
TDP-YRS કોંગ્રેસ પછી માકપા અને કોંગ્રેસ આજે મોદી સરકાર સામે લાવશે અવિશ્વાસ પ્રસ્તાવ
TDP-YRS કોંગ્રેસ પછી માકપા અને કોંગ્રેસ આજે મોદી સરકાર સામે લાવશે અવિશ્વાસ પ્રસ્તાવ

મોદી સરકાર વિરુદ્ધ અત્યાર સુધી ચાર પાર્ટીઓ અવિશ્વાસ પ્રસ્તાવ આપી ચૂકી છે. મંગળવારે આ વિશે સંસદમાં વિચાર કરવામાં આવશે. આ પાર્ટીઓમાં વાયએસઆર કોંગ્રેસ, ટીડીપી, કોંગ્રેસ અને સીપીએમ સામેલ છે. જોકે ભાજપ સરકારને આ અવિશ્વાસ પ્રસ્તાવથી કોઈ જોખમ નથી.

નવી દિલ્હી: મોદી સરકાર વિરુદ્ધ અત્યાર સુધી ચાર પાર્ટીઓ અવિશ્વાસ પ્રસ્તાવ આપી ચૂકી છે. મંગળવારે આ વિશે સંસદમાં વિચાર કરવામાં આવશે. આ પાર્ટીઓમાં વાયએસઆર કોંગ્રેસ, ટીડીપી, કોંગ્રેસ અને સીપીએમ સામેલ છે. જોકે ભાજપ સરકારને આ અવિશ્વાસ પ્રસ્તાવથી કોઈ જોખમ નથી. આ પહેલાં અમિત શાહે પણ દાવો કર્યો હતો કે કોઈ પણ અવિશ્વાસ પ્રસ્તાવનો સામનો કરવા માટે બીજેપી સરકાર તૈયાર છે અને તેમની પાસે બહુમત છે. બીજી બાજુ વાયએસઆર કોંગ્રેસે સોમવારે કહ્યું છે કે, 5 એપ્રિલે સત્ર પુરૂ થયા પછી તેમના દરેક સાંસદ રાજીનામું આપી દેશે.

1) કેવી રીતે આવશે પ્રસ્તાવ, કેટલી પક્ષ તેમના ફેવરમાં?


- વિપક્ષને અવિશ્વાસ પ્રસ્તાવ માટે 50 સાંસદોનું સમર્થન જોઈએ. સરકાર વિરુદ્ધ પ્રસ્તાવ લાવવા માટે સૌથી પહેલાં લોકસભાના સ્પીકર સુમિત્રા મહાજન નોટિસ આપનારી પાર્ટીના કોઈ સાંસદને તેને રજૂ કરવાનું કહેશે. ત્યાર પછી નિયમ પ્રમાણે 50 સાંસદોએ તેનું સમર્થન કરવું પડશે. તેમાં ઓછા સાંસદો હશે તો અવિશ્વાસ પ્રસ્તાવ સ્વીકાર કરવામાં આવશે નહીં.

2) કોંગ્રેસ પાસે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવા લાયક સંખ્યા


- લોકસભામાં કોંગ્રેસના 48 સાંસદ છે. આપ, વિપક્ષી દળ અને લેફ્ટ પાર્ટીઓ પણ સરકાર વિરુદ્ધ છે. આનામાં અવિશ્વાસ પ્રસ્તાવ લાવવા માટે 50 સાંસદોનો સપોર્ટ જરૂરી હોય છે જે કોંગ્રેસ મેળવી શકે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે કોંગ્રેસે તેમના સાંસદોને સદનમાં હાજર રહેવા વ્હિપ જાહેર કર્યું છે.

3) અત્યાર સુધીમાં ચાર પાર્ટીઓ આપી ચૂકી છે નોટિસ


- કોંગ્રેસ (38) + સીપીએમ-એમ (9) + ટીડીપી (16) + વાયએસઆર કોંગ્રેસ (9) અવિશ્વાસ પ્રસ્વાવ આપવા માટે નોટિસ આપી ચૂક્યા છે. તેમના કુલ સાંસદની સંખ્યા 82 છે.

4) અવિશ્વાસ પ્રસ્તાવની એનડીએ પર કેટલી અસર પડશે?


- એનડીએમાં 56 દળ સામેલ છે અને લોકસભામાં તેમના સાંસદોની સંખ્યા 314 છે. આ સંજોગોમાં બહુમત માટે 271ની જરૂર છે. જે બીજેપી પાસે અત્યારે છે જ. તેથી સત્તાધારી પક્ષ પર અવિશ્વાસ પ્રસ્તાવની કોઈ અસર થશે નહીં.
- બીજેપી અધ્યક્ષ અમિત શાહ કહી ચૂક્યા છે કે, વિપક્ષ દેશના જરૂરી મુદ્દા પર ચર્ચા નથી કરવા દેતા. કેન્દ્ર સરકાર કોઈ પણ પ્રસ્તાવ પર ચર્ચા કરવા માટે તૈયાર છે. કારણકે એનડીએ પાસે બહુમતી છે.

5) લોકસભામાં સીટોની સ્થિતિ


લોકસભામાં કુલ 545 સીટ છે. હાલ બીજેપી પાસે 275 સાંસદ છે. કોંગ્રેસના 48, AIADMKના 37, તૃણમુલ કોંગ્રેસના 34, બીજેડીના 20, શિવસેનાના 18, ટીડીપીના 16, ટીઆરએસના 11, સીપીઆઈના 9, વાયએસઆર કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીના સાત સભ્યો છે. આ સિવાય 26 અન્ય પાર્ટીના 56 સાંસદ છે. 5 સીટ અત્યારે પણ ખાલી છે.

અમિત શાહે કહ્યું છે કે, બીજેપી પાસે બહુમતી છે, અમને કોઈ ચિંતા નથી
અમિત શાહે કહ્યું છે કે, બીજેપી પાસે બહુમતી છે, અમને કોઈ ચિંતા નથી
X
TDP-YRS કોંગ્રેસ પછી માકપા અને કોંગ્રેસ આજે મોદી સરકાર સામે લાવશે અવિશ્વાસ પ્રસ્તાવTDP-YRS કોંગ્રેસ પછી માકપા અને કોંગ્રેસ આજે મોદી સરકાર સામે લાવશે અવિશ્વાસ પ્રસ્તાવ
અમિત શાહે કહ્યું છે કે, બીજેપી પાસે બહુમતી છે, અમને કોઈ ચિંતા નથીઅમિત શાહે કહ્યું છે કે, બીજેપી પાસે બહુમતી છે, અમને કોઈ ચિંતા નથી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App